ઉકળતુ દૂધ ગેસ સ્ટવ પર પડે તો આપે છે આવા શુભ સંકેત, જાણી લો તમે પણ જલદી તમને ટૂંક સમયમાં શું થશે લાભ

મિત્રો, આપણે સૌ એ વાત ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આપણા જીવનમા એવો સમય અનેકવાર આવતો હોય છે કે, જ્યારે અમુક અનિચ્છનીય વસ્તુઓ બનતી હોય છે પરંતુ, આ સમયે આપણને એ ખ્યાલ નથી હોતો કે, આ અનિચ્છનીય વસ્તુઓ આપણને કંઇક વિશેષ સંકેત આપી રહી છે. તો ચાલો આ અંગે આજના આપણા લેખમા થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

image source

તમે ઘણીવાર જોયુ હશે કે,ભૂલથી હાથમાંથી નીચે પડતા કાચ તૂટી ગયો હોય અથવા ગેસ પર મુકેલુ દૂધ ઉભરાઈ ગયુ હોય આવી અનેકવિધ ઘટનાઓ આપણા જીવનમા અવારનવાર બનતી રહેતી હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આ ઘટનાઓ સાથે સમુક વિશેષ સંકેતો જોડાયેલા હોય છે. શાસ્ત્રોમા આ ઘટનાઓને શુભ અને શુભ સંકેત સાથે સાંકળવામા આવે છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ઘટનાઓ વ્યક્તિને આવનાર સમયમા થનારા લાભ, ગેરલાભ, સફળતા અને નિષ્ફળતા વગેરે વિશે માહિતગાર કરી શકે છે. આ જ કારણ છે કે, જ્યારે પણ આપણો રસ્તો જો કોઈ બિલાડી કાપી જાય અથવા તો ગેસ પરથી દૂધ ઉભરાઈ જાય તો આવી ઘટનાઓને આપણે ખુબ જ સીરીયસ લઇ લેતા હોય છીએ અને આ ઘટનાઓ ઘટ્યા બાદ મનમા અનેકવિધ પ્રકારના વિચારો લોને બેસી જતા હોઈએ છીએ.

ઘણીવાર એવી સ્થિતિ બનતી હોય છે કે, આપણે ગેસ પર દૂધ ઉકાળવા માટે મૂકી દેતા હોઈએ છીએ અને ભૂલી જતા હોઈએ છીએ અને તેના કારણે દૂધ ઉભરાઈને નીચે જમીન પર અથવા તો ગેસની આજુબાજુ ઢોળાઈ જાય છે. આ બાબતને અમુક લોકો સામાન્ય સમજે છે તો અમુક લોકો આ ઘટનાના વિવિધ પ્રકારના અર્થ કાઢીને મનમા મૂંઝાઈને બેસી રહે છે.

image source

આપણા શાસ્ત્રોમા દૂધને વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે એટલે જ દૂધ સાથે જોડાયેલી કોઈપણ ઘટના પણ શાસ્ત્રોમા તેટલુ જ મહત્વ દર્શાવે છે. જો તમારાથી અજાણતા જ દૂધ નીચે જમીન પર ઢોળાઈ ગયુ હોય અથવા તો ગેસ પરથી ઉભરાઈ ગયુ હોય તો તે તમારા માટે એક શુભ સંકેત સાબિત થઇ શકે છે. આ સંકેત એવુ દર્શાવે છે કે, તમારા પર ઈશ્વરની અસીમ કૃપા છે.

image source

પરંતુ, જો જાણપૂર્વક તમારાથી દૂધ ઢોળાઈ જાય છે તો તેનો કોઈ જ અર્થ રહેતો નથી. તેનાથી તમને કોઈ જ વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થશે નહિ. તે કોઈ જ પ્રકારનો સંકેત આપી રહ્યુ નથી. હા, તેનાથી ફક્ત તમને નુકશાની જ થશે. તો હવે જ્યારે પણ તમારી સાથે દૂધ સાથે સંકળાયેલી આ ઘટના બને ત્યારે આ બાબતોને અવશ્ય ધ્યાનમા રાખજો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *