કોમેડિયન રાજપાલ યાદવની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી

બોલિવૂડમાં ઘણા લોકો કિસ્મત અજમાવવા આવે છે પરંતુ સહુ કોઈનું નશીબ સાથ આપતું નથી. ઘણા પ્રતિભાશાળી અને દેખાવમાં સુંદર હોવા છતા બોલિવૂડમાં પગ જમાવી શકતા નથી. આજે અમે તમને એક એવા એક્ટર વિશે વાત કરવાના છીએ જેમનો લૂક એકદમ સામાન્ય છે, તેમની હાઈટ એકદમ ઓછી છે અને દેખાવ પણ સાધારણ છે પરંતુ તેમની કોમેડી લાજવાબ છે. અને એટલે જ તે આટલા વર્ષોથી લોકોના દિલમાં સ્થાન જમાવવામાં સફળ રહ્યો છે. જી હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ રાજપાલ યાદવની. રાજપાલના કોમેડી સીન સોશિયલ મીડિયા પર ખુબ વા તેમની વાઈરલ થતા રહે છે. તેમની બોડી લેગ્વેજ કમાલની છે.

image source

તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવનો જન્મ 16 માર્ચ 1971ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં થયો હતો. નોંધનિય છે કે રાજપાલ પોતાના પોતોના અલગ અંદાજ માટે સંમગ્ર દેશમાં જાણીતો છે. તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવ 1999માં બોલિવૂડમાં ડેબ્ય કર્યું હતું. જ્યારે દિલ ક્યા કરે નામની ફિલ્માં રાજપાલે એક શાળાના વોચમેનની ભૂમિકા અદા કરી હતી. નોંધનિય છે હિન્દી ફિલ્મોમાં રાજપાલ કોઈ મોટા રોલ મળતા ન હતા તેમ છતાં રાજપાલે નાના રોલ કરીને પણ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી હતી.

image source

નોંધનિય છે કે રાજપાલ ફિલ્મોમાં આવ્યો તે પહેલા તે ઘણા સંઘર્ષમાંથી પસાર થયો હતો. રાજપાલ યાદવે 1992-94માં ભારતેન્દુ નાટ્ય એકેડમીમાંથી બે વર્ષ સુધી અભિનયની ટ્રેનિંગ લીધી હતી. ત્યાર બાદમાં થોડો સમય દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ રહ્યા હતા. નોંધનિય છે કે અભિનયના પાઠ ભણ્યા બાદ કેરિયર બનાવવા માટે રાજપાલ યાદ મુંબઇ આવી ગયો હતો. નોંધનિય છે કે મુબઈમાં રાજપાલે ખૂબ મહેનત કરી હતી. તેમણે લાંબા સમય સુધી ટીવી સીરિયલ ‘મુંગેરીલાલ કે હસીન સપનેં’માં કામ કર્યું હતુ. તમને જણાવી દઈએ કે આ શોના કારણે જ રાજપાલને પોતાની ઓળખ મળી હતી અને તેના ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી.

image source

તમને જણાવી દઈએ રાજપાલ યાદવે અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે જેમા, જુડવા-2,માલામાલ, મેંને પ્યાર ક્યૂ કિયા, ફિર હેરાફેરી,કલ હો ના હો, મસ્ત, ક્રિષ-3, ટારજન, વીકલી, શૂલ,પ્યાર તૂને ક્યા કિયા, જંગલ, કંપની, રોડ, હંગામા, ગર્વ, વાસ્તુશાસ્ત્ર, ભાગમભાગ, પાર્ટનર, ભૂલભૂલૈયા, દે દનાદન, ખટ્ટા-મીઠ્ઠા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ઘણા લોકો નહીં જાણતા હોય પરંતુ તમને જણાવી દઈએ તે રાજપાલ યાદવ ગુજરાતનો જમાઈ છે.

image source

તેમની પત્નીનુ નામ રાધા છે. જો કે રાજપાલનો પરિવાર હંમેશા ફિલ્મી દુનિયાની ચમક દમકથી દૂર રહે છે. નોંધનિય છે કે રાજપાલની પત્ની રાધા તેનાથી નવ વર્ષ નાની છે અને ઉંચાઈમાં તે રાજપાલથી એક ઈચ લાંબી છે. રાજપાલ યાદવની લવ લાઈફ પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતા રાજપાલે કહ્યુ કે, 2002માં તે ફિલ્મ ધ હીરો, લવ સ્ટોરી ઓફ સ્પાયના શૂટિંગ માટે કેનેડા ગયો હતો. એ દરમિયાન રાજપાલના એક મિત્ર પ્રવીણ ડબાસે તેની મુલાકાત રાધા સાથે કરાવી હતી. આ મુલાકાત બાદ રાધા અને રાજપાલ કેનેડાના કેલગરી શહેરમાં કોફી શોપમાં ગયા હતા. આ મુલાકાત દરમિયાન બન્નેએ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વિશે ચર્ચા કરી હતી.

image source

નોંધનિય છે ખે ત્યાર બાદમાં રાજપાલ યાદવે રાધા સાથે 10 દિવસ જેટલો સમય વિતાવ્યો હતો અને સમય દરમિયાન બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જો કે શૂંટિંગ બાદ રાજપાલ યાદવ ભારત પરત ફર્યો હતો. જો કે ભારત આવ્યા બાદ પણ બન્ને વચ્ચે વાતચિતનો સિલસિલો ચાલુ રહ્યો હતો. આ બન્ને નિયમિત ફોન પર વાતો કરતા હતા. અને આખરે 10 મહિના જેટલો સમય વિત્યા બાદ રાધાએ ભારત રહેવાનો નિર્ણય કર્યો હતો અને તે કેનેડા છોડી ભારત આવી ગઈ હતી. ભારત આવ્યા બાદ 10 જૂન 2003ના રોજ રાધા અને રાજપાલ લગ્નગ્રંથીથી જોડાયા હતા.

image source

તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સમાથી આશુતોષ રાણા અને તેમની પત્ની રેણુકા શહાણે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજપાલ યાદવના પરિવારની વાત કરીએ તો તેમને બે દીકરીઓ છે. તમને જણાવી દઈએ રાજપાલના આ બીજા લગ્ન હતા. આ પહેલા તેમણે કરુણા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી તેમને એક દિકરી પણ છે, જેનું નામ જ્યોતિ છે. નોંધનિય છે કે જ્યોતિના જન્મ સમયે તેની માતા કરૂણાનું મોત થયુ હતું. નોંધનિય છે કે 19 નવેમ્બર 2017ના રોજ રાજપાલ અને પ્રથમ પત્ની કરૂણાની દીકરી જ્યોતિના લગ્ન પૈતુક ગામ કુંડરામાં એક બેન્કર સાથે ધામ ધૂમથી કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!