એક પ્રાઈવેટ જેટ બુક કરવા માટે થાય છે આટલા રૂપિયા ખર્ચ, તમે પણ કરી શકો છો સપનું પૂરું

તમે જોયું હશે કે અનેક મોટી ફિલ્મી હસ્તીઓ પ્રાઈવેટ જેટના ફોટો શેર કરતી રહે છે. ફોટોમાં દેખાય છે કે અંદરથી કેટલું લક્ઝરી હોય છે અને આખા પ્લેનમાં ફક્ત 2 લોકો જ હોય છે. જો તમે પણ આ લક્ઝરી જેટમાં યાત્રા કરવાનું સપનું રાખો છો તો તમે તેને સરળતાથી પૂરું પણ કરી શકો છો. તમે પ્રાઈવેટ જેટ ભાડે પણ લઈ શકો છો. તેને બુક કરીને તમે પાર્ટનર કે ફેમિલિ સાથે મજા લઈ શકો છો. આજકાલ લોકો તેને વેડિંગમાં ઉપયોગમાં લઈ રહ્યા છે. તેમાં થોડો ખર્ચ થાય છે પણ એક અલગ અનુભવ તમને મળી રહે છે. તો જાણો પ્રાઈવેટ જેટ બુક કરવામાં કેટલો ખર્ચ થઈ શકે છે.

શું પ્રાઈવેટ જેટ ભાડા પર લઈ શકાય છે

image source

તમે સરળતાથી પ્રાઈવેટ જેટને ભાડા પર લઈ શકો છો. આ માટે તમારે તેનું પહેલાંથી બુકિંગ કરવાનું રહે છે. ખાસ વાત તો એ છે કે આ તમે ઓનલાઈનની મદદથી પણ બુકિંગ કરાવી શકો છો. તે કામ મુશ્કેલ નથી. તમે ફ્લાઈટની ટિકિટની જેમ જ તેનું સરળતાથી બુકિંગ કરાવી શકો છો.

કેવી રીતે થાય છે બુકિંગ

image source

પ્રાઈવેટ જેટની સર્વિસ અનેક કંપનીઓની તરફથી આપવામાં આવે છે. એવામાં તમે કોઈ સર્વિસથી તેનું બુકિંગ કરી શકો છો. તમે પ્રાઈવેટ જેટની સુવિધા એક શહેરના એરપોર્ટથી અન્ય શહેરના એરપોર્ટની મદદથી મેળવી શકો છો. આ માટે તમે કોઈ પણ વેબસાઈટ પર જઈ શકો છો. અહીં તમને સફરની જાણકારી પણ મળશે. તેમાં બંને શહેરોના નામ, પેસેન્જરની સંખ્યા, સમય વગેરેની જાણકારી ભરવાની રહેશે. આ પછી તમે તેનું બુકિંગ કરી શકો છો.

કેટલો થાય છે ખર્ચ

image source

ખર્ચાની વાત કરીએ તો તમે કયું ડેસ્ટનેશન પસંદ કરો છો તેની પર તમારા ખર્ચનો આધાર રહે છે. એવામાં ભાડાનો આઈડિયા લેવામાં દિલ્હીથી જયપુરનો ખર્ચ વિચારાયો છે. દિલ્હી થી જયપુર 2 પેસેન્જરનું બુકિંગ રેટ લગભગ 3 લાખ 30 હજાર રૂપિયાનો થાય છે. એવામાં તમે પ્રાઈવેટ જેટ બુકિંગનો આઈડિયા મેળવી શકો છો.

image source

તેમાં ફ્લાઈટ ટાઈમ 2 કલાક અને 40 મિનિટનો છે. આ માટે ફ્લાઈંગ કોસ્ટ 220000 રૂપિયા આવે છે અને ગ્રાઉન્ડ હેન્ડલિંગને માટે લગભગ 59 હજાર રૂપિયા લાગે છે અને સાથે 18 ટકા જીએસટી પણ ભરવો પડે છે. માનવામાં આવે છે કે એક કલાકનો ખર્ચ લગભગ 82500 રૂપિયાનો આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત