આ છે વજન ઉતારવાનું જાદુઇ ઇન્જેક્શન, જે લેવાથી માત્ર અઠવાડિયામાં જ ઉતરી જશે વજન, જાણો એક ક્લિકે બધી માહિતી

સ્થૂળતા એ વિશ્વની વૈશ્વિક ચિંતા છે જેમાં કેટલીક સારવાર સુવિધાઓ છે, પરંતુ પ્રથમ વખત કોઈ દવા તેની સામે ખૂબ અસરકારક સાબિત થઈ છે.  નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે ડાયાબિટીઝની દવા સેમેગ્લુટાઇડમાં વજન ઘટાડવાની મજબૂત ક્ષમતા છે. ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં માનવ પરીક્ષણના પરિણામો પ્રકાશિત થયા છે. શિકાગોની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોએ મેદસ્વીપણાની સારવાર માટે સેમેગ્લુટાઈડનું પરીક્ષણ કર્યું હતું. આજના સમયમાં લોકોમાં એક સામાન્ય સમસ્યા જોવા મળે છે પરંતુ તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે. તે સમસ્યા છે મેદસ્વિતા. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ મેદસ્વિતાથી છૂટકારો મળતો નથી. તેના માટે લોકો ડાયટીંગ કરે છે, જીમ જાય છે અને કૈંક પૈતરા અજમાવે છે પરંતુ તેનાથી ખાસ કોઇ ફાયદો થતો નથી.

લૉકડાઉનમાં વજન વધવાની સમસ્યા

image source

જ્યારથી લૉકડાઉન થયુ ત્યારથી અત્યાર સુધી લોકો મેદસ્વિતથી પરેશાન થઇ ગયા છે અને આ એક મોટી પ્રોબ્લેમ થઇ ગઇ છે પરંતુ હવે એક જાદુઇ ઇંજેક્શન આવી ગયુ છે જેનાથી તમારુ વજન ફટાફટ ઓછુ થઇ જશે.

આ રીતે ઘટશે વજન

image source

એક્સપર્ટે આ દવાનું નામ Semaglutide જણાવ્યું છે. આ દવાના ઉપયોગથી લોકોમાં મેદસ્વિતાનવી સમસ્યા ઓછી થઇ જશે. તેમના કહ્યાં અનુસાર હજુ આ દવાનો ઉપયોગ ટાઇપ ટુ ડાયબિટીઝના દર્દીઓ માટે કરવામાં આવે છે. તેનાથી તેમનુ વજન કંટ્રોલમાં રહે છે. આ દવાથી લોકોની ભૂખ મરી જાય છે અને લોકો ઓછુ ખાય છે જેના કારણે ફટાફટ વજન ઘટવા લાગે છે. સંશોધન મુજબ, આ દવા કમ્પાઉન્ડનું કામ કરે છે, જે ભૂખને કાબૂમાં રાખતા હોર્મોન્સ અનુસાર સક્રિય થાય છે.

25 ગણુ વધારે અસરદાર

image source

આ ડ્રગના કારણે લોકોનું વજન 25 ગણુ વધારે ઝડપથી ઓછુ થાય છે. આ ઇંજેક્શનથી 20 અઠવાડીયામાં બોડીવેટનો 10મો ભાગ ઘટી જાય છે. જેના માટે આ લોકોએ દર અઠવાડીયે દવાનો એક ડોઝ લેવો પડે છે. લોકોને ભૂખ ઓછી લાગે છે અને તેમનુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. જેનાથી ભોજન ઓછુ લેવાય અને વન કંટ્રોલમાં રહે.

આટલો છે ભાવ

image source

રિપોર્ટ્સનું જો માનીએ તો Semaglutide ઇંજેક્શનના એક ડોઝની કિંમત સાડા 6 હજાર રૂપિયા છે. આ ડ્રગના ઉપયોગ પર  Novo Nordisk  કંપનીએ સ્ટડી કર્યુ હતુ. 72 લોકો પર સ્ટડી કર્યા બાદ જોયુ તો તેમનો ડાયેટ ઓછો થઇ ગયો હતો અને ઝડપથી તેમનુ વજન ઓછુ થઇ ગયુ હતું. અર્ધ-વોલેન્ટિઅર તરીકે ઓળખાતી દવા સેમાગ્લુટાઈડ, અઠવાડિયામાં માત્ર એક જ વાર 2.4 મિલિગ્રામ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવી હતી. પરિણામો દર્શાવે છે કે સેમાગ્લુટાઈડ લેનારા 75 ટકા લોકોએ 10 ટકાથી વધુ અને એક તૃતીયાંશથી વધુ 20
ટકા વજન ગુમાવ્યું હતું. ડાયાબિટીઝમાં સુધારણા અને દર્દીઓની પૂર્વ-ડાયાબિટીઝમાં પણ ઘણી દવાઓની અસરને કારણે જોવામાં આવ્યું હતું. સંશોધનકારોએ જણાવ્યું હતું કે વજન ઘટાડવામાં કોઈ અન્ય દવા આ સ્તર સુધીના નજીકના પરિણામો ઉત્પન્ન કરી શકતી નથી.