સલમાનથી લઈને અક્ષય સુધી, આ છે બોલિવુડના દિલફેંક આશિક, જેમાં ખાસ જાણજો આ એક્ટર વિશે જેને તો એટલી બધી ગર્લફ્રેન્ડ હતી કે ના પૂછો વાત

બોલીવુડમાં સ્ક્રીન પર રોમેન્ટિક દેખાતા ઘણા બૉલીવુડ એકટર રિયલ લાઈફમાં પણ ઘણા રોમેન્ટિક છે. સલમાન ખાનથી લઈને અક્ષય કુમાર સુધી બોલીવુડમાં ઘણા દિલફેંક આશિક એવા પણ છે જેમના અફેરની ચર્ચા મીડિયામાં થયા કરે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ આવા જ દિલફેંક આશીકો વિશે.

સલમાન ખાન

image source

બોલિવુડના દબંગ સલમાન ખાને ભલે હજી સુધી લગ્ન ન કર્યા હોય પણ એમની પ્રેમિકાઓનું લિસ્ટ બહુ લાબું છે. સલમાન ખાનની ફિલ્મોની જેમ જ એમની પ્રેમ કહાનીઓ પણ હંમેશા ચર્ચામાં રહી અને રોજેરોજ એમની પ્રેમિકાઓની સંખ્યા પણ વધતી ગઈ. સલમાન ખાનનું નામ સંગીતા બીજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય, કેટરીના કેફ, ક્લોડિયા સિએસલા, જરીન ખાન, ડેઝી શાહ, એમી જેક્શન, સ્નેહા ઉલ્લાલ, યુલિયા વંતુર જેવી એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે પણ હજી સલ્લુ મિયાં તો કુંવારા જ છે

અક્ષય કુમાર.

image source

બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારીની પ્રેમ કહાનીઓ પણ એમની જેમ જ પ્રખ્યાત રહી છે. બોલીવુડની ઘણી અભિનેત્રીઓ સાથે પ્રેમાલાપ કરી ચુક્યા છે અક્ષય કુમાર. અક્ષય કુમારને ખેલાડી કુમાર પણ કહેવામાં આવે છે કારણ કે એક સમય એવો હતો જ્યારે એમની ખિલાડી સિરીઝની ફિલ્મો ખૂબ સફળ રહી હતી. ઇશ્કના મેદાનમાં ખેલાડી અક્ષય કુમારે ઘણા ચોક્કા છક્કા માર્યા છે. એવામાં કહેવામાં આવે છે કે અક્ષય કુમાર એક સાથે ત્રણ ત્રણ છોકરીઓના પ્રેમમાં હતા. હકીકતમાં તો અક્ષયની કેટલી પ્રેમિકાઓ હતી એ તો અક્ષય જ જાણે પણ બોલીવુડમાં એમનું નામ આયશા ઝૂલકા, પૂજા બત્રા, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, ટ્વીનકલ ખન્ના, પ્રિયંકા ચોપડા અને રેખા સાથે જોડાઈ ચુક્યા છે અને આખરે અક્ષયે ટ્વીનકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા.

રણબીર કપૂર.

image source

કપૂર ખાનદાનનો ચિરાગ અને બોલિવુડના ચોકલેટી બોય રણબીર કપૂર પણ કઈ ઓછા દિલફેંક આશિક નથી. રણબીર કપૂરનું નામ એમના કરિયરના શરૂઆતના સમયમાં દીપિકા પાદુકોણ સાથે જોડાયું હતું. દીપિકા સાથેના બ્રેકઅપ પછી રણબીરનું નામ કેટરીના કેફ અને નરગીસ ફકરી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. હાલ એ આલિયા ભટ્ટ સાથે પોતાના રીલેશનને લઈને સિરિયસ લાગી રહ્યા છે અને ખુશ પણ દેખાઈ રહ્યા છે.

દિલીપ કુમાર.

image source

બોલીવુડમાં દિલફેંક હીરોનો ઇતિહાસ ઘણો જૂનો છે. પહેલા પણ બોલીવુડમાં ઘણા દિલફેંક હીરો અને એમની પ્રેમ કહાનીઓ જાણીતી રહી છે. ટ્રેજડી કિંગ દિલીપ કુમાર પણ કઈ ઓછા દિલફેંક નહોતા. દિલીપ કુમારે બૉલીવુડ એક્ટ્રેસ કામિની કૌશલને પહેલી વાર પોતાનું દિલ આપ્યું. એ પછી દિલીપ કુમારને સુંદર મધુબાલા સાથે પ્રેમ થઈ ગયો, બંનેની સગાઈ પણ થઈ ચૂકી હતી પણ લગ્ન ન થઈ શક્યા. મધુબાલા પછી દિલીપ કુમારનું નામ વૈજંતીમાલા અને વહીદા રહેમાન સાથે પણ જોડાયું હતું પણ એમાંથી કોઈની પણ સાથે દિલીપ કુમારે લગ્ન ન કર્યા, લગ્ન તો એમને પોતાના કરતા અડધી ઉંમરની અભિનેત્રી સાયરા બાનો સાથે કર્યા.

રાજ કપૂર.

image source

શો મેન રાજ કપૂરનું નામ પણ દિલફેંક આશીકોના લિસ્ટમાં સામેલ છે. ખાસ વાત એ છે કે 19 વર્ષની ઉંમરમાં રાજ કપૂરે 16 વર્ષની કૃષ્ણા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી એમનું અને નરગીસનું અફેર ખૂબ ચર્ચામાં રહ્યું. બંને સાથે કામ કરતા કરતા એકબીજાને દિલ આપી બેઠા. રાજ કપૂરનું નામ વૈજંતીમાલા સાથે પણ જોડાયું હતું જેના કારણે એમની ગૃહસ્થી પર પણ અસર થઈ હતી પણ વિવાહિત રાજે આખરે ઘરે પાછું આવવું પડ્યું હતું.

દેવ આનંદ

image source

બોકીવુડના એવરગ્રીન સુપરસ્ટાર દેવ આનંદ પણ દિલફેંક હતા. દેવ આનંદે સુરૈયાને સાચો પ્રેમ કર્યો પણ સુરૈયાની નાની બંનેના સંબંધથી ખુશ નહોતી જેના કારણે એ સંબંધ ખતમ થઈ ગયો. સુરૈયા સાથે અલગ થયા પછી દેવ આનંદને એમની ફિલ્મની હિરોઇન કલ્પના કાર્તિક સાથે પ્રેમ થઈ ગયો પણ એ સંબંધ પણ વધુ સમય ન ટક્યો એ પછી દેવ આનંદનું નામ ઝીનત અમાન સાથે પણ જોડાયું પણ લગ્ન એમને કલ્પના કાર્તિક સાથે જ કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત