હવે માત્ર 11 હજાર રૂપિયા ભરો અને સોમનાથ મંદિરના પટાંગણમાં આ ખાસ વિધીથી કરો લગ્ન! જાણો બીજી માહિતી

વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગો દરમિયાન કરવામાં આવતા ખર્ચ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પરવડી શકે તેમ છે નહી. ત્યાં  અત્યારની યુવા પેઢીમાં વેડિંગ ડેસ્ટીનેશનનો ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે. એમાં પણ યુવાનો દ્વારા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોએ લગ્ન પ્રસંગોનું આયોજન કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે વર્તમાન સમય અને ચલણને ધ્યાનમાં રાખતા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે રાહતરૂપે આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

સોમનાથ મંદિરના આ નિર્ણય વિષે જાણકારી આપતા સોમનાથ મંદિરના ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોમનાથ સાનિધ્યએ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વિશાળ લગ્ન મંડપ હોલની સાથે આધુનિક ટુરિસ્ટ ફેસેલીટી કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે.

image source

જેમાં કોઈપણ વ્યક્તિ પોતાનો લગ્ન પ્રસંગ ઉજવી શકે તે મુજબનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આપે પોતાના લગ્ન પ્રસંગને ઉજવવા માટે ૧૧ હજાર રૂપિયા ભરવાના રહેશે એટલે કે, ટ્રસ્ટ તરફથી વેદોક્ત પુરાણોક્ત પદ્ધતિથી લગ્ન વિધિ કરાવવામાં આવશે.

image source

સોમનાથ મંદિરના પ્રાંગણમાં લગ્ન વિધિ માટે સુસજ્જિત મોર્ડન મેરેજ હોલ, સ્ટેજ, ચોરી, મહારાજા ખુરશી, લગ્નવિધિ માટેની તમામ સામગ્રી, બ્રાહ્મણ, મહેમાનોના બેસવા માટે ખુરશીની વ્યવસ્થા, હાર- તોરણ, લગ્નછાબ, ૫૦ ફોટોગ્રાફ્સ અને લગ્નની તમામ વિધિની સીડી, સંસ્થા તરફથી પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર- વધુ માટે ફૂલહાર, ૨૫૦ ગ્રામ મીઠાઈ, ખેસ, આંતરપટ સહિત અન્ય સુવિધાઓ પણ સોમનાથ મંદિર દ્વારા વર- વધૂને આપવામાં આવી શકે છે. આની સાથે જ સોમનાથ મંદિરના ટ્રસ્ટ તરફથી પાલિકાનું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવશે. સોમનાથ મંદિરમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવી દીધા બાદ આવનાર દિવસોમાં સોમનાથ યાત્રાધામ સોમનાથ વેડિંગ ડેસ્ટીનેશન તરીકે પણ પ્રસિદ્ધ થઈ શકે છે.

image source

સોમનાથ યાત્રાધામમાં દેશ- વિદેશમાં રહેતા લોકો હવેથી જગપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં માત્ર ૧૧ હજાર રૂપિયા ભરીને વેદોક્ત પુરાણોક્ત રીતે લગ્ન વિધિ કરવામાં આવશે. આ લગ્ન વિધિ માટે આવશ્યક હોલ, મંડપ જેવી તમામ જરૂરી સુવિધા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સોમનાથ યાત્રાધામમાં આવેલ સોમનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં લગ્નને સંબધિત સુવિધા ઉપલબ્ધ કરાવવાના લીધે સોમનાથ યાત્રાધામ આવનાર સમયમાં ડેસ્ટીનેશન વેડિંગ તરીકે પ્રસિદ્ધ થઈ શકે છે. આ સાથે જ નવદંપતીને ભગવાન મહાદેવના સાનિધ્યમાં પોતાના નવા જીવનની શરુઆત કરવાનો અવસર પ્રાપ્ત કરીને નવજીવનમાં પગલા પાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *