સુરતનો નન્હે ઉત્સાદ: આઈસોલેશન વોર્ડમાં જઈને 13 વર્ષનો ભવ્ય દર્દીઓને મ્યુઝિક થેરાપીથી કરી દે છે ખુશ-ખુશ

કોરોનાની આ બીજી લહેરમાં લગભગ દરેક ઘરમાં કોરોના પહોંચી ચુક્યો છે. કોરોનાએ અનેક લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે લોકો રોગથી નહીં પરંતુ હવે માનસિક રીતે હારી જાય છે. કોરોના થયા બાદ મોતના ભયથી આત્મહત્યા કરવા જેવું પગલું પણ ભરી લેતા હોય છે. કોરોના રોગનો ડર જ એવો છે કે જે વ્યક્તિને માનસિક રીતે હતાશ કરી દે છે. તેવામાં સુરતનો એક 13 વર્ષનો બાળક કોરોનાની દર્દીઓની નિરાશા દૂર કરી તેમને તરોતાજા કરી રહ્યો છે.

અલગ અલગ પ્રકારના મ્યૂઝિક વગાડીને દર્દીઓને ખુશ કરવા પ્રયાસ કરે છે.
image source

કોરોનાના દર્દીઓ પાસે સ્વજન પણ જતા ડરે છે તેવામાં આરોગ્યકર્મી સતત તેમની પાસે રહી તેમનો જીવ બચાવવા પ્રયત્નો કરે છે. આવી જ રીતે સુરતનો 13 વર્ષનો ભવ્ય પણ કોરોનાના દર્દીઓને અનોખી રીતે સ્વસ્થ કરવાનું કામ કરી રહ્યો છે. ભવ્ય સંગીતની મદદથી દર્દીઓને તરોતાજા કરી દે છે. સુરતનો આ છોટે ઉસ્તાદ કોરોનાની સારવાર લેતા અને તેઓ બચી જાશે કે નહીં તેની ચિંતા કરતાં દર્દીઓ સામે બેસી અને તેમને સંગીત સંભળાવે છે. જો કે ભવ્ય કોરોના વોર્ડમાં જતા પહેલા દરેક નિયમનું પાલન કરે છે.

image source

13 વર્ષનો ભવ્ય નાની ઉંમરમાં સમજી ગયો છે કે કોરોનાની સારવાર લેતા દર્દીઓ માટે દવાની સાથે સકારાત્મકતા પણ જરૂરી છે. હવે સ્થિતિ એવી થાય છે કે ભવ્યની ધૂન સાંભળી દુખી થયેલા દર્દી પણ ખુશખુશાલ થઈ જાય છે. નિરાશ થયેલા દર્દીઓનું મનોરંજન કરવા ભવ્ય કોરોના વોર્ડમાં પીપીઈ કીટ પહેરી અને જાય છે. તે પોતાની ધૂન પર દર્દીઓને ઝુમતા કરી દે છે.

ભવ્યએ જણાવ્યું કે, દર્દીઓને મનોરંજન મળે તે હેતુથી સંગીત પીરસે છે.
image source

ભવ્ય સુરતના અડાણજ વિસ્તારનો રહેવાસી છે. તે પોતે કોરોના વોર્ડમાં જતા પહેલા કોઈપણ જાતનો ભય રાખતો નથી. ભવ્યના આ પ્રયત્નોને ડોક્ટરે પણ વધાવી લીધા છે.

ભવ્ય જ્યારે ગરબાની ધૂન વગાડે છે ત્યારે દર્દીઓ ગરબે ઘુમવા લાગે છે. ભવ્ય અલગ અલગ સંગીત વાદ્યો વગાડે છે. તે ઓક્ટોપેડ, તબલા સહિતના વાદ્ય વગાડે છે. તેના સંગીતથી દર્દી સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે. ભવ્યને સંગીત કુદરતી રીતે મળ્યું છે. આ કુદરતી કળાનો ઉપયોગ હવે તે દર્દીઓને સ્વસ્થ કરવામાં કરી રહ્યો છે.

image source

ભવ્ય 13 વર્ષનો છે પરંતુ તેની સમજણથી તે જે કામ કરે છે તેને ડોક્ટરોએ જ નહીં પરંતુ દર્દીના સગાઓએ પણ વધાવી લીધું છે. ભવ્યના આ મ્યુઝીક થેરાપીથી દર્દીને સારવાર આપવાના પ્રયત્નને જ્યારે સૌ વખાણી રહ્યા છે ત્યારે ભવ્ય આ વાત વિશે કહે છે કે તે કોઈના દર્દને દુર કરવામાં મદદરૂપ બની રહ્યો છે તે વાત તેના માટે સૌભાગ્યની છે. દર્દી જો તેના સંગીતથી માનસિક તાણમાંથી મુક્ત થાય છે તો તે તેના માટે સૌથી મોટી ભેટ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!