CM રૂપાણીની તબિયત બગડી, સભામાં બોલતાં બોલતાં જ લથડીને નીચે પડી ગયા, Video

હાલમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીને લઈને બધી પાર્ટીઓ પ્રચારમાં લાગી છે. ઠેર ઠેર નેતાઓ સભા ગજવી રહ્યા છે. બધી પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં રાજ્યના સીએમ પણ સભાને ગજવી રહ્યા છે. આ દરમિયાન વડોદરામાં એક સભાને સંબંધિત કરતી વખતે અચાનક સીએમ રૂપાણીને ચક્કર આવતા તેઓ ત્યા જ ઢળી પડ્યા હતા, જો કે આ વાતનો આભાસ સિક્યોરિટીને આવી જતા તેમણે પકડી લીધા હતા. જો કે આ અંગે મળી માહિતી પ્રમાણે સીએમ રૂપાણીની તબિયત હાલમાં સારી છે અને તેમને ગ્લુકોઝ આપવામાં આવ્યો છે.

સીએમ રૂપાણીની તબિયત ગઇ કાલથી જ સારી નહોતી

image source

તો બીજી જ આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત ગઇ કાલથી જ સારી નહોતી. તો બીજી તરફ ભાજપના સૂત્રો અનુસાર હાલમાં સીએમ વિજય રૂપાણીની તબિયત સારી છે અને જરૂરી સારવાર આપ્યા બાદ વિજયભાઇ પોતે ચાલીને પોતાની કાર તરફ ગયા હતાં.

આ દરમિયાન તેમની તબિયત લથડી

image source

આજે વડોદરામાં તરસાલી, કારેલીબાગ અને નિઝામપુરામાં જાહેરસભા સંબોધવા પહોંચ્યા હતા સીએમ રૂપાણી આ દરમિયાન તેમની તબિયત લથડી હતી. તો બીજી બાજુ તેમણે સભા સંબોધિત કરતી વખતે લવ જેહાદ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે લવ જેહાદ સામે કડક કાયદા લાવવા અંગે વાત કરી હતી. તેમણે વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવા અંગે વાત કરી હતી. તેમણે આકરા શબ્દોમાં આ વાતનવી ટિકા કરી હતી અને કહ્યું હતુ કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવી લેવામાં આવશે નહીં.

લવ-જેહાદ મામલે કડક કાર્યવાહી

image source

નોંધનિય છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ સામે કાયદો લાવવાની માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, લોભા-લાલચ કે છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવુંએ કાયદા હેઠળ પ્રતિબંધિત. તો બીજી તરફ આ ઉપરાંત ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે. તમને જણાવી દઈએ કે હવે ગુજરાત સરકાર નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કડક કાર્યવાહી કરવા માગે છે. નોંધનિય છે કે સૌ પહેલા ભારતમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ સામે કાયદો બનાવ્યો હતો. ત્યાર બાદ અન્ય રાજ્યને તેમનું અનુકરણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!