વૃક્ષો ઉખાડી નાંખે એવો પવન પણ ન સ્પર્શી શક્યો દ્વારકાધીશની ધજાને, જ્યારે ‘તાઉ-તે’ની તારાજીની ઉણી આંચ પણ ન આવી સોમનાથ મંદિરને

કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આ વાત તાઉતે વાવાઝોડાના સમયમાં સાચી સાબિત થઈ છે. જે વાવાઝોડું ભારે તબાહી સર્જી દેશે તેવી આગાહી હતી તે વાવાઝોડું સોમનાથ દાદા અને દ્વારકાધીશ સામે વાવાઝોડાની તાકાત પણ કંઈ કરી શકી નહીં.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે દીવને ટકરાયા બાદ આ વાવાઝોડું જ્યાંથી પસાર થયું ત્યાં તબાહી સર્જી દીધી હતી. રસ્તામાં જે આવ્યું તે નેસ્તોનાબૂદ થઈ ગયું હતું. વાવાઝોડાના કારણે જૂનાગઢ, ઉના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. પરંતુ સોમનાથ મહાદેવના મંદિરે એક પથ્થર પણ હલ્યો નથી. આ મંદિરને જરા પણ અસર વાવાઝોડાની થઈ નથી.

image source

વાવાઝોડાના કારણે સૌથી વધુ પ્રભાવિત ગીર સોમનાથ જિલ્લો જ થયો હતો. અહીં વિજપુરવઠો ખોરવાયો હતો. અનેક ગામો સંપર્ક વિહોળા થયા હતા, ઠેર ઠેર રસ્તાઓ બંધ થયા હતા. આ સાથે જ દરિયો પણ ગાંડોતૂર બન્યો હતો. પરંતુ દરિયાની સાવ નજીક આવેલા સોમનાથ મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નથી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને પણ નુકસાની થઈ નથી.

image source

આવો જ ચમત્કાર જોવા મળ્યો ગોમતી ઘાટે બિરાજતા દ્વારકાધીશની ધરતી પર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાઉતે વાવાઝોડુ ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જ્યાર બાદ સુપ્રસિધ્ધ યાત્રાધામ જગતમંદિર દ્વારકા ખાતે શિખર પર ફરકાવવામાં આવતી બાવન ગજની ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી. સોમવારથી જ ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી અને દ્વારકાધીશની લીલા પણ જુઓ કે દ્વારકાના મંદિરને કોઈપણ નુકસાની થઈ નથી.

image source

દ્વારકાની આ બાવન ગજની ધજાનું અનેરું મહત્વ છે. અહીં રોજ એટલા ભક્તો ધજા ચઢાવે છે કે સામાન્ય દિવસોમાં દરરોજ જુદા જુદા સમયે પાંચ ધ્વજા દ્વારકાધીશ મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ સંકટમાંથી દ્વારકા અને લોકો હેમખેમ પાર ઉતરે અને વાવાઝોડાની અસર ઓછી થાય તે માટે ધ્વજાને અડધી કાઠીએ ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દ્વારકાધીશ મંદિરની ધ્વજા ગઈકાલથી અડધી કાઠીએ ફરકી રહી છે અને ચમત્કાર કહો કે બીજું કંઈ વાવાઝોડાની ઊણી આંચ પર આવી નહીં. હવે પરિસ્થિતિ પૂર્વવત થયા બાદ દ્વારકાધીશજીની ધ્વજા ફરીથી પુરી કાઠીએ ફરકાવવામાં આવશે.

image source

ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરને કોઈપણ જાતનું નુકસાન થવા પામ્યું નથી. સાક્ષાત બિરાજતા મહાદેવ અને દ્વારકાધીશ સામે વાવાઝોડાની શક્તિ પણ નબળી પડી ગઈ હતી. જોવા જેવી વાત તો એ છે કે જે પવનના કારણે રસ્તા પર વૃક્ષો અને થાંભલા ઉખડી ગયા તે તીવ્ર પવન બંને મંદિરની ધજાને પણ નુકસાન પહોંચાડી શક્યો નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *