શાહરુખ-કાજોલથી લઇને આ સેલેબ્સની જોડીઓએ અનેક ફિલ્મો આપી છે હિટ, જેમાં નંબર 1 તો એકબીજાના પ્રેમમાં હતા પાગલ

એમાં કોઈ બેમત નથી કે બોલીવુડમાં ફિલ્મો પોતાની દમદાર વાર્તા અને એક્ટર્સની શાનદાર એક્ટિંગના દમ પર ચાલે છે. પણ ઘણીવાર ઓનસ્ક્રીન જોડીઓ વચ્ચે જબરજસ્ત કેમસ્ટ્રી પણ ફિલ્મોને હિટ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પડદા પર હીરો હિરોઇન વચ્ચે ગજબનું બોન્ડિંગ જો દર્શકોને ગમી જાય તો ફિલ્મ એમને વધુ ગમે છે.બોલીવુડમાં ઘણી એવી ઓનસ્ક્રીન જોડીઓ છે જેમને એકસાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જોડીઓને દર્શકોએ પણ ખૂબ જ પસંદ કરી છે અને એમને ઘણો પ્રેમ આપ્યો છે. તો ચાલો જાણી લઈએ એવી ટોપ 5 ઓનસ્ક્રીન જોડી વિશે જેમને એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો આપી છે.

અમિતાભ બચ્ચન અને રેખા

image source

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને રેખાની જોડી બોલીવુડની સદાબહાર જોડીઓમાંથી એક માનવામાં આવે છે. બંનેએ એકસાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં સિલસિલા, મિસ્ટર નટવરલાલ, ખૂન પસીના, દો અંજાને, સુહાગ જેવી ફિલ્મો સામેલ છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ ગમી હતી અને એમના અફેરની ખબરો પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી.

રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર

image source

બોલિવુડના દિગગજ અભિનેતા રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડીએ પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. બંનેએ અમર પ્રેમ, આરાધના જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી પણ બંને વચ્ચે લિંક અપની કોઈ ખબર સામે નથી આવી.

શાહરુખ ખાન અને કાજોલ

image source

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાન ને કાજોલે ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. શાહરુખ અને કાજોલે એકસાથે ફિલ્મ કુછ કુછ હોતા હે, દિલવાલે દુલહનિયા લે જાયેંગે, બાજીગર, કભી ખુશી કભી ગમ, અને દિલવાલે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એમની જોડીને લઈને લોકોમાં એટલો ક્રેઝ છે કે બંને આજે પણ કોઈ ફિલ્મમાં દેખાય તો ફેન્સ એમના દીવાના થઈ જાય છે

અનિલ કપૂર અને માધુરી દીક્ષિત

image source

અનિલ કપૂર અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની ઓનસ્ક્રીન જોડીને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. બંનેએ એકસાથે 17- 18 ફિલ્મોમાં કામ કર્યું જેમાં રામ લખન, બેટા, તેજાબ, પુકાર, ખેલ અને જમાઈ રાજા જેવી ફિલ્મો સામેલ છે. બંનેની દિવાનગીનો આલમ એવો હતો કે બંને જે ફિલ્મમાં સાથે દેખાય એ ફિલ્મ હિટ થઈ જતી હતી. છેલ્લી વાર બંનેની જોડી ફિલ્મ ટોટલ ધમાલમાં સાથે દેખાઈ હતી.

ગોવિંદા અને કરિશ્મા કપૂર

image source

બોલિવુડના હીરો નંબર વન કહેવતા ગોવિંદા અને કરિશ્મા કપૂરની જોડી પણ દર્શકોની ફેવરિટ જોડી હતી. બંનેએ એકથી લઈને એક ચડિયાતી ફિલ્મો આપી છે. એમની સુપરહિટ ફિલ્મોમાં કુલી નંબર વન, હીરો નંબર વન, રાજા બાબુ, હસીના માન જાયેગી અને ખુદદાર જેવી ફિલ્મો છે. દર્શકોને ગોવિંદા અને કરિશ્માનો ઓનસ્ક્રીન રોમાન્સ ખૂબ જ ગમતો હતો. આજે પણ ગોવિંદા અને કરિશ્માના ફેન્સ એમને જોઈને દીવાના થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *