BREAKING: રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત, જાણો ક્યાં સુધી લંબાવાયો

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ કાબુ માટેની ગાઈડલાઇન્સ આવનારી 30 એપ્રિલ સુધી જેમનો તેમ રાખવાનો નિર્ણય કર્યો છે.

image source

બીજી મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલ કરવામાં આવી રહ્યો છે તે પણ આગામી 15 એપ્રિલ-2021 સુધી યથાવત રાખવામાં આવશે.

image source

કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જ જાય છે એ એક ચિંતાજનક વિષય બની ગયો છે રાજ્યમાં સતત ચોથા દિવસે 2200થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર કોરોનાથી 8 લોકોના મોત થયા છે. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા છે. સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે.

image source

જો રાજ્યના સુરત જિલ્લાની વાત કરીએ તો 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા છે. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

બીજી એક ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં છેલ્લા 38 દિવસથી કોરોનાના નવા દર્દીની સંખ્યા વધુ અને કોરોનાથી સાજા થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 3, 05, 338 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે મૃત્યુઆંક 4,510 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2, 88, 565 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

image source

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,263 એક્ટિવ કેસ છે, જેમાંથી 147 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,116 દર્દીની હાલત સ્થિર છે.

વધતા જતા કોરોનાને કાબુમાં લેવા વેકસીનેશનની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 47,45,494 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 6,43,855 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 53,89,349 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

image source

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 માર્ચના રોજથી અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પહેલા રાત્રી કરફ્યુનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનો હતો જે પછીથી રાત્રીના 9થી સવારના 6 કરવામા આવ્યો હતો. જે હજી 15 એપ્રિલ સુધી યથાવત રાખવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!