Site icon News Gujarat

રતન ટાટાએ ભારત રત્નની માંગ કરતા લોકોને અપીલ કરતા કહ્યું ‘આવી ઝુંબેશ બંધ કરવામાં આવે’

ભારતીય ઉદ્યોગપતિ, દાની અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાને ભારત રત્ન અપાવવા માટે સોશ્યલ મીડિયા પર હાલમાં એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઈને હવે ખુદ ઉદ્યોગપતિ રતન ટાટાએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા જણાવી છે. રતન ટાટાએ જણાવ્યું હતું કે હું લોકોની ભાવનાઓની સરાહના કરું છું, પરંતુ આવું અભિયાન બંધ કરી દેવા જોઈએ. અહીં એ બાબત નોંધનીય છે કે સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક મોટો વર્ગ રતન ટાટાને ભારત રત્નનું સન્માન અપાવવા પુરજોશથી માંગણી કરી રહ્યો છે. અને ટ્વિટર તે માટે એક ઓનલાઇન અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

image source

રતન ટાટાએ આ અભિયાનના સંદર્ભે પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર અંગ્રેજીમાં આ મુજબ ટ્વિટ કરી હતી.રતન ટાટાએ પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યુ છે કે, હું ટ્વિટર પર મને ભારતરત્ન મળે તેવી માગ કરનારા લોકોનું હું સન્માન કરુ છુ પરંતુ મારુ નમ્ર નિવેદન છે કે આ પ્રકારના કેમ્પેનને બંધ કરી દેવામાં આવે. મને ભારતીય હોવા પર ગર્વ છે.

શનિવારે રતન ટાટાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપ્યા બાદ ફરી એક વખત રતન ટાટા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું છે. રતન ટાટાના આ ટ્વીટની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

image source

જેમાં ઉપરોક્ત ભારત રત્ન અંગે માંગણી કરતા અભિયાનને બંધ કરવાની અપીલ કરવામાં આવી હતી. રતન ટાટાએ કરેલા ઉપરોક્ત ટ્વિટના અર્થ કરીએ તો તેમાં તેમણે કહ્યું છે કે ” સોશ્યલ મીડિયા પર લોકોના એક વર્ગ દ્વારા એક એવોર્ડને લઈને વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓની હું સરાહના કરું છું, પરંતુ હું બેહદ વિનમ્રતાથી અપીલ કરું છું કે આવા અભિયાનને બંધ કરી દેવામાં આવે. હું ભારતીય હોવા અને ભારતની ઉન્નતિ અને સમૃદ્ધિમાં યોગદાન કરવા માટે પોતાને ભાગ્યશાળી માનું છું. ”

image source

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન દેવાની માંગ ટ્વિટર પર ત્યારથી શરૂ થઈ હતી જ્યારે મોટીવેશનલ સ્પીકર (પ્રેરક વક્તા) ડોકટર વિવેક બિન્દ્રાએ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ સંબંધિત ટ્વિટ કરી હતી. ડોકટર વિવેક બિન્દ્રાએ પોતાની ટ્વિટમાં એમ કહ્યું હતું કે ” રતન ટાટાનું માનવું છે કે આજના ઉદ્યોગપતિઓની પેઢી ભારતને આગલા સ્તરે લઇ જઇ શકે છે. ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની અમે માંગ કરી રહ્યા છીએ. અમારા આ અભિયાન સાથે જોડાવ અને આ ટ્વિટને વધુ રીટ્વિટ કરો. ”

image source

આ ટ્વિટ બાદ ટ્વિટર પર Ratan Tata અને BharatRatnaForRatanTata હેશટેગ ટોપ ટ્રેન્ડમાં આવી ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version