‘ડરના જરૂરી હૈ’ સુરતમાં રોજ સરેરાશ એટલા મોત કે સ્મશાનમાં જગ્યા ખૂટી પડી, બારડોલી મૃતદેહ ટ્રાન્સફર કર્યા

હાલમાં આખા ભારતની જેમ ગુજરાતમાં પણ કોરોના ભારે વધી રહ્યો છે. એમાં પણ મહાનગરોમાં તો કોરોનાએ કકળાટ મચાવી દીધો છે. ત્યારે જો વાત કરીએ સુરતની તો હાલમાં આખા દેશમાં સુરત એ કોરોના હોટસ્પોટ બની ગયું છે. આજે જ કેન્દ્રની ટીમે પણ સુરતમાં ધામા નાંખ્યા હતા અને કોરોના અંગે સમીક્ષા કરી હતી. તો વળી એક એવા પણ સમાચાર મળી રહ્યા છે કે સુરતમાં સતત મૃત્યુઆંક કોરોના સંક્રમણને કારણે વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. એક આંકડો એવું કહે છે કે સુરત શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો સુરતમાં પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી. સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે.

image source

વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે. એટલું જ નહીં, સૌથી ચિંતાજનક સ્થિતિ એ થઈ છે કે શહેરની હોસ્પિટલોમાં બેડ ફુલ થઈ ગયાં છે, જેથી કોરોના પોઝેટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ શકતા નથી અને ઘરે જ સારવાર લઈ રહ્યા છે, જેથી પણ મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.

image source

જો કોરોનાના નવા લક્ષણો વિશે વાત કરીએ તો લોકોને સામાન્ય તાવ, શરદી કે ખાંસીનાં લક્ષણો હોવાં છતાં ડરના માર્યા ટેસ્ટિંગ કરાવતા નથી અને ઘરે જ સારવાર લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે ચોંકાવનારી વાત એ પણ છે કે ઘરે સારવાર લેનારા આવા દર્દીઓનાં મૃત્યુમાં પણ હવે વધારો થયો છે, જેમના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલ પ્રમાણે થતા નથી જે કરૂણતા છે. આવા દર્દીઓના નોન-કોવિડ ગણાતા હોવાથી તેમની સાથે પણ સ્વજનો આવે છે. જેને કારણે સાથેના લોકોમાં પણ ચેપ ફેલાવાનું પ્રમાણ ભયંકર રીતે વધી રહ્યું છે.

image source

આ સાથે જ સૌથી મોટો ઘટસ્ફોટ તો એ છે કે સ્મશાનમાં કામ કરતા લોકોનું કહેવું છે કે નોન-કોવિડમાં અમે કેટલાક કિસ્સામાં બીમારીનું કારણ પૂછીએ ત્યારે સ્વજનો કહેતા હોય છે કે એક દિવસ તાવ આવ્યો હતો અને પછી મૃત્યુ થઈ ગયું છે. આવા બહાના કરી કરીને ત્યાંના લોકોનું પણ રિક્સ વધારી રહ્યા છે.

image source

બુધવારે સુરતથી છ મૃતદેહ બારડોલી સ્મશાન ખાતે લઇ જવાયા હતા. મૃતકના સગા સુમિત ગામીએ જણાવ્યું હતું કે મારા કાકાનું સિવિલમાં મૃત્યુ થયું હતું. સુરત સ્મશાનમાં 10થી 12 કલાક રાહ જોવી પડી હતી. અંતે, બારડોલી લઇ જઇને અંતિમવિધિ કરી હતી. ત્યારે હવે લોકોની ચિંતા વધી રહી છે અનેવ કોરોના પણ વધી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!