Site icon News Gujarat

ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાની કાળજી આ રીતે લો, સાથે ગ્લોઈંગ અને સ્વસ્થ ત્વચા મેળવો.

ઉનાળાની ઋતુમાં ત્વચા પર સન-બર્ન, ત્વચા કાળી થવી અથવા ત્વચા પર ખીલ અને ડાઘ જેવી સમસ્યાઓ થવી સામાન્ય છે. તમને આ
બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે, અમે અહીં કેટલીક ઘરેલુ વિશેષ ટિપ્સ લાવ્યા છીએ. જેને તમે ઘરે સરળતાથી અપનાવી શકો
છો.

image source

ત્વચાનો ગ્લો વધારવા માટે તમારે દૂધ, કાકડી, ગુલાબજળ વગેરેનો ઉપયોગ કરવો જ જોઇએ. આજે અમે તમારા માટે કેટલીક જુદી
જુદી રીત લાવ્યા છીએ, જે ઉનાળાની ઋતુમાં તમારી જરૂરિયાત મુજબ ત્વચાને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરશે. જેથી તમારી ત્વચા
ચાંદી જેવી તેજસ્વી અને સુંદર લાગે. તો ચાલો જાણીએ આ સરળ ઘરેલુ ઉપાય વિશે.

ચાંદી જેવી ત્વચા માટે દૂધ અને લીંબુ

ત્વચા પરની કાળાશ દૂર કરવા માટે તમે દૂધ અને લીંબુને મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. જોકે દૂધ અને લીંબુમાં વિરોધી ગુણો
હોઈ શકે છે, પરંતુ ઠંડા દૂધમાં લીંબુનો રસ ઉમેરીને તમે તમારી ત્વચાનો રંગ સુધારી શકો છો.

image source

આ માટે અડધા કપ દૂધમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને ત્વચા પર લગાવો અને તેને સુકાવા દો. જ્યારે પહેલો કોટ સુકાઈ
જાય ત્યારે આ મિક્ષણ ત્વચા પર ફરીથી લગાવો. જ્યારે દૂધ સુકાઈ જાય છે, ત્યારે તેને કોટન અથવા કપાસની મદદથી ત્વચા સાફ કરો. આ
મિશ્રણને નિયમિત રીતે લગાવવાથી તમારી ત્વચાનો ગ્લો વધશે.

ગ્લોઈંગ ફેસ-પેક

image source

જો તમે તમારી ત્વચાનો ગ્લો વધારવા માંગો છો, તો પછી તમે અહીં જણાવેલી પદ્ધતિનો ઉપયોગ કરીને હોમ ફેસ પેકનો ઉપયોગ કરી
શકો છો. આ માટે તમારે જે ચીજોની જરૂર છે, એ ચીજો –

ફેસ પેકનો ઉપયોગ કેવી રીતે કરવો

આ બધી વસ્તુઓને મિક્સ કરીને ગ્રાઇન્ડ કરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી પહેલાં ચહેરા પર સ્ક્રબ કરો અને 4 મિનિટની મસાજ પછી
તેને ત્વચા પર છોડી દો.

image source

15 મિનિટ પછી, તાજા પાણીથી ચહેરો ધોઈ લો અને તમારી ત્વચા સાફ કરો. આ ફેસ-પેકના ઉપયોગથી તમારી ત્વચા ખૂબ નરમ અને
સ્વચ્છ દેખાશે. નિયમિત રૂપે આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી તમારી ત્વચાનો ગ્લો વધશે.

ત્વચાની ઠંડક માટે

તમે ત્વચાને ઠંડક આપવા માટે કાકડીના ટુકડા વાપરી શકો છો અને ઉનાળાની ઋતુમાં સ્ટીકીનેસથી છૂટકારો મેળવી શકો છો. તમે આ
માટે કાકડીનો ઉપયોગ કરી શકો છો.

આ માટે પહેલા અડધી કાકડીને છીણી લો અને હવે તેમાં ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ફ્રિજમાં રાખો અને 2
થી 3 કલાક પછી તેને બહાર કાઢો અને ચહેરા પર લગાવો. આ તમારી બે રંગની ત્વચાને સુધારવામાં મદદ કરશે.

દહીં અને હળદરનું મિશ્રણ લગાવવાની રીત

image source

દૂધ અને લીંબુના મિશ્રણની જેમ હળદર, દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને તમે તમે આ મિક્ષણ તૈયાર કરી શકો છો. આ મિક્ષણ તૈયાર
કરવા માટે અહીં જણાવેલી રીત અપનાવો –

અડધો કપ દહીં

હવે આ બધી ચીજોને મિક્સ કરીને ચેહરા પર લગાવો અને તેને સૂકવવા દો. જયારે તે સુકાઈ જાય ત્યારે આ મિક્ષણ ફરીથી ત્વચા પર
લગાવો. થોડા સમય પછી તમારી ત્વચા સાદા પાણીથી ધોઈ લો.

Exit mobile version