માતા-પિતા અને પરિવાને પણ સુખ-સમૃદ્ધિ અને સફળતા અપાવે છે આ તારીખે જન્મેલી દીકરીઓ

દીકરી દી વાળે અને બે ઘરને ઉજાળે. આ કહેવતો કંઈ એમ જ નથી પડી પણ દીકરીઓ માતા-પિતા માટે હંમેશા નસીબ લઈને આવતી હોય છે. હિન્દુ ધર્મમાં તો દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે.

શું કહે છે શાસ્ત્રો

image source

શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે દીકરીએ પુણ્યશાળીને ઘરે અવતરે છે. અને જે દંપત્તિને દીકરી હોય તેમનો સ્વર્ગમાં સ્થાન મળે છે. એવામાં જ્યોતિષ શાશ્ત્ર મુજબ અમુક તારીખે જન્મેલી દીકરીઓ ખાસ ભાગ્ય લઈને જન્મ લેતી હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. મહિનાની આ ખાસ તારીખોમાં જન્મ લેવાવાળી દીકરીઓના નસીબ પણ ખાસ હોય છે.

image source

તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકતું હોય છે. પૂરી જીંદગી સુખ તેમજ સમૃદ્ધીની સાથે વ્યતીત કરે છે. આજે અમે એ દીકરીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે દીકરીને ભાગ્યશાળી માનવામાં આવે છે.આવો જાણીએ એવી તારીખો જે દિવસે દીકરી જન્મે તો તે ખાસ ભાગ્ય લઈને જન્મે છે.

2જી તારીખે જન્મેલી દીકરીનો સિતારો હોય છે બુલંદી પર

image source

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો કોઈપણ મહિનાની 2 જી તારીખે જન્મેલી દીકરીઓ હંમેશા ભાગ્ય લઈને જન્મતી હોય છે. ભાગ્ય આ તારીખે જન્મેલી દીકરીઓનો સાથ ક્યારેય નથી છોડતું. આ દિવસે જન્મેલી દીકરીઓ બહાદુર હોય છે. તેઓ પોતનાની કારકિર્તીમાં નવી સફળતાઓ હાંસલ કરીને સમાજ માટે નવા માપદંડો ઉભા કરે છે. તે તેના માતા-પિતાનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરે છે. આ દીકરીઓ લડાકુ સ્વભાવની હોય છે અને તેમને જીવનમાં જે હાંસલ કરવું છે તે મેળવવામાં તેમનું ભાગ્ય તેમને પૂરેપૂરો સાથ આપે છે.

11 તારીખે જન્મેલી દીકરીઓ મેળવે છે સફળતા

image source

કોઈપણ મહિનાની 11મી તારીખે જન્મેલી દીકરીઓ અનોખું ભાગ્ય લઈને જન્મે છે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, આ તારીખે મોટે ભાગે ગ્રહ રસ્તો બદલતા હોય છે જેને કારણે આ દિવસે જન્મ લેનાર દીકરીને કોઈ મુશ્કેલી નડતી નથી અને તે જે પણ કામ કરે તે દરેક કામમાં તેની જ જીત થાય છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ આ તારીખે જન્મેલી દીકરીઓ માત્ર અને માત્ર સફળતા જ મેળવે છે.

24 તારીખે જન્મેલી દીકરી રાજયોગ લઈને જન્મે છે

image source

જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો જે દીકરીનો જન્મ કોઈપણ મહિનામાં 24 તારીખે થાય તો તે રાજયોગ લઈને જન્મે છે. તેની કિસ્મતનો ઝળહળાટ તેના આખા પરિવારને ફળે છે. તેને સુખ, સમૃદ્ધિ, પરિવારથી લઈને દરેક સારી વસ્તુ આસાનીથી મળી જાય છે. તેને દરેક કામમાં સફળતા મળે છે એટલું જ નહીં પરંતુ આ તારીખે જ્નેમેલી દીકરીઓ આર્થિક રીતે સંપન્ના થાય છે અને ભાગ્યનો સાથ મળવાથી તેમને આજીવન ધન-ધાન્યની ખોટ રહેતી નથી. તે જ્યાં પણ જાય છે ત્યાં પોતાના ભાગ્યનો સિતારો લઈને જાય છે જેથી તેની આસપાસના લોકો પણ ખુશ રહે છે. ભાગ્યનો સાથ મળવાથી તે દરેક પળને ખુશી થી વિતાવી શકે છે અને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ