સુરેન્દ્રનગર: માતા-પુત્ર કોરોના પોઝિટિવ આવતા એક જ રૂમમાં હતા દાખલ, પુત્રની નજર સામે જ માતાનું થયુ મૃત્યુ, તેમ છતાં મનોબળ મજબૂત રાખીને પુત્રએ કોરોનાને હરાવ્યો

કોરોનાની બીજી લહેર દિવસે મેં દિવસે વધુ કારમી બનતી જાય છે.કોરોનાની બીજી લહેરે અનેક લોકોને પોતાના સ્વજનોથી દુર કરી દીધા છે. અને હવે તો ફક્ત શહેરોમાં જ નહીં પણ ગામડાઓમાં પણ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે જેના લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

image source

સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાઘોડા ગામના એક માતા અને દીકરાને કોરોના પોઝિટિવ આવતા આ બંનેને પાટડી કોવિડ કેર સેન્ટરના એક જ રૂમમાં દાખલ કરવામાં આવ્યાં હતા, અને અહીંયા દુર્ભાગ્યવશ દીકરાની નજર સામે માતાનું કોરોનાના કારણે મૃત્યું થયું હતું. તેમ છતાં આ કોરોનાગ્રસ્ત દીકરાએ હિંમત હાર્યા વગર મક્કમ મનોબળ રાખ્યું હતું અને અડગ આત્મવિશ્વાસથી કોરોનાને માત આપી હતી અને અન્ય સંક્રમિત દર્દીઓ માટે એક આદર્શ ઉદાહરણ આપ્યું છે.

image source

બાદલ મકવાણા અને તેમની માતા અજિબેન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મીઠાઘોડા ગામે રહે છે. આ બન્નેની તબીયત અચાનક લથડતા બંનેને સારવાર માટે પાટડી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અને અહીંયા આ માઁ દીકરાનો રીપોર્ટ કોવિડ પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં પુત્રની વિનંતીને ધ્યાનમાં રાખીને બંનેને એક જ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેની તબીયત લથડતા બંનેને ઓક્સિજન સાથે સારવાર આપવામાં આવી હતી.

image source

પાટડી કોવિડ કેર સેન્ટરમાં કોરોનાની સારવાર દરમિયાન દીકરા બાદલ મકવાણાની નજર સામે જ એમની માતા અજીબેન મકવાણાનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. એવામાં ઓક્સિજન પર સારવાર લઈ રહેલા દીકરા બાદલ માટે તો જાણે આભ તૂટી પડ્યું હતું. પણ મોઢા પર ઓકિસજન લગાવેલું હોવાથી એ કઈ બોલી ન શક્યો પણ એની આંખોના આંસુ એની વેદનાને વ્યક્ત કરી રહ્યા હતા. બાદલ મકવાણાએ કોરોનાને માત આપી દીધી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે. એમને એક વાતચીતમાં જણાવ્યું છે કે કોરોનાના કહેર અનેક લોકોના સ્વજનોને મોતના મુખમાં ધકેલી દીધા છે. એમાં મારી માતાનું તો મારી નજર સામે જ થતાં મારા પગ નીચેથી ધરતી જાણે સરકી ગઇ હતી. પરંતુ મેં મારા મગજ પર કાબુ મેળવી હિંમત પુર્વક કોરોનાનો સામનો કરી જીત મેળવી હતી. તેમને આગળ જણાવ્યું હતું કે ક દરેક લોકો ફરજીયાત માસ્ક પહેરે, સેનેટાઇઝરના ઉપયોગ કરે, અને સાથે સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગનું પણ પાલન કરે, અને દરેક સમાજના બધા જ લોકો કોરોના વેક્સીન લેવાની પહેલ કરે અને એ સાથે જકામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળે, તો જ કોરોના ભાગશે, અને આપણે જીતીશું.

image source

પોતાની માતાના મૃત્યુને યાદ કરી ભાવુક થઈ ગયેલા બાદલ મકવાણાએ અશ્રુસહ આંખો સાથે આગળ કહ્યું હતું કે મારી નજર સામે જ મારી માતાનું હોસ્પિટલના બેડ પર મોત જોયા બાદ મમારા બે ખાસ મિત્રો પાટડી પીજીવીસીએલમાં કામ કરતા રમેશ મકવાણા અને રાધનપુર પીજીવીસીએલમાં કામ કરતા નરેશ મકવાણાને પણ કોરોનામાં મારી નજર સમક્ષ મરતા જોયા હતા. જે ઘટના મારા માટે કલ્પી ન શકાય એવી દુ:ખદ ઘટના હતી. પછી મેં આકાશ તરફ મીંટ માંડી ઇશ્વરને પ્રાર્થના કરવાની સાથે દ્રઢ મનોબળ વડે કોરોનાને હરાવવાનું નક્કી કર્યું અને સફળતા પણ મેળવી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!