ચહેરા પરના ખીલમાંથી છૂટકારો મેળવવા આ ઘરેલું ઉપાયો છે જોરદાર અસરકારક, નહિં દેખાય એક પણ ડાઘ

ઉનાળામાં તેલયુક્ત ત્વચાવાળા લોકો માટે સૌથી મોટી સમસ્યા ચહેરા પરના પિમ્પલ્સ છે. ઘણીવાર આ પિમ્પલ્સ એટલો ત્રાસ આપે છે કે એક પછી એક બીજા પિમ્પલ્સ આખો ચહેરો ભરી દે છે. પિમ્પલ્સ ચહેરાનો ગ્લો તો ગાયબ કરે જ છે, પણ સાથે પિમ્પલ્સ દૂર થયા પછી ચેહરા પર ઘણા ડાઘ-ધબ્બા રહી જાય છે. જાણો કેટલાક ઘરેલું ઉપાય જે તમને પિમ્પલ્સ અને પિમ્પલ્સ પછીના ડાઘથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

લીંબુ અસરકારક છે

image source

જો તમે પિમ્પલ્સ અને પિમ્પલ્સના ડાઘથી છૂટકારો મેળવવા માંગો છો, તો લીંબુ તમને આ સમસ્યા દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે, બાઉલમાં થોડો લીંબુનો રસ કાઢો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને મધ નાખો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર ત્યાં લગાવો જ્યાં ખીલ થાય છે. આ પછી, તેને સૂકવવા દો અને ત્યારબાદ ચહેરાને હળવા પાણીથી ધોઈ લો. થોડા દિવસ આ ઉપાય અપનાવવાથી તમારા ચેહરા પરના ડાઘ ઓછા થશે.

ટમેટા

image source

ટમેટાંનો રસ તમને પિમ્પલ્સ અને ડાઘ બંને સમસ્યાઓથી પણ રાહત આપશે. આ માટે, લગભગ બે ચમચી ટમેટાંનો રસ લો. તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરો. હવે આ મિશ્રણને અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો. 10 મિનિટ પછી, ઠંડા દૂધથી ચહેરાની માલિશ કરો અને પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

હળદર પણ ફાયદાકારક છે

image source

હળદર ઘણા ઔષધીય ગુણથી ભરપૂર છે. પિમ્પલ્સથી છૂટકારો મેળવવા માટે એક ચમચી હળદરના પાઉડરમાં દૂધ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને પિમ્પલ્સ પર લગાવો. જયારે આ પેસ્ટ સુકાય જાય ત્યારે તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. આ પેસ્ટને થોડા દિવસો સુધી સતત લગાવ્યા પછી, તમે તેની અસર જોશો.

મધ

મધ પણ પિમ્પલ્સથી છૂટકારો મેળવવા માટે એક અસરકારક ઉપાય છે. આ માટે, ફક્ત જે જગ્યા પર પિમ્પલ્સ છે તે જગ્યાએ મધ લગાડો. થોડા સમય પછી ઠંડા દૂધથી ચહેરા પર માલિશ કરો, ત્યારબાદ તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. લગભગ એક અઠવાડિયા સુધી આ ઉપાય અપનાવવાથી તમને ઘણો ફાયદો થશે.

તુલસીના પાંદડા

image source

એક ચમચી તુલસીના પાંદડાનો પાવડર, એક ચમચી લીમડાના પાન અને એક ચમચી હળદર પાવડર મિક્સ કરો. તેમાં થોડો મુલતાની માંટ્ટીનો પાવડર નાખો. હવે આ મિક્ષણમાં થોડું ગુલાબજળ ઉમેરીને તમારા ચેહરા પર જ્યાં પિમ્પલ્સ થાય છે ત્યાં આ પેસ્ટ લગાવો. થોડા સમય પછી તમારો ચેહરો ધોઈ લો. તમે પાવડરના મિક્ષણ સ્ટોર પણ કરી શકો છો. જયારે તમારા ચેહરા પર કોઈ પિમ્પલ્સ દેખાય ત્યારે આ પેસ્ટનો ઉપયોગ કરો.

કાળા મરી

image source

ચેહરા પરના પિમ્પલ્સ અને પિમ્પલ્સના ડાઘ દૂર કરવા માટે કાળા મરીની પેસ્ટ તૈયાર કરો. ચહેરા પર જ્યાં પણ ખીલ હોય છે ત્યાં મરીના દાણાની પેસ્ટ સારી રીતે લગાવો. થોડો સમય સુકાવા દો. તે પછી ચહેરો ધોઈ લો. આ ઉપાય દ્વારા તમારા ચેહરા પરના પિમ્પલ્સ થોડા સમયમાં જ અદૃશ્ય થઈ જશે.

એલોવેરા

image source

તમે તો જાણો જ છો કે એલોવેરા ત્વચા માટે ઘણું ફાયદાકારક છે. એલોવેરામાં મળતા તેના એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ત્વચાકોષીય રોગોને મટાડવામાં અસરકારક છે. આ માટે એલોવેરાનું જેલ લો અને તેને પિમ્પલ્સ પર લગાવો અને હળવા હાથથી મસાજ કરો. ત્યારબાદ તેને આખી રાત લગાવી રાખો અને સવારે ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. એક મહિના સુધી આ રીતે કરવાથી પિમ્પલ્સ અને પિમ્પલ્સના ડાઘ દૂર થશે.

લીલા મેથીના પાન

ચેહરા પરની પિમ્પલ્સની સમસ્યા દૂર કરવા માટે લીલા મેથીના પાન ધોઈ લો અને તેને સારી રીતે છૂંદીને તેનો રસ કાઢો. હવે આ રસને કોટનની મદદથી ચહેરા પર લગાવો. અડધા કલાક પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. મેથીના પાંદનો ઉપયોગ બીજી રીતે પણ કરી શકાય છે. આ માટે દહીં અને મેથીના પાનને ગ્રાઇન્ડરમાં નાખીને એક પેસ્ટ બનાવો. ચહેરાના અસરગ્રસ્ત ભાગ પર આ પેસ્ટ લગાવો પછી થોડા સમય માટે તેને રહેવા દો. તેથી તે પેસ્ટ સુકાઈ જાય. જયારે પેસ્ટ સુકાય જાય પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર આ ઉપાય અપનાવી શકો છો.

લીમડો

લીમડો દરેક સમસ્યા દૂર કરવામાં ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે લીમડાની પેસ્ટ ચેહરા પરના પિમ્પલ્સ અને વર્ષો જુના ડાઘ પણ દૂર કરી શકે છે. આ માટે લીમડાના પાન પીસી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરો અને ચહેરા પર લગાવો. થોડા સમય આ પેસ્ટ ચેહરા પર રહેવા દો અને પછી તમારો ચેહરો સાદા પાણીથી ધોઈ લો. જો તમે આ પેસ્ટનો ઉપયોગ સતત કરો છો તો સમય જતા ખીલની સમસ્યા ઓછી થશે.

બેકિંગ સોડા

એક રાતમાં જ ખીલ દૂર કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા સાથે પાણી મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા ચેહરા પરના પિમ્પલ્સ પર લગાવો. પાંચ મિનિટ પછી તમારો ચહેરો પાણીથી ધોઈ લો, પછી ચહેરા પર ટોનર લગાવો. જો તમને બેકિંગ સોડા લગાવ્યા પછી કોઈ તકલીફ હોય તો તરત જ તમારો ચહેરો સાફ પાણીથી ધોઈ લો.

હળદર

image source

ત્વચા સાથે સંબંધિત અનેક સમસ્યાઓનું સમાધાન હળદર છે. એક ચમચી હળદરને દૂધ અને ગુલાબજળ સાથે ભેળવીને એક પેસ્ટ બનાવો અને આ પેસ્ટને પિમ્પલ્સ પર લગાવો. થોડીવાર રાખ્યા પછી સાફ પાણીથી તમારો ચેહરો ધોઈ લો. થોડા દિવસો સુધી સતત આ ઉપાય કરવાથી પિમ્પલ્સની અને ચેહરા પરના ડાઘની સમસ્યા દૂર થાય છે.

ઓટમીલ

ઓટમિલ ઉનાળાના દિવસો દરમિયાન તમારી ત્વચાની સંભાળ રાખવા માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે, સૌ પ્રથમ 2 ચમચી ઓટમિલ લો તેમાં 1 ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર પરના પિમ્પલ્સ પર લગાવો અને થોડા સમય સુધી રહેવા દો, ત્યારબાદ તમારી આંગળીઓથી આ પેસ્ટ હળવાશથી ઘસીને દૂર કરો અને સાદા પાણીથી તમારો ચેહરો ધોઈ લો.

કાકડી

કાકડી તમારા શરીરમાં પાણીની ઉણપ તો દૂર કરે જ છે. સાથે તે ચેહરા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. ચેહરા પરના પિમ્પલ્સ દૂર કરવા માટે એક કાકડી લો અને તેને સારી રીતે મેશ કરો. હવે તેમાં થોડું પાણી અને એક ચમચી ખાંડ નાખો અને તેને બરાબર મિક્ષ કરીને એક ફેસપેક જેવું બનાવી લો. આ પછી તેને ચહેરા પર લગાવી અને થોડી વાર માટે રહેવા દો. 10 મિનિટ થઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો. કાકડીથી તમારા ચહેરા પર તાજગી આવશે. ચહેરાની ગંદકી સાફ થશે અને પિમ્પલ્સની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.

મુલતાની માટી

image source

મુલતાની માટી વર્ષોથી ચેહરા પરની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક ઉપાય તરીકે માનવામાં આવે છે. આ માટે સૌથી પેહલા મુલતાની માટી લો અને તેમાં થોડું ગુલાબજળ નાખીને તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટ તમારા ચેહરા પર લગાવો. તે સુકાઈ જાય પછી ઠંડા પાણીથી તમારો ચેહરો ધોઈ લો અથવા તમે આ પેસ્ટ આખી રાત પણ ચેહરા પર રાખી શકો છો. મુલતાની માટી ચેહરા માટે ખુબ અસરકારક માનવામાં આવે છે તે પિમ્પલ્સ અને પિમ્પલ્સના ડાઘ તો દૂર કરશે જ સાથે તે ચેહરાને ગ્લોઈંગ અને ઓઇલ ફ્રી બનાવવામાં પણ મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *