સંજય દત્તની પત્ની માન્યતાએ નાઇટ ડ્રેસ પહેરીને શેર કર્યો કંઇક આવો ફોટો, જે હાલમાં વાયુવેગે થઇ રહ્યો છે વાયરલ, શું તમે જોયો?

બોલીવુડ અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt)ની ત્રીજી પત્ની માન્યતા દત્ત (Manyata Dutt) બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દુર છે, પરંતુ માન્યતા દત્ત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ સક્રિય રહે છે. માન્યતા દત્ત મોટાભાગે પોતાના પતિ સંજય દત્ત અને બાળકોની સાથે ફોટો શેર કરતી રહે છે. તાજેતરમાં જ માન્યતા દત્તએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો શેર કર્યો છે જેમાં એમની સ્વીટ એન્ડ હૈપ્પી ફેમીલી જોવા મળી રહી છે. ચાલો જોઈએ આ સંજય દત્તના પરિવારની ખુબસુરત ફોટો.

image source

પહેલા સંજય દત્તની પર્સનલ લાઈફ પર એક નજર નાખીએ. અભિનેતા સંજય દત્તના પહેલા લગ્ન ઋચા શર્મા સાથે થયા હતા, જેમનું બ્રેન ટ્યુમરના કારણે મૃત્યુ થઈ ગયું હતું. સંજય દત્ત અને ઋચા શર્માની એક દીકરી પણ છે જેનું નામ ત્રિશલા છે. અભિનેતાના બીજા લગ્ન રિયા પિલ્લઈ સાથે થયા, રિયા પિલ્લઈ સાથે તલાક થઈ ગયા પછી અભિનેતા સંજય દત્તના ત્રીજા લગ્ન તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ માન્યતા દત્ત સાથે કર્યા છે. માન્યતા અને સંજયની ઉમરમાં ૨૧ વર્ષનું અંતર છે તેમ છતાં પણ બંનેની વચ્ચે બેશુમાર પ્રેમ જોવા મળી છે. લગ્નના બે વર્ષ પછી તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ દત્ત દંપત્તિએ પોતાના ઘરે જુડવા બાળકો શાહરાન દત્ત અને ઈકરા દત્તનું સ્વાગત કર્યું. માન્યતા દત્ત મોટાભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના બંને બાળકોના ખુબસુરત ફોટોસ શેર કરતી રહે છે.

image source

ચાલો જોઈએ હવે માન્યતા દત્ત દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ પોસ્ટને. ખરેખરમાં, માન્યતા દત્તએ તા. ૧૯ માર્ચ, ૨૦૨૧ના રોજ પોતાના ઓફીશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક ખુબસુરત ફોટો શેર કરી છે, જેમાં તે પોતાના નાનકડા પરિવારની સાથે જોવા મળી રહી છે. ફોટોમાં જોઈ શકાય છે કે, માન્યતા દત્તની સાથે તેમના લવિંગ હસબંડ સંજય દત્ત, લાડકી દીકરી ઈકરા દત્ત અને એક નજીકની મહિલા જોવા મળી રહી છે. આ દરમિયાન સંજય દત્તએ પોતાના પરિવારને હગ કર્યું છે. સંજય દત્તનો એક હાથ માન્યતા દત્તના ખભા પર છે અને બીજા હાથથી દીકરી ઈકરા દત્તને પકડી રાખી છે. આ અવસર પર એમના બંને કુતરા પણ જોવા મળી રહ્યા છે. લુકની વાત કરીએ તો માન્યતા દત્ત અને ઈકરા દત્ત પિંક કલરના નાઈટ વેરમાં જોવા મળી રહી છે અને સંજય દત્તએ બ્લેક કલરનું આઉટફિટ પહેર્યું છે. આ ફોટોની સાથે માન્યતાએ કેટલાક હાર્ટ ઈમોજી પણ લગાવ્યા છે.

sanjay and manyata dutt
image source

આની પહેલા તા. ૧ માર્ચ, ૨૦૨૧ના રોજ માન્યતા દત્તએ પોતાના પરિવારની ક્યુટ ફોટો શેર કરી હતી. આ ફોટોમાં સંજય દત્ત પોતાની પત્ની અને બંને બાળકોની સાથે શિપ પર બેઠેલા છે. એમની સામે ટેબલ રાખવામાં આવી છે. પરિવારના બધા સભ્યો હસતા મુખે કેમેરાની સામે પોઝ આપી રહ્યા છે. આ ફોટોને શેર કરતા માન્યતાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ધન્ય હૈ|| #love #grace #positivity #dutts #beautifullife #thankyougod|’ આની સાથે જ ઘણા બધા હાર્ટ ઈમોજી પણ બનાવ્યા હતા. સંજય દત્ત અને માન્યતા એકબીજાને સ્પેશીયલ ફિલ કરાવવાનો કોઈપણ અવસર જવા દેતા નથી. તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ બંનેએ પોતાની ૧૨મી વેડિંગ એનીવર્સરી સેલીબ્રેટ કરી હતી. આ અવસર પર માન્યતા અને સંજય દત્તએ એકબીજાને ખુબ જ ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. અભિનેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લવિંગ વાઈફની સાથે એક ખુબસુરત ફોટો શેર કરી હતી. આ ફોટોમાં કપલ બ્લેક ડ્રેસમાં ખુબ જ ખુબસુરત જોવા મળી રહ્યું છે. ફોટોમાં જ્યાં માન્યતા કેમેરાની સામે જોઈ રહી છે ત્યાં જ સંજય દત્ત પોતાની વાઈફને જોઈ રહ્યા છે. માન્યતા બ્લેક સદીમાં તો સંજય દત્ત બ્લેક કુર્તા અને પાયજામામાં ઘણા સરસ લાગી રહ્યા છે. આ ફોટો પર ફેંસએ ખુબ જ પ્રેમ લુટાવ્યો હતો.

image source

ત્યાં જ માન્યતાએ પોતાની મેરેજ એનીવર્સરી પર લગ્નની એક ખુબસુરત ફોટો શેર કરીને સ્પેશિયલ નોટ લખી હતી. આ ફોટોમાં જોઈ શકાય છે કે, સંજય દત્ત અને માન્યતા એકસાથે ઉભા છે અને બંનેના માથા પર એક માતાજીની ચુંદડી છે. આ દરમિયાન બંનેના ચહેરા પર પ્રેમાળ સ્માઈલ છે. માન્યતાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, ‘હજી એક વર્ષ અમે એકબીજાની સાથે અંધારા અને પ્રકાશની જેમ નિભાવ્યું છે…. મારી દુનિયાના બેસ્ટ સહારાને હેપ્પી એનીવર્સરી.’

manyata dutt
image source

હાલમાં માન્યતા દત્ત પોતાના બાળકોની સાથે દુબઈમાં રહે છે અને સંજય દત્ત પોતાની ફિલ્મોના કારણે ભારતમાં રહે છે. પરંતુ બંને વચ્ચે વચ્ચે એકબીજાને મળવા માટે સમય કઢી લેતા હોય છે. કેટલીકવાર માન્યતા ભારત આવી જાય છે તો ક્યારેક સંજય દત્ત પણ દુબઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *