કોરોનાગ્રસ્ત CM રૂપાણીની સારવારનો આજે 7મો દિવસ, તબિયતને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો શું કહે છે ડોક્ટર્સ!

હોસ્પિટલે મેડીકલ બુલેટીન આપ્યું છે. જણાવ્યું છે કે, સી એમ વિજય રૂપાણીની તબિયત સુધારા પર છે. સી એમ ના ઇસીજી, ઇકો, સીટી સ્કેન રિપોર્ટ નોર્મ આવ્યા છે. આ ઉપરાંત ઓક્સિજન લેવલ પણ નોર્મલ આવ્યું છે. સી એમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  CM રૂપાણીની સારવારને લઇ મહત્વના સમાચાર, નિષ્ણાંત ડોક્ટરોની સલાહ બાદ CM રૂપાણીને રજા અપાઈ શકે છે. સીએમની સારવારને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે સીએમને હોસ્પિટલમાંથી રજા અપાઈ શકે છે. સીએમ રૂપાણીની સારવારનો આજે 7મો દિવસ છે. CM રૂપાણીની તબિયત સુધારા પર છે. નિષ્ણાંત ડોક્ટરોની સલાહ બાદ CM રૂપાણીને  રજા અપાઈ શકે છે. સીએમ વિજય રૂપાણીની તબિયતમાં સુધાર થઈ રહ્યો હોવાનો સુત્રોનો દાવો છે. ઝડપથી રિકવરી આવે તે માટે રેમડીસીવર ઇન્જેક્શનનો કોર્સ કરવા નિર્ણય લેવાયો છે. 10 સિનિયર તબીબોની ટીમ
દ્વારા સીએમની સારવાર કરાઈ રહી છે.

image source

સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.

હેલ્થ બુલેટીનમાં થયો ખુલાસો

image source

CM રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ  આવ્યો હતો. જો કે,  CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. CMનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. 24 કલાક માટે CMનો ઓબ્ઝરવેશન હેઠળ રખાયા હતા. 21 ફેબ્રુઆરીએ
મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. CM રૂપાણી PPE કિટ પહેરી મતદાન કરવા જઈ શકે છે.

લથડી હતી તબિયત

મુખ્યમંત્રી વિજય રૂપાણી નિઝામપુરામાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. તેઓ જનસભાને સંબોધન કરતા હતા અને આશરે 10 મિનિટમાં તેમને ચક્કર આવવા લાગતા તેઓ ઢળી પડ્યા હતા.

image source

જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. અને બાદમાં ડોક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો. અને તેઓ જાતે થોડીવારમાં કોઈના ટેકા વગર ચાલતા પોતાની ગાડી પાસે જઈને બેઠા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીને એરપોર્ટથી અમદાવાદ આવ્યા હતા.

image source

મુખ્યમંત્રી જાતે ચાલીને ગાડીમાં બેઠા હતા. તેમને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. કાફલામાં બે એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. તેમની સાથે ગૃહમંત્રી પ્રદીપસિંહ એરપોર્ટથી યુ.એન મહેતા હોસ્પિટલ સાથે જવા માટે રવાના થયા હતા. મુખ્યમંત્રી યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. ત્યાં તેમની સંપુર્ણ બોડી ચેકઅપ
કરવામાં આવશે. એરપોર્ટથી નિકળ્યા બાદ હાથ બતાવીને અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની સારવાર માટે ડોક્ટર્સની ટીમ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

image source

મુખ્યમંત્રીની તબિયત અંગે ખબર પડતાની સાથે જ યુ.એન મહેતા ખાતે તમામ ભાજપનાં ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સી.આર પાટીલ, જગદીશ પંચાલ સહિતનાં અનેક ઉચ્ચ નેતાઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, ડીજીપી આશીષ ભાટીયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, આર.કે પટેલ યુ.એન મહેતા હોસ્પિટલનાં ડિરેક્ટર પણ હોસ્પિટલમાં હાજર હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘટના અંગે માહિતી મળતા જ તેમણે ટેલિફોનિત રીતે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમના સ્વાસ્થય અંગે પણ માહિતી મેળવી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીને સંપુર્ણ સ્વાસ્થયની ચકાસણી કરાવવા અને વધારે કાળજી લેવા માટે યોગ્ય આરામની સલાહ આપી હતી. શહેરમાં ખાતે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. જો કે અચાનક તેઓ ભાષણ દરમિયાન જ ઢલી પડ્યાં હતા. મુખ્યમંત્રી સ્ટેજ પર સભા સંબોધવા માટે આવ્યા ત્યારે અચાનક તેઓની તબિયત લથડવાના કારણે તેઓ એક તબક્કે લથડ્યાં હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે આવી જઇને તેમને ઝીલી લીધા હતા. ગાર્ડને પહેલાથી જ કંઇક અજુગતુ થઇ રહ્યું હોવાનો ક્યાસ લાગી ગયો હોય તેમ તે પહેલાથી જ તેમની પાછળ આવી ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!