આ કપરાં કાળમાં સિંગાપોર બન્યું સૌથી સુરક્ષિત રહેઠાણ, ભારત-ચીન-મલેશિયા અને ઈન્ડોનેશિયાના ધનવાન પહોંચી ગયા

હાલમાં કોરોનામાં કયુ સ્થળ સુરક્ષિત છે એ વિશે કઈ જ કહી શકાતું નથી. કારણ કે ગમે ત્યાં કોરોના ઘુસી રહ્યો છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે એક એવો પણ સવાલ છે કે કઈ જગ્યા સૌથી વધારે સુરક્ષિત છે, કયો દેશ સૌથી વધારે સુરક્ષિત છે. તો હવે કદાચ એનો જવાબ આ સર્વેમાં મળી ગયો છે. જો એક કહાનીથી વાતની શરૂઆત કરવામાં આવે તો બન્યું એવું કે જ્યારે સિંગાપોરના કારડીલર કિથ ઓએ ફેસબુક પર મેસેજ જોયો કે ચીનની એક વ્યક્તિએ 4.65 કરોડ રૂપિયાની બેન્ટલે કારનો ઓર્ડર આપ્યો છે તો તેને વિશ્વાસ બેઠો નહીં. તે વ્યક્તિએ માત્ર કિંમત અને ડિલિવરી અંગે પૂછ્યું હતું.

image source

આગળ વાત કરતાં કિથ કહે છે કે મારા માટે આ લાખો ડોલરની વાત હતી. પણ તેના માટે કશું જ નહોતું. સિંગાપોર માટે આ પ્રકારની ડીલ તદ્દન નવો ટ્રેન્ડ બની ગયો છે અને હતો એવું પણ કહીએ તો જરાય ખોટું નથી. એક વર્ષમાં વિદેશી ગ્રાહકોમાં પ્રીમિયમ સેગમેન્ટની કારનું વેચાણ 60 ટકા સુધી વધી ગયું છે. 2021 પ્રથમ 4 મહિનામાં બેન્ટલે, રોયલ્સ રોય્સ અને મર્સિડિઝની 1300 કાર વેચાઈ ગઈ એવા પણ અહેવાલ મળી રહ્યા છે. 57 લાખની વસતી ધરાવતા દેશમાં આ આંકડો ચોંકાવનારો કહી શકાય.

image source

એક એહવાલ સામે આવ્યો છે એના પ્રમાણે જો વાત કરીએ તો ખરીદદારોમાં મોટાભાગના ચીન, ભારત, ઈન્ડોનેશિયા અને મલેશિયાના સુપરરિચ છે. આ ઉપરાંત સેલેટર એરપોર્ટ પર હેંગર સ્પેસની માંગ પણ અભૂતપૂર્વ વધી છે. આ વિશે વાત કરતાં એક પ્રાઈવેટ જેટના પાઈલટે કહ્યું કે એરટ્રાફિક કડક થવાથી લોકો ખાનગી જેટ દ્વારા અહીં આવી રહ્યા છે. આગામી સપ્તાહે કોમર્શિયલ ફ્લાઈટ શરૂ થશે તો થોડું હળવું બની જશે એવા પણ એંધાણ દેખાઈ રહ્યાં છે. કોરોનાએ દક્ષિણપૂર્વ એશિયા પર ભારે અસર કરી છે.

image source

તેમજ ઈકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મેથ્યુ લી કહે છે કે સરળ એર ટ્રાવેલ, મા-બાપ માટે લાંબા સમયની પરમિટ, સસ્તી બિઝનેસ લોન અને ઓછી સ્ટેમ્પ ડ્યૂટીને કારણે શ્રીમંતો આકર્ષાઈ રહ્યા છે. તમારી પાસે 500 કરોડની સંપત્તિ છે અને વેપારમાં 14 કરોડનું રોકાણ કરો તો તરત નાગરિકત્વ મળી જાય છે. અહીં કોરોના કેસ પણ ઓછા છે. 30 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ચૂકી છે. હાલમાં માહોલ એવો છે કે હોંગકોંગમાં રાજકીય ઊથલપાથલ મચી ગઈ છે. આ કારણે સિંગાપોર શ્રીમંતો અને તેના પરિવારો માટે સુરક્ષિત રહેઠાણ બનીને ઉભરી આવ્યું છે.

image source

અહીંની પ્રાઈવેટ વેલ્ટ મેનેજમેન્ટ કંપની યુનિયન બેંકેયર પ્રીવીના સ્ટિફન રેપ્કો આ વિશે વાત કરે છે કે છેલ્લા એક વર્ષથી અનેક વિદેશી ગ્રાહક સિંગાપોરમાં વસી ગયા છે. હજુ પણ ઘણા લાઈનમાં છે. આ દરમિયાન સિંગલ ફેમિલી ઓફિસની સંખ્યા બમણી થઈને 400 સુધી પહોંચી ગઈ છે. ગૂગલના સર્ગેઈ બ્રિન અને ચીનના હેડિલાઓના શુપિંગે પણ કંપની શરૂ કરી છે. પ્રોપર્ટીના ભાવ 2018 પછી ટોચની સપાટીએ છે. યુબીએસ જેવી વૈશ્વિક બેન્ક વિસ્તરણ કરી રહી છે. આ અરસામાં વાત કરતાં સ્માઈલ ગ્રૂપના ફાઉન્ડર હરીશ બહલ કહે છે કે એક વર્ષમાં ભારત, અમેરિકા સહિત દુનિયાભરના અબજોપતિ સિંગાપુર આવ્યા છે. ઘણા વાલી બાળકોને કોરોનાથી સુરક્ષિત રાખવા અહીં રોકાયા છે એવું પણ સામે આવી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *