આ 5 સ્માર્ટફોન છે ટોપ પર, આ ધાંસુ ફિચર્સ જાણીને તમને પણ થઇ જશે આજે જ લેવાની ઇચ્છા, જેમાં એકનો તો કેમેરા જોરદાર છે

ભારતીય બજારમાં હાલના સમયે એકથી વધીને એક સારા સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જો તમારું બજેટ 30000 આસપાસનું છે અને તમે કોઈ સારો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો અમે તમને આ શ્રેણીમાં માર્કેટમાં ઉપલબ્ધ 5 બેસ્ટ સ્માર્ટફોન વિષે જણાવી રહ્યા છીએ જેની કિંમત 30000 અંદર જ છે. ભારતીય બજારમાં Samsung Galaxy A52, Xiaomi Mi 11X, OnePlus Nord, Vivo V20 Pro અને Realme X7 Pro 5G બેસ્ટ વિકલ્પ છે. અહીં અમે તમને આ પાંચેય સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન તેમજ તેની કિંમત વિષે વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ.

1). OnePlus Mobile Nord

image source

સ્પેસિફિકેશનની વાત કરીએ તો OnePlus Mobile Nord મોબાઈલમાં 6.44 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 1080×2400 અને ઓસ્પેકટ રેટિયો 20:9 છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ઓક્ટા કોર Qualcomm Snapdragon 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે.

સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં 12 GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.

જ્યારે કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં f/1.75 અપાર્ચર સાથે 48 મેગાપિક્સેલનો પહેલો કેમેરો, f/2.25 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો બીજો કેમેરો, f/2.4 અપાર્ચર સાથે 5 મેગાપિક્સેલનો ત્રીજો કેમેરો અને f/2.4 અપાર્ચર સાથે 2 મેગાપિક્સેલનો ચોથો કેમેરો છે.

આ ફોનમાં ફ્રન્ટમાં સેલ્ફી માટે f/2.45 અપાર્ચર સાથે 32 મેગાપિક્સેલનો પહેલો અને f/2.45 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો બીજો કેમેરો આપવામાં આવ્યો છે.

બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 4115 mAh ની બેટરી આપવામાં આવી છે જે 65W ચાર્જીંગ સપોર્ટ કરે છે.

ડાયમેનશનની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 158.30 mm, પહોળાઈ 73.30 mm, થિકનેસ 8.20 mm અને વજન 184 ગ્રામ છે. તેમાં બ્લુ માર્બલ અને ગ્રે ઓનીકસ કલરમાં ઉપલબ્ધ છે.

image source

કનેક્ટિવિટી માટે આ ફોનમાં વાઇફાઇ, જીપીએસ, બ્લુટુથ v 5.10, એનએફસી, યુએસબી ટાઈપ સી, અને ડ્યુલ સિમ સપોર્ટ છે.

સેન્સરની વાત કરીએ તો આ ફોનમાં ફેસ અનલોક, ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, કંપાસ/મેગ્નેટોમીટર સેન્સર, પ્રોક્સીમિટી સેન્સર, એક્સલેરોમીટર સેન્સર, એમબીએન્ટ લાઈટ સેન્સર અને જાયરોસ્કોપ સેન્સર આપવામાં આવ્યું છે.

કિંમતની વાત કરીએ તો વન પ્લસ નોર્ડના 12 GB રેમ અને 256 GB વેરીએન્ટની કિંમત 29,999 રૂપિયા છે.

2). Xiaomi Mi 11X

સ્પેશિફિકેશનની વાત કરીએ તો શાઓમી બ્રાન્ડના આ હેન્ડસેટમાં 6.67 ઇંચની ફૂલ એચડી + ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 1080×2400 પિકસલ છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે.

image source

પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં એડ્રેનો 650 જીપીયુ સાથે Qualcomm Snapdragon 870 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

સ્ટોરેજની વાત કરીએ તો આ ફિનમાં 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ આપવામાં આવી છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો Mi 11x ના રિયરમાં f/1.79 અપાર્ચર સાથે પહેલો 48 મેગાપિક્સેલ કેમેરો, f/2.2 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો બીજો કેમેરો અને f/2.4 અપાર્ચર સાથે 5 મેગાપિક્સેલનો ત્રીજો કેમેરો આપવામાં આવ્યો છે.

સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં f/2.45 અપાર્ચર સાથે 20 મેગાપિક્સેલનું સેન્સર આપવામાં આવ્યું છે. બેટરી બેકપની વાત કરીએ તો 4,520mAh ની બેટરી આપવામાં આવી છે જેને 33W ફાસ્ટ ચાર્જીંગ અને 2.5W પર વાયર્ડ રિવર્સ ચાર્જીંગનો સપોર્ટ મળે છે.

image source

કલરની વાત કરીએ તો આ સ્માર્ટફોન Celestial Silver, Cosmic Black અને Frosty White કલર્સમાં ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે 5G, ડ્યુલ બેન્ડ વાઇફાઇ, વાઇફાઇ 6, જીપીએસ, એજીપીએસ, NavlC સપોર્ટ, બ્લુટુથ v5.1 અને યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યા છે.

સેન્સરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં એમ્બીએન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સીમીટર સેન્સર, ઇ – કંપાસ સેન્સર, એક્સેલેરોમીટર સેન્સર, જાયરોસ્કોપ સેન્સર અને ઝાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ડાયમેનશનની વાત કરીએ તો આ ફોનની લંબાઈ 163.7 mm, પહોળાઈ 76.4 mm, જાડાઈ 7.8 mm અને વજન 196 ગ્રામ છે. કિંમતની વાત કરીએ તો આ ફોનના 6 GB રેમ, 128 GB વેરીએન્ટની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે.

3). Vivo V20 Pro

image source

સ્પેશિફિકેશનની વાત કરીએ તો આ vivo મોબાઈલ ફોનમાં 6.44 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 1080×2400 પિકસલ છે અને 20:9 ઓસ્પેક્ટ રેશિયો છે.

પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં Qualcomm Snapdragon 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં 8GB રેમ અને 128 GB સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં f/1.89 અપાર્ચર સાથે 64 મેગાપિક્સેલનો પહેલો કેમેરો, f/2.2 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો બીજો કેમેરો, f/2.4 અપાર્ચર સાથે 2 મેગાપિક્સેલનો ત્રીજો કેમેરો આપવામાં આવ્યો છે.

ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં સેલ્ફી માટે f/2.0 અપાર્ચર સાથે 44 મેગાપિક્સેલનો કેમેરો અને f/2.28 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો બીજો કેમેરો આપવામાં આવ્યો છે. બેટરી બેકઅપ માટે 4000 mAh ની બેટરી આપવામાં આવી છે. વિવો સ્માર્ટ એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે.

ડાયમેનશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનની લંબાઈ 158.82 mm, પહોળાઈ 74.20 mm, જાડાઈ 7.49 mm અને વજન 170 ગ્રામ છે. કલર વિકલ્પ માટે આ સ્માર્ટફોન મિડનાઈટ બ્લેક અને Shimmer Blue કલરમાં ઉપલબ્ધ છે.

image source

સેન્સરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ફેસ અનલોક, એમ્બીએન્ટ લાઈટ સેન્સર, પ્રોક્સીમીટર, સેન્સર, કંપાસ / મેગ્નોટોમીટર સેન્સર, એક્સેલેરોમીટર સેન્સર, જાયરોસ્કોપ સેન્સર અને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો વિવો V20 Pro ની શરૂઆતી કિંમત 29,990 રૂપિયા છે.

4). Samsung Galaxy A52

image source

સ્પેશિફિકેશનની વાત કરીએ તો આ સેમસંગ મોબાઈલ ફોનમાં 6.50 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 1080×2400 પિકસલ છે અને ઓસ્પેક્ટ રેટિયો 20:9 છે. ડાયમેનશનની વાત કરીએ તો ફોનની લંબાઈ 159.90 mm, પહોળાઈ 75.10 mm, જાડાઈ 8.40 mm અને વજન 189 ગ્રામ છે.

પ્રોસેસરની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી A52 માં Qualcomm Snapdragon 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્ટોરેજની જરૂરતના કારણે આ ફોનમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 1000 જીબી સુધીનું સ્ટોરેજ વધારી શકાય છે.

આ.સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઇફાઇ, જીપીએસ, બ્લુટુથ v5.10, NFC, USB ટાઈપ સી, અને ડ્યુઅલ સિમની સુવિધા મળે છે.

સેન્સરની વાત કરીએ તો આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, કંપાસ / મેગ્નોમીટર સેન્સર, પ્રોક્સીમીટર સેન્સર, એક્સેલેરોમીટર સેન્સર, એન્ટીએન્ડ લાઈટ સેન્સર અને જાયરોસ્કોપ સેન્સર આપવામાં આવ્યું છે.

image source

બેટરી બેકઅપ માટે આ ફોનમાં 4500 mAh ની બેટરી આપવામાં આવી છે. કલરની વાત કરીએ તો આ સ્માર્ટફોન Awesome Black, Awesome Blue, Awesome Violet અને Awesome White કલરમાં ઉપલબ્ધ છે.

કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં f/1.8 અપાર્ચર સાથે 64 મેગાપિક્સેલનો પહેલો કેમેરો, f/2.2 અપાર્ચર સાથે 12 મેગાપિક્સેલનો બીજો કેમેરો, f/2.4 અપાર્ચર સાથે 5 મેગાપિક્સેલનો ત્રીજો કેમેરો અને f/2.4 અપાર્ચર સાથે 5 મેગાપિક્સેલનો ચોથો કેમેરો આપવામાં આવ્યો છે.

ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તેમાં સેલ્ફી માટે f/2.2 અપાર્ચર સાથે 32 મેગાપિક્સેલનો કેમેરો આપવામાં આવ્યો છે. કિંમતની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી A52 ના 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 27,999 રૂપિયા છે.

5). Realme X7 Pro 5G

image source

સ્પેશિફિકેશનની વાત કરીએ તો આ રિયલ મી મોબાઈલ ફોનમાં 6.55 ઇંચની ફૂલ ડિસ્પ્લે આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 1080×2400 પીક્સેલ છે અને રિફ્રેશ રેટ 180 Hz છે. પ્રોસેસરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 1000+ ઓકટા કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Realme UI બેઝડ એન્ડ્રોઇડ 10 પર કામ કરે છે.

સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જે માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 4500 mAh ની બેટરી આપવામાં આવી છે.

સેન્સરની વાત કરીએ તો આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્સેલેરોમીટર, એમ્બીએન્ટ લાઈટ સેન્સર, કંપાસ / મેગ્નેટોમીટર સેન્સર, જાયરોસ્કોપ સેન્સર અને પ્રોક્સીમીટર સેન્સર આપવામાં આવ્યું છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં f/1.8 અપાર્ચર સાથે 64 મેગાપિક્સેલનો પહેલો કેમેરો, f/2.25 અપાર્ચર સાથે 8 મેગાપિક્સેલનો બીજો કેમરો, f/2.4 અપાર્ચર સાથે 2 મેગાપિક્સેલનો ત્રીજો કેમેરો અને f/2.4 અપાર્ચર સાથે 2 મેગાપિક્સેલનો ચોથો કેમેરો આપવામાં આવ્યો છે.

image source

સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં f/2.45 અપાર્ચર સાથે 32 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં ડ્યુઅલ સિમ 5G, વાઇફાઇ, દયક બેન્ડ વાઇફાઇ, બ્લુટુથ v 5.10 અને ટાઈપ સી પોર્ટ આપવામાં આવેલ છે.

ડાયમેનશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનની લંબાઈ 160.80 mm, પહોળાઈ 75.10 mm, ડેપ્થ 8.50 mm અને વજન 184 ગ્રામ છે. કલર વિકલ્પના મામલે આ ફોન Fantasy અને Mystic black કલરમાં ઉપલબ્ધ છે. કિંમતની વાત કરીએ તો આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 29,999 રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!