Site icon News Gujarat

શ્વેતા તિવારીએ ઉતારી દીધું 10 કિલો વજન, તસવીરો જોઇને તમે પણ થઇ જશો ફિદા

૪૦ વર્ષની ઉમર ધરાવતી શ્વેતા તિવારી દ્વારા પોતાના ન્યુટ્રીશનિસ્ટની મદદ લઈને ૧૦ કિલો વજન ઘટાડી દેવાના સમયની વાત શેર કરી દીધી છે. શ્વેતા તિવારીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેટ લોસની ફોટોસ શેર કરી હતી. શ્વેતા તિવારીએ પોતાની ફોટોસને ઈન્સ્ટા અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરીને પોતાના ફેંસને તેના વિષે જાણકારી આપી હતી કે, તે તેના ડેડીકેશન અને વિલ પાવરના કારણે આટલું કરી શકી છે.

શ્વેતા તિવારીનો નવો લુક જોઈને ફેંસ નવાઈ પામ્યા.

જો કે, અભિનેત્રી શ્વેતા તિવારી માટે આ કાર્ય કરવું સહેલું હતું નહી. પરંતુ તેના માટે શ્વેતા તિવારીએ ડાયટિશીયન કિનિતાની મદદથી સફર પૂરી કરી હતી. અભિનેત્રી શ્વેતા તિવારીનો આ નવો લુક જોઈને તેમના ફેંસ નવાઈ પામી ગયા છે અને ઘણી પ્રસંશા પણ કરી રહ્યા છે.

અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાનું વજન ઘટાડવાનું કાર્ય પોતાના રેગ્યુલર ફેંસની સાથે શેર કરતી રહેતી હતી આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, સવારના સમયથી લઈને સાંજના સમય સુધી શ્વેતા તિવારી પોતાની ટ્રેનર કિનિતાની સાથે કોઓર્ડીનેટ કરતી રહે છે અને પોતાની આવશ્યકતાઓ અને પસંદ પ્રમાણે ડાયેટને તૈયાર કરવા માટે જણાવતી હતી.

વજન ઘટાડવાના મિશન પર હતી શ્વેતા તિવારી.

અભિનેત્રી શ્વેતા તિવારીએ જણાવ્યું છે કે, તેની ટ્રેનર અને ન્યુટ્રીશનિસ્ટ માટે હું કોઈ ક્લાયંટ હતી નહી પરંતુ તે સમયે હું એક મિશન પર હતી. આપના સૌની મદદથી મારા વજન ઘટાડવા સાથે જોડાયેલ મિશન પૂર્ણ થવું શક્ય બન્યું છે. નોંધનીય બાબતએ છે કે, અભિનેત્રી શ્વેતા તિવારીએ ૨૦મા આઈટીએ એવોર્ડમાં ભાગ લીધો હતો.

image source

૨૦મા આઇટીએ એવોર્ડ સેરેમનીમાં અભિનેત્રી શ્વેતા તિવારીએ થાઈ હાઈ સ્લિટ વન શોલ્ડર ડ્રેસ પહેરીને ત્યાં હાજર તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે સફળ રહ્યા હતા. આઇટીએ એવોર્ડ સેરેમનીમાં અભિનેત્રી શ્વેતા તિવારીના લુકના કારણે ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી. અભિનેત્રી શ્વેતા તિવારી અત્યારે પણ પોતાના ફિટનેસ પ્રત્યે પહેલા જેટલી જ સજાગ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version