સલમાન ખાને શેર કર્યો નંબર, કોરોના દર્દીઓની ફ્રીમાં મળશે ઓક્સિજન કંસંટ્રેટર, જાણો વધુમાં

ઘણા દર્દીઓ કોરોના રોગચાળા દરમિયાન ઓક્સિજનની ઉણપથી મૃત્યુ પામ્યા છે. આવી સ્થિતિમાં રવિના ટંડન, સુષ્મિતા સેન સહિત અનેક હસ્તીઓ ઓક્સિજન સિલિન્ડર અને કંસંટ્રેટર્સનું દાન આપી રહ્યા છે. હવે સલમાન ખાને એક પોસ્ટ મૂકી છે.

image source

આ પોસ્ટમાં, એવી માહિતી આપવામાં આવી છે કે કોવિડ પોઝિટિવ દર્દીઓ કે જેઓને કટોકટીની સ્થિતિમાં ઓક્સિજન કંસંટ્રેટર્સની જરૂર હોય છે તે બતાવવામાં આવેલા નંબર પર કોલ કરી શકે છે. સલમાને આ રી-પોસ્ટ કરી છે. સલમાન આ પહેલમાં કોંગ્રેસના ધારાસભ્ય બાબા સિદ્દીકી અને તેમના પુત્ર ઝીશાન સિદ્દીકી સાથે ભાગીદારીમાં છે. હાલમાં આ ઓક્સિજન કંસંટ્રેટર્સની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.

આ નંબર પર કોલ કરી શકો છો

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાને જે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શરે કરી છે, તે પ્રમાણે, અમારા 500 કંસંટ્રેટર મુંબઈ પહોંચી ગયા છે. કોવિડ-પોઝિટિવ દર્દીઓ કે જેને કટોકટીની પરિસ્થિતિ માટે ઓક્સિજન કંસંટ્રેટર્સની જરૂર હોય તેઓ 8451869785 કોલ કરી શકે છે અથવા Tag/DM કરી શકે છે. અમે આ કંસંટ્રેટર્સ મફત આપીશું. કૃપા કરીને ઉપયોગ કર્યા પછી પાછા આપી દો. સલમાને@zeeshansiddique @babasiddiqueofficial ને ટેગ પણ કર્યા છે.

બિગ બીએ દાન આપ્યું હતું

image source

આખો દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. આ સમય દરમિયાન, બોલિવૂડની અનેક હસ્તીઓએ લોકોને મદદ કરી છે. અમિતાભ બચ્ચને ગુરુદ્વારા માટે 2 કરોડનું દાન આપ્યું છે. બિગ બીએ તેના બ્લોગમાં લખ્યું છે કે તેમને ફંડરેજ કરવું વિચિત્ર લાગે છે પરંતુ તેણે લગભગ 25 કરોડનું દાન આપ્યું છે.

આ સેલિબ્રિટીઓએ પણ મદદ કરી હતી

image source

આ ઉપરાંત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફંડરેજિંગથી 11 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે. તે જ સમયે, રવિના ટંડન અને સુષ્મિતા સેન પણ જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન સિલિન્ડર આપી ચુકી છે. તો બીજી તરફ સલમાન ખાને જાહેરાત કરી છે કે તેની ફિલ્મ ‘રાધે’ની તમામ કમાણી કોરોના પીડિતોની સહાય માટે જશે. સલમાન ખાનની ફિલ્મ રાધે 13 મેના રોજ રીલિઝ થઈ છે.પ્રભુદેવાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે, જ્યારે દિશા પટની અને રણદીપ હૂડાની પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.

image source

સલમાન ખાન આ દરમિયાન રાહત કાર્યમાં પણ જોડાયેલ છે. સલમાન ખાન પણ ફૂડ પેકેટ વિતરણ કરતો જોવા મળ્યો હતો. ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે હવે તેઓએ ઓક્સિજન કંસંટ્રેટર્સ તસવીરો શેર કરી છે તેમણે રોગચાળાની વચ્ચે ઓક્સિજન કંસંટ્રેટર્સની આયાત કરી છે.