ફોન પાણીમાં પલળી જાય કે પાણીમાં પડી જાય તો તરત જ આ ટ્રિક કરો ફોલો, થઇ જશે પહેલા જેવો જ

મિત્રો, આજકાલ લોકોમા સ્માર્ટફોનનો ક્રેઝ ખુબ જ વધારે છે. દરેક વ્યક્તિ તેમના બજેટ પ્રમાણે સારો ફોન ખરીદે છે. જ્યારે તમે નવો ફોન ખરીદો છો ત્યારે તે ઘણા દિવસો સુધી ટકી જાય છે. જોકે, ક્યારેક આપણી બેદરકારી આપણને મુશ્કેલીમાં પણ મૂકી મૂકે છે.

If the phone gets wet or falls in water, then use this trick to fix your mobile
image source

આજકાલ ઘણા લોકો તેમના ફોન બાથરૂમમાં લઈ જાય છે, તેથી જો તમારો હાથ ફોન ચૂકી જાય અને પાણીમાં પડી જાય તો તેને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત જો વરસાદમા ફોન ભીંજાઈ જાય તો પણ મુશ્કેલી થઈ શકે છે. જોકે, પ્રવર્તમાન સમયમા બજારમા વોટરપ્રૂફ ફોન પણ આવી ચુક્યા છે પરંતુ, તે મોંઘા હોવાને કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતા નથી.

image source

જો તમારો ફોન બંધ થઈ જાય અથવા તેમા પાણી ચાલ્યુ જાય તો અમે તમને તમારા ફોનને ઠીક કરવા માટે અમુક ટિપ્સ આપી રહ્યા છીએ. પહેલુ જો તમારા ફોનમાં પાણી ચાલ્યુ ગયુ હોય તો ફોન ચાલુ કરવાનો પ્રયાસ જ ના કરો. ઘણીવાર લોકો પાણીમાંથી ફોન કાઢી લીધા પછી પહેલા તપાસ કરવા માટે ફોનને ચાલુ કરીને જુએ છે.

આવુ ના કરો. બીજુ પાણીમાંથી ફોન કાઢી લીધા પછી તેને ચાર્જ કરવાનો પ્રયાસ ક્યારેય પણ ના કરવો. તે તમારા ફોનને વધુ પડતો ડેમેજ કરી શકે છે. જો ફોન ભીનો હોય અથવા પાણીમાં ભીંજાઈ ગયો હોય તો તેને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો. હેર ડ્રાયર ગરમ હવા આપે છે, જે ફોનના ભાગોને બગાડી શકે છે. ઘણીવાર હવાથી પાણી બીજા સૂકા ભાગમાં પણ પહોંચે છે અને ફોન બગડી જાય છે.

image source

જો તમારા ફોનમા પાણી છે અથવા પાણીમાંથી દૂર કર્યા પછી પણ ચાલુ છે તો પહેલા મોબાઇલ બંધ કરી દો. હવે તમારા ફોનમાંથી સિમ કાર્ડ અને માઇક્રો-એસડી કાર્ડ કાઢી લો. જો બેટરી દૂર કરી શકાય તો તેને દૂર કરો અથવા દુકાનની મુલાકાત લઈને દૂર ના કરી શકાય તેવી બેટરી દૂર કરો.

image source

હવે ફોનમાં જે પાણી દેખાય છે તેને કપડાથી સંપૂર્ણપણે નિતારી લો. હવે ફોનને ચોખાના કોથળા અથવા બોક્સની અંદર મૂકી દો. એ વાતનુ ધ્યાન રાખવુ કે, ફોન સંપૂર્ણપણે ચોખાથી ઢંકાયેલો હોવો જોઈએ. હવે તેને ચોખાની અંદર કમ સે કમ ૨૪ કલાક માટે રહેવા દો. ત્યારબાદ તપાસ કરો કે ફોન ચાલુ છે કે નહીં?

image source

જો તમારો ફોન કોઈ કારણોસર ચાલુ ના થાય તો બેટરી ખરાબ હોય શકે છે. જ્યારે ફોન ચાલુ થાય ત્યારે સૌથી પહેલા સંગીત અથવા વીડિયો ચલાવીને ફોનના સ્પીકર્સ ચકાસો. જો આ બધુ જ ચાલી રહ્યુ છે તો ફોન એકદમ ઠીક છે. આ ફોનને પાણીથી બચાવવા માટે તમે વોટર રેઝિસ્ટેટ કવર પણ લઈ શકો છો. તે તમારા ફોનને ઘણી હદ સુધી સુરક્ષિત રાખે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!