અપર લિપના વાળ બગાડી દે છે તમારી સુંદરતા, આ ઘરેલું ઉપાયોથી કરી દો રિમૂવ

અપર લિપ્સના વાળ તમારી સુંદરતા માટે ડાઘ બની શકે છે. તેથી જ મોટાભાગની સ્ત્રીઓ તેમના અપર લિપ્સના વાળ દોરા અથવા વેક્સથી દૂર કરે છે. આ સિવાય કેટલીક મહિલાઓ તેમના અનિચ્છનીય વાળને બ્લીચથી દૂર કરવાનો પ્રયાસ પણ કરે છે. માત્ર આ જ નહીં, જો તેમને અપર લિપ્સના વાળ ઝડપથી કાઢવા પડે, તો તેઓ હેર રિમૂવર ક્રીમ અથવા રેઝરનો આશરો લે છે, જે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે.

image source

આ બધા ઉપાયોથી તમારે ખૂબ પીડા પણ વેઠવી પડે છે, સાથે જ તમારા હોઠ પર ફોલ્લીઓ થવાની સંભાવના વધારે છે. આવી સ્થિતિમાં, જો તમે અપર લિપ્સના વાળ દૂર કરવા માંગો છો, તો ઘરેલુ ઉપાયનો આશરો લો. આ ઉપાયો તમારા અપર લિપ્સના વાળ સરળતાથી દૂર કરશે, જેનાથી કોઈ આડઅસર પણ નહીં થાય. તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે.

1.ચણાનો લોટ, હળદર અને દહીં

image source

અપર લિપ્સના વાળ દૂર કરવા માટે, એક વાટકીમાં 1 ચમચી ચણાનો લોટ લો. તેમાં 1 ચપટી હળદર અને એક ચમચી દહીં નાખો. હવે આ મિશ્રણને તમારા ઉપરના હોઠના ભાગ પર લગાવો અને હળવા હાથથી મસાજ કરો. આ મિશ્રણને હોઠ પર લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી હળવા હાથે ઘસીને દૂર કરો. તે પછી, તમારા ઉપર લિપ્સને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં આ ઉપાય 2-3. વાર કરવાથી તમારા અપર લિપ્સના વાળ દૂર થઈ જાય છે.

2. હળદર અને દૂધ

image source

એક બાઉલમાં 2 ચપટી હળદર લો અને તેમાં થોડું દૂધ ઉમેરીને મિક્સ કરી લો. હવે આ મિક્ષણ હોઠ પર લગાવો. તેને લગભગ અડધો કલાક માટે રહેવા દો. જ્યારે તમારા હોઠ પર હળદર અને દૂધ સુકાઈ જાય, ત્યારે તેને હળવા હાથથી ઘસો અને તમારા અપર લિપ્સ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 3 થી 4 દિવસ આ ઉપાય અપનાવવાથી અપર લિપ્સના વાળ સરળતાથી દૂર થશે.

3. ખાંડ અને લીંબુ

image source

વાટકીમાં 1 ચમચી ખાંડ લો. તેમાં 1 લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને ઓવનમાં રાખી દો. જ્યારે ખાંડ ઓગળી જાય, ત્યારે તેને ઓવનમાંથી બહાર કાઢો. હવે આ મિક્ષણ અપર લિપ્સ પર લગાવો અને થોડા સમયમાં સાફ કરી લો. આ ઉપાય અપનાવવાથી તરત જ ઉપર લિપ્સના વાળ દૂર થશે.

4. મધ અને લીંબુ

image source

અપર લિપ્સના વાળ દૂર કરવામાં મધ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે, એક બાઉલમાં 1 ચમચી મધ લો. તેમાં અડધો ચમચી લીંબુનો રસ નાખો. હવે આ પેસ્ટને તમારા અપર લિપ્સ પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. 20 મિનિટ પછી અપર લિપ્સને નવશેકા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં 2 થી 3 વખત આ ઉપાય અપનાવવાથી થોડા સમયમાં જ તમે ઘણો તફાવત જોશો.

5. બટેટાનો રસ

આ પેસ્ટ તૈયાર કરવા માટે, 1 ચમચી તુવેર દાળ આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેમાંથી પાણી કાઢો અને તે દાળમાં બટાકાનો રસ અને લીંબુનો રસ મિક્ષ કરીને સારી રીતે પીસી લો. હવે તેમાં મધ નાખો. ત્યારબાદ આ પેસ્ટને અપર લિપ્સ પર લગાવો. લગભગ 15 થી 20 મિનિટ પછી, અપર લિપ્સ પર હળવા હાથથી માલિશ કરો અને પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત