સુરતમાં તંત્રનો વિચિત્ર આદેશ પરત ખેંચ્યો, જાણો તો ખરા શિક્ષકોને સ્મશાનગૃહ પર કેવી સોંપી હતી જવાબદારી

સુરત કોર્પોરેશન દ્વારા આજે એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. કોરોના કાળમાં એક તરફ સતત વધતાં કેસ લોકોની અને સરકારની ચિંતા વધારી રહ્યા છે તો બીજી તરફ વધતો મૃત્યુઆંક લોકોને ડરાવી રહ્યો છે. સુરતમાં સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો જોવા મળે છે. તેવામાં આજે સ્મશાન ગૃહ ખાતે જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી.

image source

આજે સવારના સમયે એક પરીપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે શિક્ષકોએ 8, 8 કલાકની ત્રણ શિફ્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મળી સ્મશાન ગૃહમાં ફરજ બજાવવી પડશે. જો કે આ બાદ ભારે હોબાળો મચી જતાં પરીપત્રને પરત લેવામાં આવ્યો છે. આ જવાબદારી હવે શિક્ષકોને બદલે વર્ગ-3ના ક્લાર્કને સોંપવામાં આવી છે.

image source

સુરત મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિપત્રનો ભારે વિરોધ શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. કોરોના કાળ દરમિયાન કોર્પોરેશનના તમામ કર્મચારીઓને વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં શિક્ષકોને પણ જવાબદારી તો અપાઈ જ હતી. તેમને કોરોનાના દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા. તેમને ધનવંતરી રથ સાથે જવાનું થતું, આ સિવાય તેમને અગાઉ સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. લોકડાઉન સમયે અનાજ સહિતની વસ્તુઓના વિતરણની જવાબદારી આપવામાં આવી હતી.

image source

ઉપરોક્ત તમામ જવાબદારીઓ શિક્ષકોએ ફરજના ભાગરુપે નિભાવી પણ હતી. કોરોનાના રૂપે શહેર પર આવેલી આ મુસીબતમાં લોકોની અને તંત્રની મદદ માટે શિક્ષકો પણ સહભાગી થયા હતા. પરંતુ આજે જ્યારે તેમને સ્મશાન ગૃહમાં મૃતદેહ ગણવા સહિતની જવાબદારી આપવામાં આવી ત્યારે શિક્ષકોમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી. જો કે આ ઓર્ડર મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પાલિકાએ તેમના નિર્ણયન બદલી વર્ગ-3ના ક્લાર્કને આ જવાબદારી સોંપી દીધી હતી.

image source

ઉલ્લેખનીય છે કે સુરતમાં મૃત્યઆંક વધતા મૃતદેહોની સંખ્યા સ્મશાન ગૃહોમાં વધી ગઈ છે. મૃતદેહો કલાકો સુધી વેઈટિંગમાં હોય છે જેના કારણે અવ્યવસ્થા સર્જાય છે અને મૃતકોના સ્વજનો પણ અકળાઈ જાય છે. તેવામાં સુરત પાલિકા દ્વારા આ વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોને સોંપી દેવામાં આવી.

image source

આ નિર્ણયથી શિક્ષકો પણ આહત થયા હતા અને પ્રશ્ન કર્યા હતા કે તેઓ પાલિકામાં નોકરી કરે છે તે તેમનો વાંક છે. તેઓ બાળકોને ભણાવવાની જવાબદારી નિભાવી રહ્યા છે. ઓનલાઈન અભ્યાસ ચાલે છે તેવામાં આ જવાબદારી ન સોંપવી જોઈએ. જો કે અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું અને આ જવાબદારી અન્ય અધિકારીઓને સોંપવામાં આવી.