સુશાંતના દરેક ફેન્સ માટે ખાસ છે આ માહિતી, જે જાણીને તમને પણ આજે સુશાંત પર થશે ગર્વ

બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે ન હોય પણ એમની યાદો અને એમની વાતો આજે પણ લોકોના દિલ દિમાગમાં એકદમ તાજી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલી કોઈપણ ખબર આવે તો એમના ફેન્સ ખુશીમાં ઝૂમી ઉઠે છે અને હવે ખબર છે કે સુશાંત સિંહ રાજપૂતનો ફોટો બંગાળી સ્કૂલની ટેક્સ્ટ બુકમાં સામેલ કરવામાં આવે છે. આ ફોટો સુશાંત સિંહ રાજપૂતની સિરિયલ પવિત્ર રિશ્તામાંથી લેવામાં આવ્યો છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના આ ફોટાનો ઉપયોગ બાળકોને પરિવારની કિંમત જણાવવા માટે કરવામાં આવ્યો છે. એમાં સુશાંત સિંહ રાજપુતને એક પિતાના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની મિત્ર સ્મિતા પારીખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી આ ફોટો શેર કર્યો છે.

image source

સ્મિત પારીખે ફોટો શેર કરીને સાથે લખ્યું છે કે અન્ય એક પ્રાઇમરી બાંગ્લા બુકે ફેમીલી અને ફાધર ફિગર સમજાવવા માટે આપણા પ્યારા સુશાંત સિંહ રાજપૂતનું ફોટો પબ્લિશ કર્યો છે. મને ગર્વ છે. એનાથી ચોખ્ખું દેખાય છે કે આપણું એજ્યુકેશન બોર્ડ પણ એમને સૌથી સારા માને છે.

image source

સુશાંત સિંહ રાજપૂતનું ફોટો પુસ્તકમાં જોઈને એમના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. ટ્વીટર પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે ખૂબ જ સુંદર. માનવ છે જ એવો કે એ માનવતાની ઓળખ બની ગયો છે.” અન્ય એક યુઝરે લખ્યું છે કે “વાહ હું બસ એમને જોઈ રહી છું. એ પરફેક્ટ પિતા જેવા લાગી રહ્યા છે. એમની ફિલ્મ છીછોરે ને યાદ કરો. એમાં એમને જોઈને હું ખૂબ જ રડી હતી” એપહેલ સુશાંત સિંહ રાજપૂતનો ફોટો બાંગ્લાની પ્રાઇમરી ક્લાસના સાયન્સની ટેક્સ્ટ બુકમાં ઉપયોગમાં લેવાઇ ચુક્યો છે. એ બુકમાં સુશાંત સિંહ રાજપૂતના ફોટાનો ઉપયોગ માણસ અને જાનવર વચ્ચેનો ફરક સમજાવવા માટે કરવામાં આવ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળ્યા હતા.એના લગભગ દોઢ મહિના પછી એમના પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી અને એમના પરિવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી એમના પિતાએ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર દીકરાને આત્મહત્યા માટે ઉત્તેજિત કરવા અને એમના ખાતામાંથી પૈસા કાઢી લેવાનો આરોપ લગાવ્યો જતો. એ પછી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ કેસની તપાસ હજી પણ ચાલુ જ છે.