આ કારણે સુતકના દિવસોમાં નથી થતા શુભ કાર્યો, જેનાથી અજાણ છે 90 ટકા લોકો, જાણો તમે પણ

હિન્દૂ ધર્મમાં સુતક કાળનું વિશેષ મહત્વ હોય છે. સુતક બે પ્રકારના હોય છે. એક બાળકના જન્મ લીધા પછી લાગતું સુતક અને બીજું કોઈના મૃત્યુ પછી લાગતું સુતક. જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘર પરિવારમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તો એ કુળમાં અમુક દિવસ માટે સુતક લાગે છે. શાસ્ત્રો અનુસાર બ્રાહ્મણને દસ દિવસનું, ક્ષત્રિયને બાર દિવસનું, વૈશ્યને પંદર દિવસનું અને શૂદ્રને એક મહિનાનું સુતક લાગે છે પણ ખાસ સ્થિતિઓમાં ચાર વર્ણોની શુદ્ધિ દસ દિવસમાં થઈ જાય છે. એને શારીરિક શુદ્ધિ કહે છે એ પછી કોઈપણ પ્રકારનો છુત અછૂત દોષ નથી રહેતો અને ત્રયોદશ સંસ્કાર પછી પૂર્ણશુદ્ધિ થઈ જાય છે.

image source

પરિવારમાં દેવતાઓની પૂજા આરાધના એ પછી જ કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા અથવા સત્યનારાયણ કથાનું શ્રવણ અનિવાર્ય રીતે કરવામાં આવે છે. કોઈ કારણસર સુતક કાળ દસ દિવસમાં જ બીજા કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો પહેલા સભ્યના મૃત્યુની તિથિ અનુસાર જ બીજા સભ્યનું સુતક પણ પૂર્ણ થઈ જશે. શાસ્ત્રો અનુસાર પહેલાથી લાગેલું સુતક દસમા દિવસની રાત્રીએ ત્રણ પ્રહર સુધીમાં કોઈનું પણ મૃત્યુ થઈ જાય તો પહેલાના દસ દિવસની ઉપર બીજા બે દિવસનું સુતક જ લાગશે. જો દસમા દિવસના ચોથા પ્રહર સુધીમાં પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય તો ત્રણ દિવસનું વધારાનું સુતક લાગશે, પણ ક્રિયાક્રમ કરનાર વ્યક્તિ માટે આ સુતક દસ દિવસ માટે જ માન્ય ગણાશે. કુળના અન્ય સભ્ય સુતક દોષથી મુક્ત થઈ જશે.

image source

પિતાના મૃત્યુ પછી જો દસ દિવસમાં જ માતાનું પણ મૃત્યુ થઈ જાય તો સુતક દોઢ દિવસ માટે વધી જાય છે. જો માતાના મૃત્યુના દસ દિવસમાં જ પિતાનું પણ મૃત્યુ થઈ જાય તો પિતાના મૃત્યુના પુરા દસ દિવસ સુધી સુતક કાળ માનવામાં આવે છે.

image source

કોઈ કારણસર મૃત્યુના દિવસે અગ્નિદાહ ન થઈ શકે તો પમ મૃત્યુના દિવસથી જ સુતક કાળ ગણવામાં આવે છે. અગ્નિદાહ આપનાર વ્યક્તિ માટે સુતકકાળ દસ દિવસ સુધીનો જ માનવામાં આવે છે. જો કન્યાનું લગ્ન થઈ જાય એ પછી માતા પિતાનું મૃત્યુ થાય તો વિવાહિત સ્ત્રી માટે ત્રણ દિવસનું સુતક લગે છે. મૃત્યુ પછી જ્યાં સુધી ઘરમાં શબ હોય ત્યાં સુધી ત્યાં હાજર બધા જ ગોત્રના લોકોને સુતક લાગે છે

image source

કોઈપણ વ્યક્તિ જો ફક્ત શબને કાંધ આપવા માટે જ આવ્યા હોય તો એમના માટે એક દિવસનું સુતક માનવામાં આવે છે. સુતક કાળમાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય તથા પરિવારના સભ્યો માટે શૃંગાર વગેરે કરવું વર્જિત માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ