રિયા કેટલાય દિવસો બાદ અચાનક દેખાઈ એરપોર્ટ પર, ફેન્સે ટ્રોલ કરીને કહ્યું: હવે કોના પૈસા ઉડાવવા તૈયાર થઈ?

સુશાંતનાં મોત પાછળ પરિવારને અને ફેન્સને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ખૂબ આક્રોશ હતો. આ કેસ એટલો મોટો બની ગયો હતો કે સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આ મામલે તપાસ આપવામાં આવી હતી. આ તપાસ હવે તપાસ ત્રણ કેન્દ્રીય એજન્સીઓ – સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા હાથ ધરવામાં આવી છે અને તાપસ હજુ પણ ચાલુ જ છે. સુશાંતના મૃત્યુની શરૂઆતમાં આત્મહત્યા માનવામાં આવતી હતી, પરંતુ બાદમાં પરિવારે તેની ગર્લફ્રેન્ડ અને અભિનેતા રિયા ચક્રવર્તી સામે કેટલાક અન્ય લોકો સામે આર્થિક છેતરપિંડી સહિતના અનેક કેસ દાખલ કર્યા હતા.

image source

આ પછી હાલમાં રિયા ચક્રવર્તી શુક્રવારે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. રિયાએ ગ્રીન કલરનો કુર્તો અને પ્લાઝોમાં જોવા મળી હતી. આ સમયે રિયાને અચાનક એરપોર્ટ પર જોઈને બધા નવાઈ પામ્યા હતાં.

image source

રિયાએ કોરોનાથી બચવા માટે માસ્ક અને ફેસશીલ્ડ પહેરેલું દેખાતું હતું. રિયા એરપોર્ટ પર જોવા મળી પરંતુ તે મુંબઈની બહાર ક્યાં ગઈ એ વિશે કોઈ જાણકારી મળી નથી. એરપોર્ટ પર તેના ફોટો અને વીડિયો જોઇને સુશાંતના ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સુશાંતના ફેન્સનો રિયા પર ગુસ્સો હજુ શાંત થયો નથી. રિયાનાં એરપોર્ટ પરનાં ફોટો પર હવે લોકો આક્રોશ ઠાલવી રહ્યાં છે. એક યુઝરે તેમાં કટાક્ષભરી ટિપ્પણી કરતાં લખ્યું હતું કે ઓહો વેકેશન પર? હવે તો મેડમ પાસે પૈસા જ પૈસા છે, હવે કોનો જીવ લેવાનો છે? તો બીજા એક યુઝરે લખ્યું કે તે જામીન પર છે અને આ સમયમાં આ રીતે શું તેને શહેર છોડીને જવાની અનુમતિ છે?. આ વચ્ચે એક ટ્રોલરે તો એવું પણ કહ્યું કે, પ્લીઝ, આને ના બતાવો, હું આને જોઇને અપસેટ થઇ જાઉં છું અને સુશાંતને મિસ કરવા લાગું છું.

image source

આ બધી ટિપ્પણીઓ પરથી સાફ દેખાઈ રહ્યું છે કે સુશાંતનાં મોતથી લોકોમાં રીયા પ્રત્યે હજુ પણ કેટલો આક્રોશ છે. મળતી માહિતી મુજબ સાકિબ સલીમ અલીબાગ સાથે રીયા દેખાઈ હતી. રિયા જ્યારે પણ જાહેરમાં દેખાય છે ત્યારે તેને નફરત કરતાં લોકો તેને ખરું-ખોટું સંભળાવામાં કઈ બાકી રાખતાં નથી. અઠવાડિયા પહેલાં જ હુમા કુરૈશીનો ભાઈ સાકિબ સલીમ અલીબાગમાં જન્મદિવસ સેલિબ્રેટ કરીને ગેટ વે ઓફ મુંબઈ આગળ જોવા મળ્યો હતો. સાકિબની સાથે રિયા પણ જોવા મળી હતી.

image source

આ પછી ફરી એકવાર કમેન્ટ કરી રીયા પ્રત્યે લોકોએ આક્રોશ દેખાડ્યો હતો. એક યુઝરે સાકિબ તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે દૂર રહે નહીંતર તારું પણ પત્તું કાપી નાખશે. હાલમાં રિયા અને શોવિક જામીન પર બહાર છે. આ પછી અન્ય એક યુઝરે સાકિબને ચેતવણી આપી રહ્યો હોય તેમ કહ્યું હતું કે અગલા બકરા, મરેગા બેટા તૂ ભી.’ તો બીજા એક વ્યક્તિએ કહ્યું હતું, આગામી નંબર છે. શુભેચ્છા.’ એકે તો સાકિબને આડકતરી રીતે કહ્યું કે ‘આશા છે કે તેને લાંબું જીવન મળે.’

મળતી જાણકારી મુજબ 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રાસ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. દોઢ મહિના બાદ તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા વિરુદ્ધ FIR ફાઈલ કરી હતી. આ ઉપરાંત 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ CBIને આપ્યો હતો. ત્યાર બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યો હતો જેમાં રિયા 30 દિવસ સુધી જેલમાં રહી હતી. હાલમાં રિયા જામીન પર બહાર છે અને તે અચાનક એરપોર્ટ પર જોવા મળી જેથી બધા સવાલો કરી રહ્યાં છે.

આ અગાઉ 11 એપ્રિલેનાં રીજ રિયાએ આ ફોટો શેર કર્યો હતો જેમાં તે ગીતાંજલિ વાંચતી હોય તેવું જોવા મળ્યું હતું. આ તસવીર સાથે રવીન્દ્રનાથ ટાગરોના વિચારો શૅર કર્યા હતા. રિયાએ કહ્યું હતું ‘સવાલ તથા રડવું; ઓહ ક્યાં? હજાર ધારાઓનાં આંસુઓમાં પીગળી ગઈ અને પૂરના આશ્વાસનની સાથે જળપ્રલયથી દુનિયાને બચાવવાની છે. હું છું. રવીન્દ્રનાથ ટાગોર, ગીતાંજલિ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *