સુરતની આ ઘટના તમને પણ રડાવી દેશે…રાત્રિ કરફ્યૂમાં વાહન ન મળતા બિમાર પુત્રીને માતા દવાખાને લઈ જાય એ પહેલા જ થયુ કરુણ મોત!

દેશમાં કોરાનાની બીજી ખતરનાક લહેર આવવાની વાત સામે આવી છે. ગુરુવારે સામે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના દેશમાં ફરી એકવાર પીક પર પહોંચી શકે છે. એપ્રિલના બીજા હાફમાં કોરોના ફરી એકવાર પોતાનુ ઘાતક રૂપ ધારણ કરી શકે છે, અને દેશમાં તબાહી મચાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે કોરોનાની 100 દિવસની બીજી લહેર શરૂ થઇ ચૂકી છે. જે 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ હતી, અને એપ્રિલના બીજા હાફમાં જીવલેણ બની શકે છે. સુરતના પાંડેસરામાં માસૂમ બાળકને તાત્કાલીક સારવાર ન મળતા જીવ ગુમાવ્યો છે, કર્ફ્યૂના કારણે કોઈ સાધન ન મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

image source

સુરતના પાંડેસરામાં સારવારના અભાવે એક 5 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થયું છે. સુરતમાં સહિત 4 મહાનગરમાં કર્ફ્યૂને કારણે વાહનો મળી રહ્યા નથી. જેનું શિકાર એક બાળકીને બનવું પડ્યું છે. રિક્ષા કે, અન્ય સાધન ન મળતા બાળકીને સમયસર સારવાર મળી શકી નહીં. રાત્રીના સમયે બાળકીને 5થી વધુ વખત ડાયરિયા અને ઉલટી થઇ હતી. બાળકીની તબીયત વધારે ખરાબ થતા સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા માતાએ દોટ મૂકી હતી. તાત્કાલિક સારવાર ન મળતા રસ્તામાં જ માસૂમ બાળકીએ જીવ ગુમાવી દીધો છે.

image source

બાળકીને એકાએક ઝાળા ઉલટીના કારણે માતાને સમજાયું કે, બાળકીને તાત્કાલિક સારવારની જરૂર છે. પરંતુ બાળકીના પિતા કામ પર ગયા હતા. અને ઘરે હાજર નહોતા. તો બીજી તરફ શહેરમાં કર્ફ્યૂના કારણે વાહન ચાલકો પણ 9 વાગ્યા સુધીમાં પોતાના ઘરે પહોંચી જાય છે. માતા પોતાની બાળકીને લઈ હોસ્પિટલ જવા માટે તો નીકળી ગયા…પરંતુ રસ્તાઓ સૂમશાન હતા. બીજી તરફ આ એક એવો પરિવાર હતો. જેના ઘરમાં માતા પાસે ફોન પણ નહોતો. કે, તે કોઈ એમ્બ્યૂલન્સને ફોન પણ કરી શકે. માતાએ બાળકીને લઈ હોસ્પિટલ તરફ દોડ મૂકી પણ બાળકી માટે મોડું થઈ ગયું હતું. એક તરફ શહેરમાં કર્ફ્યૂ હતું. તો બીજી તરફ માતા કોઈને જાણ કરી શકે. તેવી સ્થિતિ પણ નહોતી. માતાએ હાર ન માનતા બાળકીને ખભે લઈ હોસ્પિટલ તરફ દોડ મુકી હતી. પરંતુ માતા બાળકીને લઈ સોસિયો સર્કલ નજીક પહોંચી ત્યારે બાળકીએ જીવ ગુમાવી દીધો હતો. માહિતી પ્રમાણે સવાર સુધી બાળકી સ્વસ્થ હતી. પરંતુ એકા-એક ઝાડા-ઊલટી થતા તબીયત એકા-એક બગડી હતી.  દીકરીનું મોત થતા પરિવારમાં શોક છવાયો

image source

મૃતક દીકરીને પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા છે. વિધિની વક્રતા તો જુઓ અર્ચનાને બચાવવા માટે જે હોસ્પિટલમાં લઈ જવા તેની માતાએ કર્ફ્યુમાં પણ દોડ લગાવી હતી.

image source

તે જ સિવિલ હોસ્પિટલમાં આજે તેણે પોસ્ટમોર્ટમ માટે લઈ આવ્યા છે. પરંતુ જ્યારે જરુર હતી ત્યારે રાત્રે કર્ફ્યુ હોવાના કારણે કોઈ મદદ માટે બહાર પણ આવ્યું ન હતું અને બાળકીને સમયસર સારવાર ન મળતા તેનું મોત નિપજ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!