કોરોના કાળમાં સલમાન ખાન બન્યો મસીહા, લોકોને ચાખી ચાખીને આપી રહ્યો છે જમવાનું, વીડિયો વાયુવેગે વાયરલ

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને ઘણા લોકોને મદદની જરૂર છે. તો સામે ઘણા લોકો એવા સક્ષમ પણ છે કે જેઓ મદદ કરી શકે છે. એ જ રીતે બોલિવૂડના ઘણા લોકો કોરોના કાળમાં મદદે આવ્યા છે. ત્યારે હવે સલમાન ખાન ફરી એકવાર કોઈના માટે મદદે આવ્યો છે. સલમાન ખાન ફિલ્મો ઉપરાંતની ઉદારતાને કારણે પણ ચર્ચામાં રહે છે. જ્યારે માર્ચ મહિનામાં લોકડાઉન થયું ત્યારે સલમાન ખાનની ફૂડ વાન દ્વારા ફ્રન્ટલાઈન કામદારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું. આ વખતે પણ સલમાન ખાનના બીઇંગ હૈંગ્રી નામના ફૂડ ટ્રકો જુહુ અને વરલીની આસપાસના લોકોને જમવાનું વિતરણ કરી રહ્યા છે. આ કામ કરતો સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

image source

હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે સલમાન ફ્રન્ટલાઈન કામદારો માટે બનાવેલા ભોજનની તપાસ કરતો જોવા મળી રહ્યો છે. સલમાન ખાને ગઈ વખતે પણ ગરીબોમાં અન્નનું વિતરણ કર્યું હતું. આ વખતે તે ફ્રન્ટલાઈન કામદારો માટે અન્નનું વિતરણ કરી રહ્યો છે. યુવા સેનાના નેતા રાહુલ કનલે જણાવ્યું હતું કે તેઓ સતત અભિનેતા સાથે સંકલન કરી રહ્યો છે.

image source

જો આ કામ સલમાન ક્યારથી કરી રહ્યો છે એના વિશે વાત કરવામાં આવે તો જ્યારથી સરકારે 15 દિવસનું જનતા કર્ફ્યુની જાહેરાત કરી ત્યારથી જ સલમાન આ કામમા લાગેલો છે. સલમાને પોલીસ અધિકારીઓ, તેમજ આરોગ્ય કર્મચારીઓ અને બીએમસી સ્ટાફ માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ બધા લોકોની શિફ્ટ લાંબી હોવાના કારણે તેમને ખાવા-પીવાની ચિંતા હતી અને તેઓ જાણતા હતા કે આ લોકો માટે આપણે કેવી રીતે મેનેજ કરીશું. 24 કલાકની વાતચીત પછી અમારી ફૂડ ટ્રકો શેરીઓમાં ઉતરી અને જમવાનું શરૂ કરે છે. આ ફૂડ ટ્રકો છેલ્લા બે દિવસથી મુંબઇના જુહુ અને વરલી વિસ્તારમાં જમવાનું વિતરણ શરૂ કરી દીધું છે. તેનું આયોજન ત્રણ અઠવાડિયા સુધી કરવામાં આવ્યું હતું. તેમજ મુંબઈના વધુ વિસ્તારો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

image source

ભોજન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ભોજનમાં ચા, પાણીની બોટલ, બિસ્કિટનું પેકેટ, નાસ્તા, ઉપમા અથવા પૌવા, વડા પાવ અથવા પાવ ભાજી શામેલ છે. અમે એક હેલ્પલાઈન નંબરની સુવિધા આપી છે, જેના આધારે ફ્રન્ટલાઈન કામદારો કોlલ કરી અને જમવાનું ડિમાંડ કરી શકે છે.

અમે તેમની જગ્યાએ જઈશું અને તેમને જમવાનું પહોંચાડીશું. આ કામગીરી 15 મે સુધી ચાલશે. ત્યારે હવે આ કામને લઈ સલમાનના ભારે વખાણ કરવામાં આવી રહ્યા છે અને લોકો સુધી આ વીડિયો પહોંચતા જ તે વાયરલ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *