Site icon News Gujarat

આ છોડ ઘરમાં રોપતા આવવા લાગે છે અનેક નેગેટિવ વિચારો, જાણો અને તરત જ કરો દૂર નહિં તો…

વાસ્તુશાસ્ત્રમા એવુ દર્શાવવામા આવે છે કે અમુક એવા છોડ કે રોપ હોય છે કે જેને આપણે આપણા ઘરમા લગાવીને રાખીએ તો આપણા ઘરમા નકારાત્મક શક્તિઓ નુ પ્રમાણ વધી જાય છે.

image source

વાસ્તુશાસ્ત્રમા તજજ્ઞો એવુ સુચવે છે કે આવા છોડવાઓને ઘરમા કયારેય પણ નહી લગાવવો જોઈએ. જો આપણા ઘરમા આવા છોડવાઓ રાખવામા આવે તો તમારા ઘરમા ઝઘડાઓ થવાની સંભાવનાઓ વધી જાય છે. સાથોસાથ તેમાથી બહાર આવતી ઊર્જા થી તેના પરીવારના સભ્યો પણ બિમાર પણ થઈ શકે છે.

કારેલા :

image source

આ વાત તમામ લોકોને ખ્યાલ જ હોય છે કે કારેલા નો સ્વાદ કડવો હોય છે. શાસ્ત્રોમા એવુ જણાવવામા આવ્યુ છે કે તેમાથી નિકળતી ઉર્જા એ ખુબ જ નકારાત્મક ગણવા મા આવે છે. આ માટે જ વાસ્તુશાસ્ત્રમા આ છોડને પોતાના ઘરમા રોપવાની મનાઈ કરવામા આવી છે. આ છોડ જો ઘરમા લગાવવામા આવે તો તમારા ઘરમા વાસ્તુ દોષ રહે છે.

થોર :

image source

એવુ કહેવામા આવે છે કે થોરનો છોડ ઘરમા ન વાવવો જોઈએ. શાસ્ત્રોમા એવુ દર્શાવાયુ છે કે જો તમે થોરનો છોડ ઘરમા વાવો છો તો તમારા પર કોઈ મુસીબત આવી શકે છે. તજજ્ઞો એવુ જણાવે છે કે જે રીતે થોરના છોડમા કાંટા આવેલા હોય છે એ જ રીતે તે તમારા ઘરમા પણ કાંટા વાવી દે છે. અને આપણી વચ્ચે વીખવાદ જન્મે છે. એટલા માટે તમે સાવધાની રાખો કે આ થોરનો છોડ તમે તમારા આંગણે ક્યારેય ન ઉગાડો. અને જો તમારા ઘરમા આ છોડ લગાવેલ હોય તો તમારે તેને તરત જ દૂર કરી નાખવો.

કેળા :

image source

મળતી માહિતી અનુસાર એવુ માનવામા આવે છે કે તમારે કેળાનુ ઝાડ તમારા ઘરમા ન લગાવવુ જોઈએ. એવુ જણાવવામા આવે છે કે આ વૃક્ષ ને ઘરમા લગાવવામા આવે તો ઘરમા રહેલી શક્તિમા બદલાવ આવે છે. પણ તેની સાપેક્ષે જ્યોતિષશાસ્ત્રમા કેળાના વૃક્ષને ખુબ જ શુભ માનવામા આવે છે. એવી માન્યતાઓ છે કે આ વૃક્ષમા પ્રભુ શ્રી હરી વિષ્ણુ નો વાસ હોય છે.

પીપળા :

image source

એવુ જણાવવામા આવે છે કે આ પીપળાના વૃક્ષ ને રોપવા થી ઘરમા રહેલ નકાત્મક શક્તિઓ આવવા લાગે છે. એટલા માટે જો તમારા ઘરમા પીપળાનુ વૃક્ષ લાગેલ હોય તો તેને તરત જ દૂર કરી અન્ય જગ્યા જેવી કે મંદીર જેવા સ્થાને લગાડવુ જોઈએ. આ વૃક્ષને લગાવવા થી ઘર મા જાદુ ટોટકા જેવા યોગ પણ બની રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version