જુઓ તો ખરા આ Throwback Holi Videoમાં શાહરુખ, ગૌરી સહિત આ સેલેબ્સ કેવી કરી છે પાણી અને રંગોની મસ્તી

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરી ખાન અને ચંકી પાંડેનો એક હોળીના તહેવારનો વિડીયો યુટ્યુબ પર ખુબ જ જોવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, ત્રણેવને વારાફરતી પાણીથી ભરેલ ટેંકમાં નાખવામાં આવ્યા છે. આ બધાના અંતે ત્રણેવ ડાન્સ પણ કરતા જોવા મળે છે.

image source

આવતીકાલના રોજ આખા દેશમાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે પરંતુ હોળીના તહેવારને ઉજવવાની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દેવામાં આવી છે. સામાન્ય જનતાથી લઈને તમામ સેલેબ્સ, ટીવી અને બોલીવુડના સ્ટાર્સ પણ હોળીના તહેવારની ઉજવણી કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે. કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન આ બીજો સૌથી મોટો તહેવાર છે, જેની ઉજવણી આખા ભારત દેશમાં કરવામાં આવે છે. હોળીના તહેવારનું વાતાવરણને ધ્યાનમાં રાખતા યુટ્યુબ એપ પર એક વિડીયોને યુઝર્સ દ્વારા ખુબ જ જોવામાં આવી રહ્યો છે.

image source

આપને આ વિડીયોમાં અભિનેતા શાહરૂખ ખાન, ચંકી પાંડે, સતીશ કૌશિક અને ગૌરી ખાન જેવા કેટલાક બોલીવુડ સેલેબ્સ હોળી રમતા જોવા મળી રહ્યા છે. જો કે, આ વિડીયો ઘણો જુનો છે. આ વિડીયોમાં આપ ચંકી પાંડે, શાહરૂખ ખાન અને ગૌરી ખાન ઘણા યુવાન જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં બધા સેલેબ્સ હોળી પાર્ટીની મજા માણી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વિડીયોમાં બધા સેલેબ્સ એકબીજાને રંગ લગાવી રહ્યા છે અને બધાના ચહેરા પર ગલાલ લગાવવામાં આવ્યું છે.

image source

આ વિડીયોમાં આપ અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાન પણ હોળી રમી રહ્યા છે. આ વિડિયોનો શરુઆત ચંકી પાંડેથી થાય છે. ચંકી પાંડે કોઈને ગુલાલ લગાવીને ગળે મળી રહ્યા છે. આ વિડીયોમાં ચંકી પાંડેએ બનિયાન અને જીન્સ પહેર્યું છે. ત્યાર બાદ આ વિડીયોમાં અભિનેતા શાહરૂખ ખાન જોવા મળે છે. શાહરૂખ ખાનની સાથે ગૌરી ખાન પણ ઉભી રહેલ જોવા મળે છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ચહેરા પર અને શરીર પર ગુલાલ લાગેલ જોવા મળી રહ્યું છે. અભિનેતા શાહરૂખ ખાનએ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું છે જયારે ગૌરી ખાનએ ગોલ્ડન ટોપ અને બ્લેક સ્કર્ટ પહેરેલ જોવા મળે છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનને પાણીથી ભરેલ ટેંકમાં નાખે છે.

ત્યાર બાદ કેટલાક વ્યક્તિઓ અભિનેતા શાહરૂખ ખાનને લઈને જાય છે અને રંગ- બેરંગી પાણીથી ભરેલ ટેંકમાં નાખી ડે છે. ત્યાર બાદ શાહરૂખ ખાન પણ એમની પર પોતાના હાથથી પાણી ફેકતા જોવા મળે છે. ત્યાર બાદ તેઓ ગૌરી ખાનને પાણીના ટેંકમાં નાખવા માટે કહે છે અને ગૌરી ખાન જાતે જ પાણીના ટેંકમાં ઉતરી જાય છે. શાહરૂખ ખાન તો પણ ગૌરી ખાન ઉપર પાણી ફેકી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *