અધૂરી રહી ગઈ સુશાંત સિંહ રાજપૂતની આ ઈચ્છા, પ્રતીક બબ્બરે ખુલાસો કરતા કહ્યું કે…

બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની એક વર્ષ થવાનું છે. સુશાંત સિંહ રાજપુતે બહુ ઓછા સમયમાં જ લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. ફેન્સ હજી પણ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયા પર શેર કરીને એમને યાદ કરતા રહે છે.

image source

હાલમાં જ અભિનેતા પ્રતીક બબ્બરે સુશાંત સિંહ રાજપૂતની અધૂરી ઈચ્છા ખુલાસો કર્યો છે. પ્રતીક બબ્બરે ફિલ્મ છીછોરેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. પ્રતિકે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ મળતાવડા વ્યક્તિ હતા પણ ક્યારેક ક્યારેક એવું થતું હતું કે એ પોતાની જ અલગ દુનિયામાં જતા રહેતા હતા.

image source

એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રતિકે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ મિલનસાર હતા પણ ક્યારેક ક્યારે એ પોતાની એક અલગ જ દુનિયામાં જતા રહેતા હતા. એમની પોતાની એક અલગ અને ખાસ દુનિયા હતી જે એમને બીજા બૉલીવુડ સ્ટાર્સની વચ્ચે અસમાન્ય બનાવતી હતી.

image source

એમને આગળ કહ્યું કે મને સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરવાનો મોકો મળ્યો એ મારા માટે ખૂબ જ ખુશીની વાત છે. ઘનિવાસ સુશાંત સિંહ સાથે મારી મુલાકાત ઇવેન્ટ્સ અને જીમમાં થતી હતી. દરેક મુલાકાતમાં મને એમની અંદર એક અલગ જ દેખાતી હતી. ફિલ્મ છીછોરેની શૂટિંગ દરમિયાન અમારી મિત્રતા થઈ.

image source

પ્રતિકે કહ્યું કે આમ તો સુશાંત સિંહ રાજપૂત બધા સાથે ખૂબ જ જોશથી મળતા હતા પણ એ પણ સત્ય છે કે ક્યારેક ક્યારેક એ બધાની અલગ રહેવાનું પસંદ કરતાં હતાં. એમની સ્ટાર્સની અલગ દુનિયા હતી, એ ક્વોન્ટમ ફિઝિક્સ, ગ્રહો, સ્ટાર્સ અને સાયન્સ વિશે ઘણી વાતો કરતા રહેતા હતા. ઘણીવાર તો એમની વાતો સાંભળીને હું દંગ રહી જતો હતો.

image source

પ્રતિકે સુશાંત સિંહ રાજપૂતની એક અધૂરી ઈચ્છા વિશે જણાવ્યું કે સુશાંત સિંહ રાજપુતે એમને જણાવ્યું હતું કે એ એન્ટારકટીકા જવા માંગતા હતા અને ફિલ્મ છીછોરેની શૂટિંગ પછી એ ત્યાં જવાના પણ હતા. સુશાંત સિંહ રાજપૂત ખૂબ જ અલગ વ્યક્તિ હતા અને જિંદગીમાં એમની પ્રાથમિકતા અલગ હતી.

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ એમના મુંબઈમાં આવેલા ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે એમની તપાસમાં આને આત્મહત્યાનો મુદ્દો જણાવ્યો હતો. એ પછી આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તો સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા પછી એનસીબી પણ આ તપાસમાં જોડાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *