Site icon News Gujarat

નોકરીયાતો માટે ગુડ ન્યુઝ, 6 દિવસ પછી વધી શકે છે તમારી સેલેરી, જાણો તમને આનો ફાયદો થશે કે નહિ…

ભારતના નવા લેબર કોડ, જેમાં વેતનમાં સુધારા સામેલ છે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમ મુજબ, મહિનાના અંતમાં તમારી કેસ-ઈન-હેન્ડ સેલરી ઘટે તેવી અપેક્ષા છે પરંતુ લાંબાગાળાના લાભ જેવા કે ગ્રેજ્યુઈટી અને રજા. સરકારી યોજના મુજબ નવ વેતન કોડ બિલ 2021ના અમલ માટે પગારમાં ભારે ફેરફાર થઇ શકે છે. હવે થોડાં જ દિવસોમાં નાણાકીય વર્ષ સમાપ્ત થવા જઈ રહ્યું છે. જેથી 1 એપ્રિલથી ઘણાં નિયમો બદલાશે. જેમાંથી એક તમારી સેલરીથી જોડાયેલો છે. ચાલો જાણીએ. હકીકતમાં સરકાર દ્વારા નવા વેતન કાયદા એટલે કે નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ નિયમ પછી તમે તમારા ટેક્સમાં ઘટાડો કરીને તમારી ટેક હોમ સેલેરી વધારી શકો છો. ચાલો જાણીએ નવો વેતન કાયદો શું છે અને તમે તેનો લાભ કઈ રીતે મેળવી શકો છો. સરકારના નવા વેતન કાયદા હેઠળ દર મહિને તમને મળતી સેલરીમાં બેઝિક સેલરીનો હિસ્સો 50 ટકા હોવો જોઈએ. બેઝિક સેલરીમાં બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થું અને રિટેનિંગ અલાઉન્સ સામેલ છે. આ ત્રણ વસ્તુઓ ઉમેરીને તમારી બેઝિક સેલેરીની ગણતરી કરવામાં આવે છે.

જૂનો નિયમ શું છે

image source

ધારો કે તમારી વાર્ષિક કુલ આવક એટલે કે CTC 18 લાખ રૂપિયા છે. હાલના નિયમ મુજબ બેઝિક સેલેરી CTCનો 32 ટકા છે. આ રીતે જોઈએ તો તમારી મંથલી સીટીસીમાં બેઝિક સેલરીનો હિસ્સો 48,000 રૂપિયા હોવો જોઈએ. જ્યારે 50 ટકા એટલે કે 24000 રૂપિયાના HRA અને આ પછી 10 ટકા એટલે કે 4800 રૂપિયા NPS, 12 ટકા પ્રોવિડન્ટ ફંડમાં 5760 રૂપિયા હશે. આ રીતે, 1.50 લાખના CTCમાં તમારી મંથલી સેલરી 82,560 રૂપિયા થાય અને 67,440 રૂપિયા બાકીની રકમ અન્ય બાબતોમાં જાય છે.

નવા સ્ટ્રક્ચરથી આ લાભ થશે

image source

હવે 1 એપ્રિલથી નવો વેતન કોડ લાગુ થયા પછી તમે તમારી સેલરીનું સ્ટ્રક્ચર બદલી શકો છો. નવા કાયદા હેઠળ સેલરીમાં પીએફ, ગ્રેજ્યુટી, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું અને હાઉસ રેન્ટ અલાઉન્સ પગારમાં એડજસ્ટ કરવામાં આવશે. બેઝિક સીટીસી 50 ટકા હોવાનો મતલબ એ છે કે અનેભથ્થાં 50 ટકાથી વધુ નહીં હોય, એ જ રીતે પીએફમાં ફેરફાર અને અન્ય ભથ્થાંમાં ફેરફાર થવાને કારણે પણ ટેક્સનું ભાર ઓછું થઈ શકશે. જેની અસર તમારા ટેક હોમ સેલેરી પર જોવા મળશે.

51 ભથ્થા બાકાત રાખવાનો નિર્ણય

image source

હકીકતમાં કેબિનેટમાં નવા વેજ કોડને લાગુ કરતાં પહેલાં દરેક પાસાની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ભથ્થાંની વાત કરીએ તો તમામ 196 ભથ્થાઓની તપાસ કર્યા પછી કેબિનેટે 37 ટકા જાળવી રાખીને તેમાંથી 51ને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે જેથી નોકરિયાત લોકો પર ભાર ઓછો થઈ શકે અને તેમને વધુ ફાયદા મળી શકે. કોઈ કંપનીમાં સતત 5 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેજ્યુટી મળે છે પરંતુ નવા કાયદા હેઠળ કર્મચારીઓ 1 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટીનો હકદાર રહેશે.

વેતન માળખામાં સુધારો

image source

નવો વેતન કોડ લાગુ થાય છે તો તમારા પગારના CTCમાં 50%નો વધારો થશે. જો તમારા પગારની માહિતીમાં તમારો પગાર 50%થી ઓછી હશે તો તેમાં જલ્દી ફેરફાર થશે. નવા નિયમ લાગુ થતા તમારા પગાર સાથે CTCમાં પણ વધારો થઇ શકે છે. સાથે જ કર્મચારીઓને ભથ્થા, જેમ કે રજા મુસાફરી, મકાન ભાડુ, ઓવરટાઇમ અને વાહનોનો પણ CTCના 50% માંથી કાપવામાં આવશે.

PF યોગદાનમાં વધારો

image source

હાલ તમારા પગારનો 12% ભાગ PFમાં જાય છે. જયારે બેઝિક પગાર CTCના 50% થશે ત્યાર PF યોગદાનમાં પણ વધારો થશે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિનો માસિક CTC 20,000, 10000 રૂપિયાની બેઝિક સેલરી છે તો 1200 રૂપિયા PFમાં જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version