Site icon News Gujarat

આ ઘરેલું રોઝ વોટર બનાવશે તમારી સ્કીનને આકર્ષક, બસ એકવાર અજમાવો અને જુઓ ફરક…

કોરોના ના આ સમયગાળા દરમિયાન લોક ડાઉનને કારણે તમારી ત્વચા અને વાળને તૈયાર કરવા માટે અન્ય કોઈ મહત્વપૂર્ણ સૌંદર્ય ઉત્પાદનો ન મળી રહ્યા હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે રહીને પણ ઓછા ખર્ચે ગુલાબજળ અને ગુલાબ નું તેલ તૈયાર કરી શકો છો.

image source

ગુલાબ જળ તમારી સુંદરતા સુધારવામાં મદદ કરશે. ત્યારે ગુલાબનું તેલ તમારા વાળની સુંદરતામાં વધારો કરશે. તો ચાલો જાણીએ કે ઘરે ગુલાબજળ અને ગુલાબનું તેલ કેવી રીતે તૈયાર કરી શકાય છે. અને તેનાથી આપણા વાળ અને ત્વચાને કેવા કેવા ફાયદાઓ થાય છે.

ઘરે આ રીતે બનાવો ગુલાબનું પાણી :

image source

સૌ પ્રથમ દસ પંદર ગુલાબ લઈ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ફૂલોને કોઈ કોટનના કપડા પર મૂકો અને પાણીને સૂકવો. આમ તો તમે ગુલાબના કોઈ પણ રંગના ગુલાબ લઈ શકો છો પરંતુ લાલ દેશી ગુલાબનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. કારણ કે તેમાં ઘણી સારી સુગંધ આવે છે. હવે પાંખડીઓ ને ફૂલની દાંડીથી અલગ કરો.

ત્યારબાદ એક વાસણમાં એક ગ્લાસ પાણી ઉમેરો, ગેસ પર ધીમી આંચ પર ઉકળતા રહો. પાણી થોડું હળવું ગરમ થાય એટલે આ પાણીમાં ગુલાબની પાંખડીઓ મૂકી દો. ત્યાર પછી તેને થોડા સમય માટે ઉકળવા દો. જ્યારે ગુલાબની પાંખડીઓ બંધ થવા લાગે અને પાણી અડધું થઈ જાય ત્યારે તે ગેસ બંધ કરો. ગુલાબજળ એટલે કે રોઝ હોટર તૈયાર છે. ત્યાર બાદ તેને ઠંડુ થવા દો, અને તેને બોટલમાં ભરો.

ઘરે આ રીતે બનાવો ગુલાબનું તેલ :

image source

દસ થી પંદર દેશી લાલ ગુલાબ લઈ તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ફૂલોને કોઈ કોટનના કપડા પર મૂકો અને પાણીને સૂકવા દો. ત્યારબાદ પાંખડીઓને ફૂલની દાંડીથી અલગ કરો. હવે એક બોટલમાં ઓલિવ ઓઇલ અથવા નાળિયેર તેલ ભરો. આ બોટલમાં ફૂલની પાંખડીઓ મૂકી એક કલાક સુધી રાખો.

ત્યારબાદ એક મોટા પાત્રમાં પાણી ગરમ કરો. બોટલને સારી રીતે રાખવા માટે પાણી પૂરતું હોવું જોઈએ. પાણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને તેલ અને ફૂલની બોટલ આ પાણીમાં મૂકો. તેને રાતો રાત છોડી દો. સવારે તેલને ગાળીને પાંખડી ઓથી અલગ કરી તેલને સ્વચ્છ અને સૂકી બોટલમાં સંગ્રહિત કરો. ગુલાબ તેલ એટલે કે રોઝ ઓઈલ તૈયાર છે.

તેનાથી થતા ફાયદા :

image source

ગુલાબજળ ને ઉપયોગમાં લેવાથી સનબર્ન (સ્કીન-ટેનિંગ) ની સમસ્યા પણ દુર થવા લાગે છે. જો તમે ધોમ ધખતા તાપમાં બહાર જતા પહેલા પોતાના શરીર ઉપર થોડું ગુલાબજળ લગાવો છો, તો ઠંડકનો અહેસાસ થવા લાગે છે. આકરા તાપ ની તમારા શરીર ઉપર અસર નહી થાય.

image source

જો તમે રાત્રે સુતા પહેલા તમારા માથા ઉપર પાંચ થી છ ચમચી ગુલાબજળ લગાવીને માલીશ કરો, તથા સવારે વાળમાં શેમ્પુ લગાવી ધોઈ લો. તો વાળમાં સુકાપણું ઓછું થવા લાગશે. ગુલાબજળ વાળ માટે એક ખુબ જ સારું કન્ડીશનર છે. તે વાળને મુલાયમ બનાવીને તેમાં ચમક લાવે છે.

Exit mobile version