બાળકોના પેટમાં કીડા બની ગયા છે તો તમના ડાયટમાં આ ચીજોને કરી લો સામેલ, મળશે રાહત

પેટમાં કીડા થવા એ સમસ્યા હવે સામાન્ બની છે. ખાસ કરીને બાળકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ તો આ મુશ્કેલીમાં સમસ્યા વધી જાય છે. આ કારણે બાળકોને ભૂખ ન લાગવી, વજન ઘટવું, ગ્રોથ ન થવો, ઉદાસ રહેવું, કોઈ કામમાં મન ન લાગવું, ચિડિયાપણું, તાવ અને પેટ દર્દની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમારા બાળકના પેટમાં કીડાની તકલીફ છે તો તમે તેને દૂર કરવા માટે તેના ડાયટમાં કેટલીક ચીજોને સામેલ કરી શકો છો.

image source

પેટમાં કીડાની તકલીફ દૂર કરવા માટે બાળકોના ડાયટમાં ટામેટા સામેલ કરો. કાચા ટામેટા કાપીને તેની પર સિંધવ મીઠું લગાવો અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને બાળકોને ખવડાવી લો.

લવિંગ કે તેનું પાણી

image source

આ તકલીફને દૂર કરવા માટે તમે બાળકોને લવિંગ ખવડાવો કે પછી તેને 5-6 કલાક પામીમાં પલાળો અને પછી તે પાણી બાળકને પીવડાવો.

જીરુ અને ગોળ

image source

જીરા અને ગોળનું સેવન પણ પેટમાં કીડાની સમસ્યાને દૂર કરે છે. જીરાને શેકીને તેને બારીક પીસીને પાવડર બનાવી લો. તેમાં થોડો ગોળ મિક્સ કરો અને તેની ગોળી બનાવીને બાળકોને સવાર સાંજ આપો.

લસણ કે તેની ચટણી

image source

જો બાળકના પેટમાં કીડાની સમસ્યા છે તો તેને દૂર કરવા તમે તેને કાચું લસણ આપો. તે લસણ ન ખાય તો તમે સિંધવ મીઠાની મદદથી લસણની ચટણી બનાવો અને તેના ડાયટમાં તેને સવાર સાંજ આપી શકો છો.

અજમો અને ગોળ

બાળકને અડધો ગ્રામ અજમો દિવસમાં 2 વાર આપો. બાળક તે ન ખાય તો તેને અજમો પીસીને તેનો પાવડર અને તેમાં ગોળ ઉમેરીને ગોળી બનાવીને ખવડાવી લો.

દાડમના છોતરા

image source

દાડમના છોતરા પણ આ સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરે છે. આ માટે તમે તેને સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને અડધી ચમચી સવારે અને સાંજે બાળકોને ખવડાવી લો. રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *