શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાન થયો શર્ટલેસ, અને મિત્રો સાથે કરી જોરદાર મસ્તી, શું તમે જોઇ આ લેટેસ્ટ તસવીરો?

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે. આઈપીએલ ઓકશન દરમિયાન આર્યન ખાનના ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન આર્યન ખાન શર્ટલેસ અંદાજમાં જોવા મળ્યા છે. આર્યન ખાન પોતાના મિત્રોની સાથે એન્જોય કરતા નજર આવી રહ્યા છે.

image source

પૈપરાજીની દ્રષ્ટિ હંમેશાથી આર્યન ખાન પર હોય છે જો કે, તેઓ હંમેશા કેમેરાથી બચતા જોવા મળ્યા છે. આર્યન ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે કે નહી, એના વિષે તો હજી પણ ખબર પડી નથી પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આર્યન ખાનની ઘણી વધારે ફેન ફોલોઈંગ છે. સામે આવેલ ફોટોસમાં આર્યન ખાન પોતાના એક મિત્રની સાથે ચિલિંગ મૂડમાં જોવા મળ્યા છે. શર્ટલેસ અંદાજમાં આર્યન ખાનનો આ લુક જોતા જ બને છે. સમુદ્ર કિનારે આર્યન ખાન કોઈ બોટ નજર આવી રહ્યા છે. આર્યન ખાનની આ ફોટોસ પર શાહરૂખ ખાન અને આર્યન ખાનના ફેંસ ખુબ જ પ્રેમ લુટાવી રહ્યા છે.

આ ફોટોસને આર્યન ખાનના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan Fan (@__aryaank__)

આર્યન ખાન અત્યારે યુનીવર્સીટી ઓફ સાઉથ કૈલીફોર્નિયામાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ આર્યન ખાનની બહેન સુહાના ખાન ન્યુયોર્ક યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાનએ ખુલાસો કર્યો હતો કે, આર્યન ખાનનો ઈંટરેસ્ટ ફિલ્મ મેકિંગમાં છે અને તેઓ એક લેખક બનવા ઈચ્છે છે. આર્યન ખાનનો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવાનો કોઈ ઈરાદો છે નહી. ત્યાં જ સુહાના ખાન એક અભિનેત્રી બનવા ઈચ્છે છે.

આઈપીએલ ઓકશન દરમિયાન આર્યન ખાનના ફોટોસ થયા વાયરલ.

image source

આઈપીએલ ૨૦૨૧ના ઓકશન ગુરુવારના રોજ એટલે કે, તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૧માં થયું. આ આઈપીએલ ઓકશન
દરમિયાન શાહરૂખ ખાન અને જુહી ચાવલાની ટીમ કેકેઆરની બેટિંગ માટે બંને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સના બાળકો પહોચ્યા હતા. પિતા શાહરૂખ ખાનની ગેર- હાજરીમાં આર્યન ખાનએ શાહરૂખ ખાનની જગ્યા લઈ લીધી. આર્યન ખાનને આઈપીએલ ઓકશન ૨૦૨૧ દરમિયાન અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતા અને દીકરી જાહ્નવી મહેતા સાથે બેસેલ જોવા મળ્યા છે. બંનેએ નીલામી શરુ થતા પહેલાની બ્રીફિંગમાં ભાગ લીધો હતો. શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ઘણીવાર મિત્રોની સાથે કે પછી પરિવારની સાથે અને આઈપીએલની મેચ દરમિયાન ટીમનો જુસ્સો વધારતા સ્ટેડિયમમાં સ્પોટ કરવામાં આવ્યા છે. આમ આર્યન ખાનની પર પૈપરાજીની નજર હંમેશા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!