જાણી લો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવડાવતી વખતે કયા સર્ટિફિકેટની પડશે ખાસ જરૂર! ખાસ જાણજો નહીંતર અટકી પડશે તમારું કામ

જો આપ ડ્રાઈવિંગ લાયસન્સ કરાવી રહ્યા છો તો આપને જરૂર પડશે આ વિશેષ સર્ટીફીકેટની! જો નહી હોય તો અટકી શકે છે આપનું ડ્રાઈવિંગ લાયસન્સ.

image source

અત્યારના સમયમાં ડ્રાઈવિંગ લાયસન્સ કરાવવાની પ્રોસેસ ઘણી સરળ થઈ ગઈ છે. સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સની પ્રોસેસને સરળ બનાવવા માટે ઓનલાઈન પ્રોસેસ કરવા પર વધારે ભાર આપવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર વ્યક્તિને આરટીઓ ઓફીસના વધારે ધક્કા ખાવાની જરૂરિયાત રહેતી નથી અને આપ સહેલાઈથી ઓનલાઈનના માધ્યમથી આપના ડ્રાઈવિંગ લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો. આ પ્રોસેસમાં આપને ઓનલાઈનના માધ્યમથી જ દસ્તાવેજોને સબમિટ કરવાના હોય છે. જેમાં આપની વ્યક્તિગત માહિતીને સંબધિત દસ્તાવેજની સાથે જ એક મેડીકલ સર્ટીફીકેટ પણ સબમિટ કરવાનું હોય છે.

image source

જી હા આપ જયારે પણ ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે અપ્લાય કરો છો તો આપની પાસે મેડીકલ સર્ટીફીકેટની માંગ કરવામાં આવી શકે છે. તેમજ જો આપ પ્રથમવાર આપના ડ્રાઈવિંગ લાયસન્સ માટે અપ્લાય કરી રહ્યા છો તો આપને ફરજીયાતપણે મેડીકલ સર્ટીફીકેટ સબમિટ કરાવવું પડશે.

ચાલો આપને જણાવીએ કે, ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરી મેડીકલ સર્ટીફીકેટ ક્યાં બનાવવામાં આવે છે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા શું છે ત્યાર બાદ આપને ડ્રાઈવિંગ લાયસન્સ બનાવડાવવા દરમિયાન કોઈ મુશ્કેલી આવશે નહી…..

શું છે આ સંપૂર્ણ પ્રક્રિયા?

image source

મેડીકલ સર્ટીફીકેટ મેળવવા માટે આપે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ parivahan.gov.in કે પછી vahan.nic.in પર જઈને આપે તેના ફોર્મને ડાઉનલોડ કરવાના છે. જો આપ parivahan.gov.in પર જઈને ફોર્મ ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો આપને સૌથી પહેલા informational services પર જઈને Download Forms પર જઈને ક્લિક કરવું. ત્યાર બાદ અહિયાં આપને કેટલાક પ્રકારના ફોર્મ્સ જોવા મળશે જેમાંથી આપને બે ફોર્મને ડાઉનલોડ કરવાના રહેશે.

ફોર્મ આવી રીતે ભરવું.

image source

અહિયાથી આપને ફોર્મ-૧ અને ફોર્મ-૨ને ડાઉનલોડ કરવાનું છે. આ ફોર્મ મેડીકલ સર્ટીફીકેટનું ફોર્મ છે ત્યાર બાદ આ બંને ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને આપે આ ફોર્મ-૧ ભરવાનું છે. જેમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરી દેવાની રહેશે. ત્યાર બાદ આપે સાઈન કરી દેવી. એના સિવાય આપે ફોર્મ-૧માં બીજું કઈ જ કરવાનું રહેતું નથી કેમ કે, ફોર્મ-૧ એક પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન છે. ત્યાર બાદ આપને બીજું ફોર્મ એટલે કે, ફોર્મ- ૨ ભરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આપે ફોર્મ- ૨ માટે પ્રિન્ટ આઉટ કરેલ ફોર્મમાં ફોટોવળી જગ્યાએ અને નીચેની તરફ જ્યાં ઓફિસર્સની સાઈન કરાવવાની હોય છે તે જગ્યાએ એક ફોટો લગાવવાનો છે. આ ફોર્મમાં આપે આપના તરફથી કોઈપણ માહિતી ભરવાની છે નહી અને ફક્ત ફોટો જ લગાવવા સિવાય બધું જ ખાલી રાખવાનું છે. આપનું આ ફોર્મ ચીફ મેડીકલ ઓફિસર પાસેથી ભરાવવાનું હોય છે જેમાં ડોક્ટર આપના સ્વાસ્થ્ય પ્ર્રમાને માહિતી ભરશે. આ સાથે જ આ ફોર્મમાં આપની આંખોનું વિઝન વિષે પણ જણાવવાનું હોય છે. ડોક્ટર પોતાના પ્રમાણે આ ફોર્મ ભરે છે. આપ કોઈપણ સરકારી હોસ્પિટલમાં જઈને આ ફોર્મ ભરાવી શકો છો.

કેવી વ્યક્તિને જરૂર પડે છે?

image source

ફોર્મ- ૧ને ભરવાની જરૂરિયાત ડ્રાઈવિંગ લાયસન્સ માટે અપ્લાય કરનાર દરેક વ્યક્તિને પડે છે આપ લર્નિંગ લાયસન્સ માટે અપ્લાઈ કરી રહ્યા છો કે પછી ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે અપ્લાય કરવું છે તેના માટે આપે ફોર્મ- ૧ ભરવાની જરૂરિયાત હોય છે. જયારે બીજું ફોર્મ ભરવાની જરૂરિયાત એવી વ્યક્તિને પડે છે જેમની ઉમર ૪૦ વર્ષ કરતા વધારે ઉમર ધરાવે છે. જયારે ૪૦ વર્ષ કરતા ઓછી ઉમર ધરાવનાર વ્યક્તિઓને બીજા ફોર્મની જરૂરિયાત રહેતી નથી. ઉપરાંત આપ આપનું ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યુ કરાવવા ઈચ્છો પણ આપની ઉમર ૫૦ કરતા વધારે છે તો આપને પણ ફોર્મ- ૨ ભરવાની જરૂરિયાત પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!