Site icon News Gujarat

સુરતમાં ભાજપના ધો.5 પાસ ધારાસભ્ય આવ્યાં વિવાદમાં, કોરોના દર્દીને આપ્યુ ઇન્જેક્શન

સુરતના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં સરથાણા વિસ્તારમાં આવેલા કોવિડ કેર સેન્ટરના આઇસોલેશન સેન્ટરમાં દર્દીને જાતે રેમડેસિવિરનું ઇન્જેક્શન આપી રહ્યા છે. હવે આ વીડિયો પરથી એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપના નેતાઓ માટે કોરોના દર્દી મજાક સમાન છે.

image source

તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયોમાં દર્દીને ઇન્જેક્શન આપતા વી.ડી.ઝાલાવાડિયા ધોરણ 5 સુધીનો જ અભ્યાસ કર્યો છે અને એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. સુરતના સરથાણા વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા આઇસોલેશન સેન્ટર છેલ્લા ચાર-પાંચ દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને જાતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. આઇસોલેશન સેન્ટર પર તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેઓ પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે.

image source

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે વી.ડી. ઝાલાવાડિયા ઇન્જેક્શન સલાઈનમાં નાખે છે. ત્યારે તેમની આસપાસના તેમના સમર્થકો જે રીતે ઉભા ઉભા હસી રહ્યા છે તે જોતા એવું લાગે છે કે જાણે તેમના માટે બધું જ જાણે મજાકના ભાગ સમાન છે. એક ધારાસભ્ય તરીકે હસતા હસતા જાણે મજાક ઉડાવતા હોય તેમ રેમડેસિવિર જેવા ઇન્જેક્શન દર્દીને આપવું એ કેટલું જોખમી છે. તેની જાણે તેમને કોઈ જ પડી નથી એ પ્રકારનું વર્તન તેમણે કર્યું છે.

image source

ભારતીય જનતા પાર્ટીના નેતાનું અત્યાર સુધીનું વર્તન કોરોનાકાળના આ સમયમાં અમુક કામગીરીને બાદ કરતાં ખૂબ જ બેદરકારી ભર્યું રહ્યું છે તે પછી જાહેર સભાઓ હોય રેલીઓ હોય કે આઇસોલેશન સેન્ટરના ઉદ્ઘાટનમાં ટોળે ટોળા એકત્રિત કરવાની વાત હોય.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો વાઇરલ થયેલા વીડિયોને જોઈને લોકો તેમની ટીકા કરી રહ્યા છે. પણ ભાજપ આ સમગ્ર ઘટનાક્રમને ખૂબ હળવાશથી લઇ રહી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સેન્ટરમાં દર્દીઓને આપવામાં આવતી સારવાર તેમના માટે માત્રને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવા જેવી છે.

જ્યારે આ અંગે વી.ડી. ઝાલાવાડિયા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને સ્વિકાર્યું હતું કે, કામરેજ વિધાનસભા બેઠકના વિસ્તારમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં 2 દિવસ પહેલાનો આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં પોતે રેમડેસિવિર ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે

.તેમણે આગળ કહ્યું કે, ઇન્જેકશન આપવામાં કંઈ ખોટું નથી. મને ડોક્ટરે કહ્યું કે, તમે ઇન્જેક્શન આપી દો, એટલા માટે મે ઇન્જેક્શન આપી દીધું છે. દર્દીને મે ઇન્જેક્શન આપ્યું તેમાં શું ફરક પડવાનો છે. દર્દીને ઇન્જેકશન આપવું કાંઈ ખોટું નથી.

વી.ડી. ઝાલાવાડિયાએ વાતચીત દરમિયાન જે રીતે બેફિકરાઈથી જવાબ આપ્યા છે તેના પરથી તેમની કોરોના સંક્રમણ દર્દી સાથેની સંવેદનશીલતા ઉઘાડી પડી રહી છે.

image source

જ્યારે ધારાસભ્યોને સામેવાળી વ્યક્તિ તેમને કોઈ કામ કરવા માટે કહે છે ત્યારે સામાન્ય રીતે ધારાસભ્યોનો અહમ તરત જ ભરાઇ જાય છે. પણ તેઓએ જવાબ આપ્યો કે, ડોક્ટરે તેમને કહ્યું એટલા માટે તેમણે ઇન્જેક્શન આપ્યું છે. જોકે આ વાતમાં તથ્ય જણાતું નથી. કોઈ ડોક્ટર ધારાસભ્યને આ પ્રકારની વાત કરે તે ગળે ઊતરે તેમ નથી. .

વી ડી ઝલવાડિયા કદાચ પોતાનો બચાવ કરવા માટે ડોક્ટર ઉપર સમગ્ર વાત ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો આપણે માની લઈએ કે ડોક્ટરે તેમને કીધું પણ હોય પરંતુ તેમણે પોતે ધારાસભ્ય તરીકે એટલી તો જાણકારી તો હોય કે દર્દીને આ રીતે તેઓ ઇન્જેક્શન ના આપી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version