સલમાન ખાનને મળવા આવ્યો હતો આ ફેન, તો ઈમ્પ્રેસ થઈને ભાઈજાને ‘રાધે’ ફિલ્મમાં બનાવી દીધો વિલન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી મહેનતની સાથે સાથે તમારી કિસ્મતનું સાથે હોવું પણ ખૂબ જ જરૂરી હોય છે. એવા ઘણા કલાકારો છે જે ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે મુંબઈ આવ્યા અને આજે સુધી એ સ્ટ્રગલ જ કરી રહ્યા છે પણ એ સિવાય પણ એવા ઘણા કલાકાર છે જેમને એમના નસીબનો ભરપૂર સહારો મળ્યો અને થોડા જ સમયમાં પોતાની સારી ઓળખ બનાવવામાં સફળ સાબિત થયા. આજે અમે એક એવા જ કલાકારની વાત કરવા જઈ રહ્યા છે. જેમનું નામ છે સંગે શલેત્રિમ અને એ ભુતાનન રહેવાસી છે.

image source

સંગે શેલત્રિમ જેમને બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફક્ત એકવાર મળવાનો મોકો મળ્યો અને એમની કિસ્મત ખુલી ગઈ. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સંગે સલમાન ખાનના મોટા ફેન રહ્યા છે અને બાળપણથી એ સલમાન ખાનને ફોલો કરી રહ્યા છે. એ જણાવે છે કે સલમાનની ફિલ્મ મેને પ્યાર કિયા આવી હતી તો એ સમયે સંગે 7 વર્ષના હતા. એ કહે છે કે 2019માં એ મુંબઈ આવ્યા હતા અને એ દરમિયાન એમના એક મિત્રએ એમને સલમાન ખાનને દબંગ 3ના સેટ પર મળાવ્યા હતા.

image source

સંગે જણાવે છે કે સલમાન ખાન સાથે એમને ઘણીવાર સુધી વાતચીત કરી, જો કે બંને બોડી બિલ્ડર છે તો એ ટોપિક પર પણ ચર્ચા થઈ. સંગે સલમાનને મળીને ઘણા જ ખુશ થયા, એમને સલમાનનો નેચર પણ ઘણો જ ગમ્યો. એ પછી સંગે પાછા ભૂટાન જતા રહ્યા અને એક દિવસે એમના મિત્રનો મુંબઈથી કોલ આવ્યો અને એને કહ્યું કે સલમાન ખાને તને યાદ કર્યો છે અને તને મળવા માંગે છે. મને કોલ પર જ કહી દેવામાં આવ્યું હતું કે એમને સલમાનની ફિપમ રાધે માટે એક રોલ મળવાનો છે.

image source

તમને જણાવી દઈએ કે સંગે ફિલ્મ રાધેથી બોલીવુડમાં ડેબ્યુ કરવાના છે અને સાથે જ આ ફિલ્મમાં એ રણદીપ હુડા અને ગૌતમ ગુલાટી સાથે એક વિલન રૂપમાં દેખાવાના છે. આ ફિલ્મમાં સલમાન ખાન, સંગે શેલત્રિમ, રણદીપ હુડા, ગૌતમ ગુલાટી સિવાય દીશા પટની અને જેકી શ્રોફ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેખાશે.

image source

રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈને સલમાન ખાન ફિલ્મસે ઝી સ્ટુડિયોની સાથે મળીને પ્રસ્તુત કરી છે. સલમાન ખાન, સોહેલ ખાન અને રિલ લાઈફ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિર્મિત આ ફિલ્મ આ વર્ષે ઇદના અવસર પર 13 મેના રોજ રિલીઝ થઈ. ફિલ્મને ઝી5 પર પેપર વ્યુ સર્વિસ જીપ્લેક્સ પર જોઈ શકાય છે. જીપ્લેક્સ ડિડીએચ પ્લેટફોર્મ જેમ કે ડીશ, ડી2એચ, ટાટા સ્કાય અને એરટેલ ડીઝીટલ ટિવી પર પણ ઉપલબ્ધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!