Site icon News Gujarat

આ બેન્કમાં તમારું ખાતુ છે તો તમે 30 જૂન સુધી ખાતામાંથી ઉપાડી શકશો માત્ર આટલા રૂપિયા, કારણકે…

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેંક એટલે કે પીએમસી બેંક (PMC bank) ના ડિપોઝિટરોની મુશ્કેલીઓ હજુ પુરી થઈ જાય એમ લાગતું નથી. ગોટાળાનો શિકાર બનેલી આ બેંકનાં ગ્રાહકોના ફંસાયેલા નાણાં પરત મેળવવામાં હજુ સમય લાગે તેવું વર્તાઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા એવું જણાવાયું છે કે બેંકની સ્થિતિ એવી નથી કે તેના રેજયુલેશનની પ્રક્રીયા પુરી થઈ શકે તેના માટે હજુ થોડો સમય લાગશે. આરબીઆઇના કહેવા મુજબ પીએમસી બેંકના રી કન્ટ્રક્શન માટે અનેક રોકાનકારોની બાઇન્ડિંગ ઓફરો મળી છે પરંતુ તેના પર હજુ છેલ્લો નિર્ણય નથી લેવામાં આવ્યો. આ જ કારણ છે કે કેન્દ્રીય બેંકે તેના પર 30 જૂન સુધી પ્રતિબંધ વધારી દીધો છે. ઉલ્લેખનીય છે કે બેન્કિંગ ગોટાળામાં ફસાયા બાદ પહેલા પીએમસી બેંકમાંથી પૈસા કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

પીએમસી બેંક પર લાગેલો પ્રતિબંધ 30 જૂન સુધી વધ્યો

image source

આરબીઆઇએ કહ્યું છે કે પીએમસી બેંક પર લાગેલો પ્રતિબંધ 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યો છે. આરબીઆઇએ ગત શુક્રવારે કહ્યું હતું કે 3 નવેમ્બરના મંગાવવામાં આવેલા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) અંતર્ગત બેંકના રી કન્ટ્રક્શન માટે તેને કેટલીય અરજીઓ મળી છે પરંતુ તે રોકાણકારો પાસે સારામાં સારો સોદો થાય તેમ ઈચ્છે છે જેથી બેંક ડિપોઝિટરો અને સ્ટેકહોલ્ડર્સને ફાયદો થઈ શકે. આરબીઆઇ દ્વારા વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ એક જટિલ પ્રક્રિયા છે જેથી તે પુરી થવામાં હજુ સમય લાગશે.

HDIL ને લોન આપવા મામલે થયો હતો ગોટાળો

image source

પીએમસી બેંકના પ્રસ્તાવ અનુસાર તેનું પુર્નગઠન કરનારા રોકાણકારોને તેની કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ્સ રેશિયોનું ઓછામાં ઓછું નવ ટકા રકમ રોકાણ કરવી પડશે. જાન્યુઆરી 2021 માં પેમેન્ટ સર્વિસ કંપની ભારત પે એ જણાવ્યું હતું કે તે પીએમસીના અધિગ્રહણની ઈચ્છા ધરાવે છે. પીએમસી બેંકના અનેક સિનિયર ઓફિસરો અને કર્મચારીઓને ગોટાળામાં શામેલ હોવાનું બહાર આવતા આરબીઆઇએ એક સપ્ટેમ્બર 2019 માં બેન્કમાંથી પૈસા કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને બેંકના બોર્ડનો ભંગ કર્યો હતો. બેંકમાં અનેક આર્થિક વિસંગતતાઓ સામે આવી હતી. સાથે જ બેંક તરફથી રિયલ એસ્ટેટ કંપની HDIL ને આપવામાં આવેલી લોનની સાચી માહિતી નહોતી આપવામાં આવી અને આ લોનમાં ગોટાળો કરાયાનો આરોપ છે.

image source

ગોટાળાનો શિકાર થયા બાદ આરબીઆઇએ બેંકના કામકાજ પર પ્રતિબંધ મુકવાની સાથે સાથે બેન્કમાંથી રોકડ રકમ કાઢવાની મર્યાદા 50 હજાર કરી નાખી હતી. ત્યારબાદ આ મર્યાદા વધારીને 50 હજારથી એક લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી. પીએમસી બેંકે ગેરકાયદેસર રીતે HDIL ગ્રૂપને 6500 કરોડ રૂપિયાની લોન આપી હતી. જે સપ્ટેમ્બર 2019 માં બેંકના ટોટલ લોન બુક સાઈઝ 8880 કરોડ રૂપિયાનો 73 ટકા ભાગ હતો. આવડી મોટી લોન કોઈ એક ક્લાયન્ટને નથી આપી શકાતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version