આ સાધુએ રામ મંદિર માટે દાનમાં આપેલી રકમ જોઈને બેંકવાળા પણ માંથુ ખંજવાળવા લાગ્યા, 60 વર્ષથી છે ગુફામાં

અયોધ્યામાં રામ મંદિર પરિસરનુ નિર્માણનુ કામ હવે શરૂ થઇ ચૂક્યુ છે. મુખ્ય સંરચના સહિત લગભગ બધી પરિયોજનાઓ પૂરી થવામાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનુ અનુમાન છે. આમાં મુખ્ય ઢાંચો બનવામાં લગભગ સાડા ત્રણ વર્ષનો સમય લાગશે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટા ખજાનચી સ્વામી રામ ગોવિંદ દેવ ગિરિજી મહારાજે કહ્યુ કે મંદિરના નિર્માણની કિંમત 300થી 400 કરોડ છે. આખા પરિસરના નિર્માણ પર 1100 કરોડ ખર્ચ થશે. આ માટે નાણા એકત્રીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જેને લઈને ભક્તોમા ઘણૉ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જ્યાં તે પોતાની શ્રદ્ધાથી ભગવાનના આ કામમાં વધારે દાન આપી રહ્યા છે.

image source

આ દરમિયાન, 60 વર્ષથી ગુફામાં રહેતા 83 વર્ષના સંત સ્વામી શંકરદાસે અયોધ્યાના રામમંદિરને આપેલા આ મહાદાનથી લોકો ચોંકી ઉઠયા છે. બેઁકવાળાને જ્યારે આ ચેક મળ્યો તો તેમને પણ વિશ્વાસ નહોતો થતો પરંતુ જ્યારે તેમનું બેઁક એકાઉન્ટ ચૅક કરવામાં આવ્યું ત્યારે તેમને ખાતરી થઇ કે આ ચૅક સાચો છે. આવો જાણીએ કે એવી તો કેટલી મોટી રકમ હશે કે લોકોને અચંબામાં મૂકી દીધાં. ઋષિકેશના 83 વર્ષીય આ સંતે આપેલા દાન અંગે ચર્ચા ચારે તરફ થઇ રહી છે. આ સંતે પોતાના આરાધ્યનાં નામે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા હૉવાની માહિતી મળી છે

image source

એક કરોડ જેટલી મોટી રકમ રૂપિયાની રકમ દાન કરનાર આ સંતનું નામ છે સંત સ્વામી શંકરદાસ. જેઓ છેલ્લાં 60 વર્ષોથી ઋષિકેશમાં નીલકંઠ મહાદેવ મંદિર તરફ જવાના માર્ગ પર ગુફામાં જ રહી રહ્યા છે અને ભગવાન રામની ભક્તિ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ રકમ કૉઈ સંત દ્વારા અત્યાર સુધીમા અપાયેલ સૌથી વધુ રકમ છે, જેમણે તેને રામ મંદિર બનાવવા માટે આ રકમ દાન આપી છે. સ્વામી શંકરદાસે જણાવ્યું કે, તેમના ગુરૂ ટાટબાબાની ગુફામાં મળતા ભક્તોનાં અનુદાનથી આ રકમ ઉભી કરી છે. આ સંત સ્વામી શંકરદાસને મળવા માટે આ સમયે લાઈન લાગેલી રહે છે. વાત ફક્ત અહી જ પુરી નથી થતી.

image source

તેમને મળવા યમકેશ્વરથી ભાજપના ધારાસભ્ય ઋતુ ખંડુરી અને તેમના કાર્યકરો પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક કરોડ દાન કરવા બદલ સંતનો આભાર માન્યો હતો. આસપાસના વિસ્તારનાં લોકો સ્વામી શંકરદાસને ફક્કડ બાબાના નામથી બોલાવે છે. બાબાએ કહ્યું કે, તે આ દાન ગુપ્ત રીતે કરવા માંગે છે. પરંતુ દાનની રકમ દર્શાવવી પડી હતી જેથી દેશના લોકોને ભગવાનના મંદિરમાં દાન આપવાની પ્રેરણા મળે. સ્વામી શંકરદાસે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, 90 ના દાયકામાં તેમણે તત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવને એક પત્ર લખ્યો હતો.

image source

આ પહેલા પણ સ્વામી શંકરદાસજી મંદિર માટે 1 કરોડની સહાય આપવા માટે ઋષિકેશ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પહોંચ્યા હતા. જ્યાં તેણે બેંકના કર્મચારીને 1 કરોડનો ચેક આપ્યો હતો, ત્યાં બધા દંગ થઈ ગયા હતા. તેમને વિશ્વાસ ન હતો કે કોઈ બાબાજી આટલું દાન આપી શકે. આ માટે બેંક કર્મચારીએ ફરીથી તેનું ખાતું પણ ચકાસ્યુ હતુ અને આ પછી બેંકે સ્થાનિક RSS અધિકારીને આ વિશે માહિતી આપી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!