બહુ જ લાંબુ લચક છે રણબીર કપૂરની પ્રેમિકાઓનું લિસ્ટ, જેમાં નંબર 4ની તો વાત જ ના થાય…

કપૂર ખાનદાનના ચિરાગ અને બોલિવુડના ચોકલેટી બોય રણબીર કપૂરની પ્રેમ કહાનીઓ પણ એમની જેમ જ જાણીતી રહી છે. બોલીવુડની ઘણી હિરોઇન સાથે ઇશ્ક લડાવી ચૂકયા છે રણબીર કપૂર. બહુ લાબું રણબીર કપૂરની પ્રેમિકાઓનું લિસ્ટ. અસલમાં રણબીર કપૂરની કેટલી પ્રેમિકાઓ હતી એ તો એ જ જાણે પણ બોલીવુડમાં એમના અફેર આ હિરોઇન સાથે રહ્યું હતું.

રણબીર કપૂર અને સોનમ કપૂર.

image source

સોનમે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મના હીરો રણબીર કપૂર સાથે સોનમનું પહેલું અફેર માનવામાં આવે છે. બંનેનું અફેર આ ફિલ્મ દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. સોનમે કોફી વિથ કરણ શોમાં જાતે રણબીર સાથે પોતાના અફેરની વાત સ્વીકારી હતી. પણ કહેવામાં આવે છે કે રણબીરે દીપિકા માટે સોનમની ડિચ કરી દીધી હતી.

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ.

image source

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનું અફેર તો જગજાહેર છે. રણબીર કપૂરના પ્રેમમાં દીપિકા એટલી પાગલ હતી કે એક્ટરના નામનું ટેટુ પણ બનાવી લીધું હતું. પછી પોતાની ફિતરતથી મજબુર રણબીર કપૂરનું દિલ કેટરીના કેફ પર આવી ગયું પણ દીપિકા આ બ્રેકઅપના દર્દથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો.

રણબીર કપૂર અને કેટરીના કેફ.

image source

રણબીરે કેટરીના માટે દીપિકાને છોડી દીધી હતી અને બંને લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેતા હતા પણ આ બંનેનું પણ બ્રેકઅપ થઈ
ગયું હતું. એ સમયે ખબર આવી હતી કે બંને લગ્ન કરી લેશે પણ એવું ન થયું અને બંને અલગ થઈ ગયા.

રણબીર કપૂર અને નરગીસ ફાખરી.

image source

રણબીર કપૂર અને નરગીસ ફાખરીના અફેરની શરૂઆત ફિલ્મ રોકસ્ટરના શૂટિંગ દરમિયાન થઈ હતી. બંનેના અફેરની ખબરો ચર્ચામાં
હતી પણ ફિલ્મ રિલીઝ થતા જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા.

image source

રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરાના અફેરની શરૂઆત ફિલ્મ અનજાના અનજાની દરમિયાન થઈ હતી. બંનેના અફેરની ખબરો મીડિયામાં પણ ખૂબ છપાઈ પણ જલ્દી જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સારી વાત એ છે કે બ્રેકઅપ પછી પણ રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા સારા દોસ્ત બનીને રહ્યા.

રણબીર કપૂર અને અવંતિકા મલિક

image source

રણબીર કપૂરનું અફેર જસ્ટ મોહબ્બત ટીવી સિરિયલની ચાઈલ્ડ આર્ટિસ્ટ રહેલી અવંતિકા મલિક સાથે પણ રહ્યું છે પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને અવંતીકાએ આમીર ખાનના ભાણિયા ઇમરાન ખાન સાથે લગ્ન કરી લીધા.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. ખબર એ પણ છે કે બંને જલ્દી જ લગ્ન કરવાના છે. આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ઘણીવાર એકસાથે દેખાય છે. લાગે છે કે આ વખતે રણબીર કપૂર પ્રેમની બાબતમાં સિરિયસ થઈ ગયા છે.

image source

તમને જણાવી દઈએ કે રણબીર કપૂરનું નામ જેકલીન ફર્નાન્ડિઝ, નોરા ફતેહી, અમિષા પટેલ જેવી અભિનેત્રીઓ સાથે પણ જોડાયું છે. એ સિવાય રણબીર કપૂરનું નામ પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાન સાથે પણ જોડાયું હતું. બોલિવુડના ચોકલેટી બોય રણબીર કપૂરની પ્રેમ કહાનીઓ હંમેશા ચર્ચામાં રહી છે પણ આ વખતે આલિયા ભટ્ટને લઈને રણબીર કપૂર સિરિયસ લાગી રહ્યા છે. એમના ફેન્સ પણ આ ક્યૂટ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *