ક્યા મહિનામાં થયા છે તમારા લગ્ન? એ પરથી જાણી લો કેવી હશે તમારી મેરિડ લાઈફ.

રિલેશનશિપ એક્સપર્ટ અનુસાર નવેમ્બરમાં લગ્ન કરનાર કપલ્સ સૌથી વધુ ખુશ રહે છે જ્યારે વેલેન્ટાઈન ડેના દિવસે લગ્ન કરનાર 18થી 36% કપલ્સના છૂટાછેડા થઈ જાય છે. તમારા લગ્ન ક્યાં મહિનામાં થયા છે અને તમારું વિવાહિત જીવન કેવું હશે ચાલો જાણી લઈએ.

જાન્યુઆરી.

image source

આ મહિનામાં જેમના લગ્ન થાય છે એમના પર કુંભ રાશિનો પ્રભાવ પડે છે. એમનું દામ્પત્ય જીવન ખુશહાલ રહે છે બંને પાર્ટનર્સમાં અરસપરસની સારી સમજણ હોય છે. બંને એકબીજા પ્રત્યે વફાદાર હોય છે. સમય સમય પર આ કપલ્સને રોમે સરપ્રાઈઝ અને ગિફ્ટસ મળતા રહે છે.

લવ ટીપ-

દરેક સંબંધ એને નિભાવનાર પર નિર્ભર રાખે છે. એટલે પોતાના સંબંધને ખુશહાલ રાખવા માટે તમારા સો ટકા આપો.

ફેબ્રુઆરી.

image source

આ મહિનામાં લગ્ન કરનાર કપલ્સનું વિવાહિત જીવનને તમે ઇમોશનલ જર્ની કહી શકો છો કારણ કે બંને પાર્ટનર્સ એકબીજા પ્રત્યે ખૂબ જ ઇમોશનલ હોય છે. એમના પર મીન રાશિનો પ્રભાવ પડે છે એ કારણે આ કપલ્સ એકબીજા પ્રત્યેની બધી જ જવાબદારી નિભાવે છે. અમુક બાબતમાં એ પણ જોવામાં આવ્યું છે કે પતિ કે પત્નીમાંથી એક ખૂબ જ વફાદાર હોય છે પણ બીજો જો એટલો વફાદાર ન હોય તો સંબંધ વિખરાઈ જાય છે

લવ ટીપ

જ્યારે પણ તમને એવું લાગે કે સંબંધ કમજોર પડી રહ્યો છે તો એક રોમેન્ટિક હનીમૂન પ્લાન કરો. પોતાના સંબંધને ટ્રેક પર લાવવાનો આ સૌથી સારો ઉપાય છે.

માર્ચ.

image source

જો તમારા લગ્ન આ મહિનામાં થયા હોય તો તમારા લગ્ન પર મેષ રાશિનો પ્રભાવ પડે છે. તમારો સંબંધ ઘણો જ ચડાવ ઉતારમાંથી પસાર થાય છે, જ્યાં સારા સમયની સાથે સાથે તમે બંને ખરાબ સમય પણ જોવો છો. ક્યારેક ક્યારેક એવું પણ બની શકે છે કે તમને તમારા પાર્ટનરનું વર્તન ખબર ન પડે. કાલે જે વાત પર એ તમારી સાથે સહમત હતા આજે એ વસ્તુ માટે બોલાચાલી થઈ જાય. નાની નાની વાતો પર એમની વચ્ચે તકરાર થઈ શકે છે.

લવ ટીપ.

એટલું યાદ રાખો કે નોકજોક દરેક સંબંધમાં થાય છે એટલે એને મનમાં રાખીને વધારો નહિ. એકબીજાના વ્યક્તિત્વ તેમજ વિચારોને સમજવાનો પ્રયત્ન જ તમારા સંબંધને મજબૂત બનાવશે.

એપ્રિલ.

image source

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનો લગ્ન માટે સૌથી અનુકૂળ સમય લઈને આવે છે. એટલે જ આજે પણ મોટાભાગના લગ્ન એપ્રિલમાં જ થાય છે આ મહિનામાં લગ્ન કરનાર પર વૃષભ રાશિનો પ્રભાવ પડે છે. એમની સેક્સ લાઈફ પણ ઘણી જ રોમેન્ટિક હોય છે. વૃષભના પ્રભાવના કારણે અમુક પાર્ટનર્સમાંથી એક ખૂબ જ ડોમીનેટિંગ હોય છે પણ બીજો કુલ હોવાના કારણે સંબંધ સરળતાથી નિભાવે છે.

લવ ટીપ.

પોતાના પ્રેમને બતાવવામાં જરાય કંજૂસી ન કરો. ક્યારેક ચોકલેટ્સ, ક્યારેક ફૂલ તો ક્યારેક પ્રેમપત્ર દ્વારા સમય સમય પર પ્રેમ જતાવતા રહો.

મે.

image source

આ મહિનામાં લગ્ન કરનાર પર મિથુન રાશિનો પ્રભાવ પડે છે. જેમ કે આ રાશિની ખૂબી છે, બે રૂપ હોવાની આ ખૂબીની અસર તમારા સંબંધ પર પણ પડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં લગ્ન કરનારના સંબંધ સફળ થવાની જેટલી શકયતા છે એટલી જ શકયતા એના અસફળ થવાની પણ છે.. એટલે કે આ કપલ્સ કા તો જન્મોજન્મ સુધી સાથ નિભાવનાર કપલ બને છે કે પકજી જલ્દી જ પોતાની અલગ રાહ પસંદ કરી લે છે. એવું પણ થઈ શકે છે બંનેમાંથી એક સાથીનો સ્વભાવ ખૂબ જ ખરાબ હોય કે પછી ખૂબ જ સારો હોય.

લવ ટીપ

પોતાના સંબંધને સફળ કે અસફળ બનાવવું એ તમારા હાથમાં છે. સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે લગ્નને પુરા દિલથી નિભાવો.

જૂન.

પ્રેમની સાથે સાથે દયાભાવ આ કપલ્સમાં છલોછલ ભરેલો હોય છે એટલે જ તો લોકો એમના સફળ લગ્ન અને પ્રેમની મિશાલ આપે છે. જો તમારા લગ્ન આ મહિનામાં થયા હોય તો તમારા પર કર્ક રાશિનો પ્રભાવ પડે છે. આ કપલ્સ એકબીજાની સાથે એકબીજાના પરિવારને પણ સારી રીતે સંભાળે છે. એ સિવાય પોતાની આવનારી પેઢીને સુરક્ષિત ભવિષ્ય આપવાની પુરી કોશિશ કરે છે.

લવ ટીપ.

જ્યારે પણ પાર્ટનર તમારા કે પરિવાર માટે કંઈક ખાસ કરે છે તો એના પ્રયત્નોને વખાણો.

જુલાઈ.

આ મહિનામાં લગ્ન કરનાર પર સિંહ રાશિનો પ્રભાવ પડે છે. તમે બન્ને જ તમારા સંબંધને સફળ બનાવવા માટે પોતાના સો ટકા આપે છે અને એમ સંપૂર્ણપણે સફળ પણ થાય છે. આ રાશિનો આવો પ્રભાવ છે કે તમે એકબીજા પ્રત્યે હંમેશા આકર્ષણ મહેસુસ કરો છો. એકબીજાને આગળ વધારવાના પુરા પ્રયત્ન કરો છો. તમે તમારા લગ્નજીવનથી હંમેશા સંતુષ્ટ રહો છો.

લવ ટીપ.

સેક્સ લાઈફને બુસ્ટ કરવા માટે હંમેશા બેડરૂમમાં કઈક નવું ટ્રાય કરો. તમે ઇચ્છો તો બંને કોઈ એડવેન્ચર ટ્રીપ પર પણ જઈ શકો છો.

ઓગસ્ટ

image source

એકસપર્ટ અનુસાર આ મહિનામાં લગ્ન કરનાર કપલ્સને બાળકો ખૂબ જ ગમે છે એટલે એ બે કરતા વધુ બાળકો પેદા કરે છે. એમને મોટો પરિવાર ગમે છે. આ મહિનામાં લગ્ન કરનાર પર કન્યા રાશિનો પ્રભાવ પડે છે. એમના જીવનમાં ઘણી તકલીફો પણ આવે છે પણ બંને સાથે મળીને સમાધાન શોધી લે છે.

લવ ટીપ.

પતિઓ માટે ખૂબ જ જરૂરી છે કે તું કે હું ને બદલે આપણે શબ્દનો ઉપયોગ વધુ કરો.

સપ્ટેમ્બર

જો તમારા લગ્ન આ મહિનામાં થયા હોય તો તમારા પર તુલા રાશિનો પ્રભાવ રહે છે. તુલાની ખૂબીઓને કારણે આ કપલ ઘણા જ  બેલેન્સ્ડ રહે છે. એમની વચ્ચે ભાગ્યે જ કોઈ મોટો ઝગડો થાય છે અને એટલે જ એ પરફેક્ટ કપલ કહેવાય છે દરેક પ્રકારના વિવાદને એ સરળતાથી સુલજાવી લે છે. બંને વચ્ચેનું તાલમેલ જ એમની ખુશહાલ વિવાહિત જિંદગીની રહસ્ય છે..

લવ ટીપ.

દરરોજ રોમાન્સ માટે થોડો સમય કાઢો. એકબીજાને એમ જ જોયા કરવું, પોતાના બાહુપાશમાં જકડી લેવું…જેવી નાની નાની મસ્તીથી લાઈફમાં રોમાન્સ જાળવી રાખો.

ઓક્ટોબર

image source

આ મહિનામાં લગ્ન કરનારના લગ્નજીવન પર વૃશ્ચિક રાશિનો પ્રભાવ પડે છે. વૃશ્ચિક રાશિના ગુણોનો પ્રભાવના કારણે એમની સેક્સ લાઈફ ખૂબ જ રોમેન્ટિક હોય છે. આ કપલ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ અને આકર્ષણને બિલકુલ નથી છુપાવતા. જિંદગીને ખુલીને જીવવાના એમના વિચારો એમની સક્સેસફુલ મેરેજ લાઈફમાં પણ દેખાય છે. એમની એક ખૂબી એ પણ છે કે એ કોઈપણ પરિસ્થિતિમાં પાર્ટનરને એકલા નથી મુકતા.

લવ ટીપ.

તું કેટલી સારી છે….હું હંમેશા તારી સાથે છું..હું સમજુ છું..મને માફ કરી દે…થેંક્યું..આ એ વાક્યો છે જે તમારા સંબંધમાં મીઠાશ લાવે છે. રોજ આ શબ્દોનો ઉપયોગ કરો..

નવેમ્બર..

image source

આ મહિનામાં લગ્ન કરનાર કપલ્સ સૌથી વધુ ખુશહાલ હોય છે તમે એને હેપીએસ્ટ કપલ પણ કહી શકો છો. આ કપલ્સ પર ધન રાશિનો પ્રભાવ હોય છે. જેના કારણે એ ખૂબ જ સંવેદનશીલ હોય છે. એકબીજાની કમીઓ અને ખામીઓમે સમજીને સંબંધ નિભાવી લેવો એ જ એમની ખૂબી છે.

લવ ટીપ.

રોજ ઓફિસથી આવ્યા પછી એકબીજાને હગ કરો. લગ્નના પહેલાના રોમાન્સને લગ્ન પછી પણ જાળવી રાખો

ડિસેમ્બર..

image source

આ મહિનામાં લગ્ન કરનાર પર મકર રાશિનો પ્રભાવ રહે છે. એવું જોવામાં આવ્યું છે કે સૌથી રોમેન્ટિક કપલ્સ ડિસેમ્બરમાં લગ્ન કરે છે. સુરક્ષિત ભવિષ્યની ઈચ્છામાં એ સેવિંગસ અને ઇન્વેસ્ટમેન્ટને ખૂબ જ મહત્વ આપે છે. જેના કારણે ક્યારેક ક્યારેક એકબીજાને સમય નથી આપી શકતા. પણ પ્રેમ હંમેશા એમની પ્રાયોરિટી રહે છે .

લવ ટીપ

ઉતાર ચડાવ તો આવ્યા જ કરે છે એટલે ફાઇનાન્સ સંબંધિત બાબતોમાં જીદ ન કરો. રોજ 10 મિનિટ એકબીજા માટે સમય કાઢો..

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ