Site icon News Gujarat

કરોડોનો છે શિલ્પા શેટ્ટીનો આલિશાન બંગલો, જોઈ લો ઘરનો એક એક ખૂણો, એમાં ખાસ જોજો ડાઇનિંગ ટેબલ

દિલ વાલો કે દિલ કા કરાર લૂંટને…આ ગીત ભલે કોઈને યાદ ન હોય પણ એ ગીતામાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં દેખાયેલી શિલ્પા શેટ્ટીને ભલા કોણ ભૂલી શકે. શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તો તમને જણાવી દઈએ કે શિલ્પાની લાઇફસ્ટાઇલ પણ એકદમ લકઝરીયસ છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલો આવે છે શિલ્પા શેટ્ટીનો આલિશાન બંગલો જેને જોઈને તમારી આંખો પહોળી થઇ જશે.

image source

શિલ્પા શેટ્ટીએ જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. આમ તો રાજ અને શિલ્પાના ઘણા બાંગ્લા છે પણ જે ઘરમાં એ રહે છે એ મુંબઈના જુહુમા આવેલો છે. આ ઘર શિલ્પાનું ફેવરિટ છે જેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ બંગલાના ફોટા જોઈને તમે સમજી જશો કે શિલ્પા કેટલી રોયલ લાઈફ જીવે છે.

l

image source

શિલ્પા શેટ્ટીએ જાતે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ હંમેશાથી જ સી ફેસિંગ ઘર ઈચ્છતી હતી. આ ઘર એમનું ડ્રિમ હાઉસ છે. શિલ્પા શેટ્ટીના આ ઘરનું નામ કિનારા છે. કિનારા સેલિબ્રિટીના ફેમસ ઘરોમાંથી એક છે. જોઈ લો શિલ્પા શેટ્ટીના રોયલ હાઉસ કિનારાના ફોટા અને આ ઘર વિશે રસપ્રદ વાતો.

શિલ્પા શેટ્ટીના બંગલાના ડિઝાઈનર.

image source

શિલ્પા અને રાજનું આ આલિશાન ઘર કિનારાને ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાને ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે. ઘણો એક એક ખૂણો ખૂબ જ સમજી વિચારીને તૈયાર કરવામાં આવ્યો છે.

શિલ્પાના બંગલામાં વાસ્તુનું ખાસ ધ્યાન.

image source

શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરમાં ફેંગશુઈ અને વાસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે. એમના ઘરની અંદર જેટલા પણ રૂમ છે, મંદિર તેમજ કિચન બધું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ બનાવવામાં આવ્યું છે.

સોફા અને બીજુ ડેકોરેશન.

શિલ્પા શેટ્ટીએ ઘણા પ્રકારના સોફા પોતાના ઘરમાં રાખ્યા છે. સાથે સાથે ડેકોરેશન માટે પેઇન્ટિંગ, મૂર્તિ અને બીજી કેટલીક આકર્ષક વસ્તુઓ મૂકી છે.

શિલ્પા શેટ્ટીનો બેડરૂમ.

શિલ્પા શેટ્ટીનો પોતાનો રૂમ ઘણો મોટો અને સુંદર છે. અહીંયા સુંદર શેતરંજી અને પેઇન્ટનું કોમ્બિનેશન જોવા મળે છે.

જબરદસ્ત છે ગાર્ડન.

image source

શિલ્પા શેટ્ટીના ઘરની આગળ એક મોટો ગાર્ડ છે. જ્યાં જાત જાતના ફૂલ છોડ અને હરિયાળીમાં બેસવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

શાહી ડાઇનિંગ ટેબલ.

આ ડાઇનિંગ ટેબલને જોઈને તમને રાજા મહારાજાઓના શાહી ઠાઠ યાદ આવી જશે. પણ શિલ્પા શેટ્ટીના ઘરમાં ખૂબ જ મોટું ડાઇનિંગ ટેબલ છે જ્યાં પરિવારના સભ્યો બેસીને જમે છે.

એન્ટિક વસ્તુઓનો ખૂબ જ શોખ છે શિલ્પાને.

image source

શિલ્પા શેટ્ટીના ઘરમાં ઘણા પ્રકારની ડિઝાઈનર પેઇન્ટિંગ, એન્ટિક શો પીસથી લઈને ડેકોરેશનનો બધો જ સમાન છે. એનાથી એમનું ઘર ખૂબ જ સુંદર લાગે છે.

લંડનમાં છે રાજ મહેલ.

image source

દર વર્ષે શિલ્પા શેટ્ટીના જન્મદિવસ અને એનિવર્સરી પર રાજ કુન્દ્રા મોંઘા ગિફ્ટ આપે છે. એકવાર લંડનમાં કરોડો રૂપિયાનું એક ઘર ગિફ્ટમાં આપ્યું હતું જેનું નામ રાજ મહેલ છે.

બુર્જ ખલીફમાં પણ છે આલિશાન ઘર .

image source

શિલ્પા શેટ્ટીને રાજ કુન્દ્રાએ એનિવર્સરી પર બુર્જ ખલીફમાં આલિશાન ઘર ગિફ્ટ કર્યું હતું. શિલ્પા અને રાજનું દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફમાં 19માં માળે પણ એક ઘર છે. રાજ કુન્દ્રા મુંબઈ, લંડન, બુર્જ ખલીફા સિવાય નોએડા અને બીજી ઘણી જગ્યાએ ઘર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version