જાણો આ વાયરસ વિશે, જે બ્લૂટૂથથી સ્માર્ટફોનમાં ફેલાય છે, સાથે કોરોના ટ્રેક કરવામાં પણ થશે મદદરૂપ

છેલ્લા થોડાક સમયથી વાયરસનું નામ સાંભળતા જ આપણા મનમાં એક વિચિત્ર ચિત્ર ઉભું થઈ જાય છે. જે આપણા માટે હાનીકારક સાબિત થાય છે. પરંતુ હવે સંશોધન કરીને એક એવો વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે કે આ વાયરસની મદદથી કોરોના વાયરસ જેવા વાયરસ અંગે બ્લુટુથની મદદથી ખુબ જ ઝડપથી લોકોને સાવધાન કરી દે છે.

image source

આ સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ વાયરસ કોરોના વાયરસને ટ્રેસ કરવાનું કામ પણ બિલકુલ નિશ્ચિતપણે કરે છે. આપને જણાવીએ કે, આ વર્ચ્યુઅલ વાયરસ છે અને વાયરસથી આપના સ્માર્ટફોનને કોઈપણ પ્રકારનું જોખમ રહેતું નથી.

સંશોધનો સંયુક્ત રીતે કરીને આ વર્ચ્યુઅલ વાયરસ બનાવવામાં આવ્યો છે.

image source

અમેરિકા દેશની યુનીવર્સીટી ઓફ ક્વીન્સલેન્ડ, મેલબર્ન યુનીવર્સીટી અને મેસાચુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) દ્વારા આ રીસર્ચર્સ દ્વારા સંયુક્ત રીતે આ વર્ચ્યુઅલ વાયરસને તૈયાર કરવામાં આવ્યો છે. વર્ચ્યુઅલ વાયરસને તૈયાર કરનાર રિસર્ચર્સનું કહેવું છે કે, વર્ચ્યુઅલ વાયરસના ટ્રાન્સમિશન થવા દરમિયાન કોઈપણ ઉપભોક્તાના ડેટા રેકોર્ડ થતા હોતા નથી એટલું જ નહી, કોઇપણ સર્વર પર પણ ડેટા સ્ટોર થઈ શકતા નથી.

ભીડ, પ્રસંગ વગેરે સ્થાનોને પણ ઓટોમેટીક ટ્રેસ કરી શકે છે આ વર્ચ્યુઅલ વાયરસ.

image source

આ વર્ચ્યુઅલ વાયરસ સ્પષ્ટ રીતે જણાવી શકે છે કે, સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહી. આ ઉપરાંત આ વર્ચ્યુઅલ વાયરસ ભીડ, પ્રસંગ વગેરે સ્થાનોને પણ આપોઆપ ટ્રેસ કરી લે છે. આ વર્ચ્યુઅલ વાયરસ બ્લુટુથની મદદથી કામ કરે છે. વર્ચ્યુઅલ વાયરસની મદદથી આખી દુનિયામાં કોરોના વાયરસને ટ્રેસ કરવા માટે બનાવવામાં આવેલ સિસ્ટમના આધારે જ તૈયાર કરવામાં આવ્યો છે.

image source

આપને જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ સંક્રમણની મહામારી દરમિયાન કોરોના વાયરસને ટ્રેસ કરવા માટે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરવામાં આવી છે. પરંતુ આ એપનો ઉપયોગ કોરોના વાયરસની વેક્સિન મુકાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ થવા લાગ્યો છે. આરોગ્ય સેતુ એપને દેશના લગભગ ૧૭ કરોડ કરતા વધારે નાગરિકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આરોગ્ય સેતુ એપ રેલ્વેમાં મુસાફરી કરવા દરમિયાન આપના સ્માર્ટફોનમાં હોવી ફરજીયાત છે.

image source

દુનિયાના ટોપ-૧૦ દેશ, જ્યાં સૌથી વધારે કોરોના વાયરસથી લોકો સંક્રમિત થઈ ગયા છે.

દેશ                      કેસ                               મૃત્યુ પામેલ                      સ્વસ્થ થયેલ

અમેરિકા         ૩૦,૧૩૮,૫૮૬                     ૫૪૮,૦૧૩                       ૨૨,૨૮૬,૫૫૧

બ્રાઝિલ           ૧૧,૫૨૫,૪૭૭૨                  ૭૯,૬૦૨                          ૧૦,૧૧૧,૯૫૪

ભારત              ૧૧,૪૦૯,૫૯૫                     ૧૫૮,૮૯૨                        ૧૧,૦૨૫,૬૩૧

રશિયા             ૪૪,00,૦૪૫                      ૯૨,૪૯૪                          ૪,૦૦૩,૫૭૬

યુકે                   ૪,૨૬૩,૫૨૭                       ૧૨,૫૮૦                          ૩,૫૨૬,૭૧૫

ફ્રાંસ                 ૪,૦૭૮,૧૩૩                        ૯૦૭૬૨                           ૨,૭૩,૭૭૧

ઈટલી              ૩૨,૩૮,૩૯૪                        ૧૦૨,૪૯૯                         ૨,૬૦૫,૫૩૮

સ્પેન                ૩,૧૯૫,૦૬૨                         ૭૨,૪૨૪                          ૨,૮૫,૭૭૧૪

તુર્કી                 ૨,૮૯૪,૮૯૩                         ૨૯,૫૫૨                         ૨,૭૧૬,૯૬૯

જર્મની             ૨૫,૮૫,૩૮૫                        ૭૪,૧૧૫                           ૨૩,૬૫,100

દુનિયામાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસની સંખ્યા.

image source

માર્ચ મહિનાના પહેલા ૧૫ દિવસ દરમિયાન ૬૧ લાખ કરતા વધારે કોરોના વાયરસના નવા કેસ નોંધવામાં આવ્યા છે. ત્યાં જ છેલ્લા ૭ દિવસ
દરમિયાન તો દરરોજના મળી આવતા કેસની સાથે પોઝેટીવ કેસની સંખ્યા ૪ લાખનો આંકડો પણ પાર કરી લીધો હતો. ત્યાં જ તા. ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ સૌથી વધારે કોરોના વાયરસના ૪.૯૦ લાખ નવા કેસ નોંધવામાં આવ્યા હતા. માર્ચ મહિનાના ૧૫ દિવસ દરમિયાન અત્યાર સુધીમાં ૬૧,૦૪,૫૯૯ નવા કેસ નોંધાયા છે જેમાંથી ૧,૨૭,૦૪૩ દર્દીઓના મૃત્યુ થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!