Site icon News Gujarat

RC અને Driving License એક્સપાયર થઈ ગયા છે તો ચિંતા ના કરો, સરકારે આપી મોટી રાહત, જાણો જલદી

ગુજરાતના નાગરિકો માટે એક વાર ફરી રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુકની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, કારનું ફિટનેસ સર્ટિફિકેટ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ(RC) અથવા પરમીટ એક્સપાયર થવાનું છે તો આ એક્સપાયર થઇ ચૂક્યું છે તો પરેશાન થવાની જરૂરત નથી.

image source

હવે આ 30 જૂન 2021 સુધી વેલીડ રહેશે. માર્ગ અને પરિવહન મંત્રાલયએ આને લઇ આદેશ જારી કર્યો છે. સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક વાર ફરી તેજીથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ સર્ટિફિકેટનું કોરોના હામારી અથવા લોકડાઉનના કારણે એક્સ્ટેન્શન ન થઇ શક્યું અને જે 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઇ ગયું છે તે હવે 1 જૂન 2021 સુધી માન્ય ગણાશે. ગત વર્ષે વાહનને લગતા તમામ દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર વિભાગ દ્વારા લંબાવવામાં આવી હતી.

image source

ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનાનો વધારો કરાયો હતો. જેથી નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદ્દત 31 ડિસેમ્બર 2020એ પૂર્ણ થઇ ગઇ હતી. પરંતુ હજુ કોરોના સંક્રમણ હોવાથી રાજ્ય સરકારના નવો આદેશ કર્યો છે.

તમામ રાજ્યોને આદેશ જાહેર કરવામાં આવ્યો

image source

સરકારે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે આ દસ્તાવેજોને માન્ય માનવા આવે, જેથી પરિવહન સંબંધિત સેવાઓમાં કોઈ મુશ્કેલી ન આવે. માર્ગ અને પરિવહન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ આદેશનું પાલન કરવા જણાવ્યું છે જેથી નાગરિકો, ટ્રાન્સપોર્ટરો અને તમામ સંસ્થાઓ કે જે આ મુશ્કેલ સમયમાં પણ સેવાઓ પૂરી પાડે છે, તેઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા લેવાયો નિર્ણય

image source

આપને જણાવી દઈએ કે 24 માર્ચ 2020 ના રોજ દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને પરિવહન મંત્રાલયે 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020 ના રોજ એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં મંત્રાલયે ગાડીઓના પરમીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી, જે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ એક્સપાયર થઈ ગયા છે, તેને 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવા આદેશ આપ્યા હતા, જેથી જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે કોઈપણ પ્રકારની અડચણ ન આવે. હવે દેશમાં ફરી એક વખત કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે, રોજ વધતા કેસોને લઇ મંત્રાલયે આ ડોક્યુમેન્ટ્સની માન્યતાને 30 જૂન 2021 સુધી વધારી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version