OMG! આ યુવતીએ ઉપરાઉપરી કોકટેલ પીધી તો પછી પડી ગયા આગળના દાંત, લાખો લોકોએ જોઇ લીધો આ વિડીયો, અને તમે?

અમેરિકામાં રહેતી ૨૬ વર્ષની ઉમર ધરાવતી એક યુવતીને મજા માણવાને બદલે તેની મજા સજામાં ફેરવાઈ ગઈ. આ યુવતી પોતાના મિત્રોની સાથે બેસીને મિમોસાસ (એક પ્રકારની કોકટેલ ડ્રીંક) પીને તેની મજા માણી રહી હતી, મિમોસાસ પી લીધા પછી થોડાક સમય પછી આ યુવતીને ખબર પડે છે કે, તેણે મિમોસાસ કોકટેલ પીવાની મજા માણતા માણતા પોતાના આગળની તરફ આવેલ દાંતને ગુમાવી દે છે. અમેરિકા દેશમાં આ ઘટના મેરીલેન્ડ નામના વિસ્તારમાં બની છે તેમજ જે યુવતીના વારેઘડીયે મિમોસાસ પી રહી હતી તે યુવતીનું નામ ઓટમ છે. આ આખી ઘટનાનો વિડીયો ઓટમએ ટિકટોક યુઝર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.

image source

અમેરિકાની આ યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૩૯ લાખ કરતા પણ વધારે સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે. આ વિડીયોમાં યુવતી બોલી રહી છે કે, ૪ મિમોસાસ પી લીધા પછીની હું, ત્યાર બાદ તેનો મિત્ર વિડીયોમાં જોતા કહે છે કે, ૮ મિમોસાસ પી લીધા બાદ હું, આવી રીતે ઓટમ અને તેના મિત્રો એક પછી એક મિમોસાસ કોકટેલ પીતા જાય છે અને પોતાનો વિડીયો શૂટ કરતા છે.

image source

ઓટમ દ્વારા મિમોસાસ કોકટેલના કેટલાક ગ્લાસ પી લીધા બાદ જયારે ઓટમના આગળની તરફના દાંત પડી જાય છે જે જોઈને ત્યાં હાજર ઓટમના બધા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, મિમોસાસ એક પ્રકારની ડ્રગ છે. કેમ કે, ઓટમના દાંત પડી ગયા હોવા છતાં પણ ૨૬ વર્ષની ઉમર ધરાવતી ઓટમ હસી રહી છે અને એવું કહી રહી છે કે, હું ઠીક છું તેમજ ચિંતા કરવા જેવું કઈ છે નહી. જ્યાં સુધી વાત રહી દાંતની તો દાંતને ફરીથી ફિક્સ કરાવી દેશે.

૨૬ વર્ષની ઉમર ધરાવતી ઓટ્મનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવતા જ લાખો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે એટલું જ નહી, સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ઘણા બધા ફની કમેન્ટ્સ પણ કરવામાં આવી રહ્યા છે.