સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું બંધ થઈ ગયું છે તો ચિંતા ન કરો, આ રીતે કરી શકો છો ફરી શરૂ

સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સરકારની ખાસ સ્કીમ છે. આ સ્કીમ દીકરીઓ માટે શરૂ કરાઈ છે. જો તમારું આ ખાતું કોઈ કારણો સર બંધ થઈ ગયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તેને સરળતાથી ફરીથી ચાલુ કરી શકો છો. આ માટેની પ્રોસેસ પણ ખૂબ સરળ છે.

image source

માતા પિતાની સુવિધા અને સાથે આર્થિક ભારણને ધ્યાનમાં રાખીને મોદી સરાકરે આ સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડી છે. જેના કારણે દીકરીનું ભવિષ્ય પણ સુધરી શકે છે અને માતા પિતાને પણ રાહત રહે છે. સરકારની આ યોજના સામાન્ય લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. અનેક વાર કોઈ એવા કારણો આવી જાય છે જેના કારણે તમે બચત કરી શકતા નથી અને સાથે જ તમારા માટે દીકરીના ભવિષ્યની ચિંતા રહ્યા કરે છે.

image source

અનેક વાર કેટલાક ખાસ કારણો આવી જવાના કારણે તમે આ સુકન્યા યોજનામાં રૂપિયા જમા કરાવી શકતા નથી અને તમારું ખાતું બંધ થઈ જાય છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારું ખાતું તમે ફરીથી સરળ રીતે ચાલુ કરાવી શકો છો.

જાણો તમારા સુકન્યા સમૃદ્ધિ યોજનાના બંધ થઈ ગયેલા ખાતાને ચાલુ કરાવવાની પ્રોસેસ

image source

આમ તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવવા માટે ફક્ત 250 રૂપિયા દીકરીના માતા પિતાને ભરવાના રહે છે. આ ખાતાને એક્ટિવ રાખવા માટે દર વર્ષે એટલી રકમ ભરવી પડતી હોય છે. પણ જો તમે રૂપિયા ભરતા નથી તો તમે ડિફોલ્ટર ગણાઓ છો અને સાથે તમારું એકાઉન્ટ પણ બંધ થઈ જાય છે. તમે તેને ચાલુ કરવા ઇચ્છો છો તો કેટલીક બાબતોનું પાલન કરવાથી તમે તેને ફરીથી એક્ટિવ કરાવી શકો છો. આ માટે તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું રહે છે. આ સિવાય તમે બેંકમાં પણ જઈ શકો છો. અહીં તમે ફરીથી ખાતું ખોલાવવા સંબંધઇત ફોર્મ ભરી દો. આ સમયે તમે જે રકમ ખાતામાં ભરી નથી તે પણ સાથે જ જમા કરાવો.

image source

સૌથી ખાસ વાત એ છે કે જે વર્ષોમાં તમે આ રૂપિયા ભર્યા નથી તેની સાથે દર વર્ષે તમારે 250 રૂપિયાના મિનિમમ પેમેન્ટને ગણીને રૂપિયા ભરવાના રહે છે. આ પેમેન્ટ પર દર વર્ષના આઘારે 50 રૂપિયા પેનલ્ટીના રૂપમાં ભરવાના રહે છે. આ પછી તમારં ખાતું શરૂ થશે અને તમે આ ખાતામાં રૂપિયા જમા કરાવી શકશો. આ સાથે જ તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્યને લઈને ચિંતા સમાપ્ત થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત